Al-Furqan
سورة الفرقان
ۣالَّذِیۡ لَہٗ مُلۡکُ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ لَمۡ یَتَّخِذۡ وَلَدًا وَّ لَمۡ یَکُنۡ لَّہٗ شَرِیۡکٌ فِی الۡمُلۡکِ وَ خَلَقَ کُلَّ شَیۡءٍ فَقَدَّرَہٗ تَقۡدِیۡرًا ﴿۲﴾
તે હસ્તી, જે આકાશો અને ધરતીની બાદશાહતનો માલિક છે, જેણે ન તો કોઈને દિકરો બનાવ્યો, અને ન તો તેની બાદશાહતમાં કોઈ ભાગીદાર છે, તેણે દરેક વસ્તુનું સર્જન કરી એક યોગ્ય સમય નક્કી કરી દીધો છે.
وَ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِہٖۤ اٰلِہَۃً لَّا یَخۡلُقُوۡنَ شَیۡئًا وَّ ہُمۡ یُخۡلَقُوۡنَ وَ لَا یَمۡلِکُوۡنَ لِاَنۡفُسِہِمۡ ضَرًّا وَّ لَا نَفۡعًا وَّ لَا یَمۡلِکُوۡنَ مَوۡتًا وَّ لَا حَیٰوۃً وَّ لَا نُشُوۡرًا ﴿۳﴾
અને (લોકોએ) અલ્લાહ સિવાય કઇ ઇલાહ બનાવી દીધા છે, જે કોઈ વસ્તુ થોડી પેદા કરી શકવાના છે, પરંતુ તેમને પોતે પેદા કરવામાં આવ્યા છે, આ ઇલાહ તો પોતાના ફાયદા અને નુકસાનનો પણ અધિકાર નથી ધરાવતા, અને ન તો તેમને કોઈનાં મૃત્યુ અને જીવન આપવા પર અધિકાર છે અને ન તો મૃતકને ફરી જીવિત કરવાનો કઈ અધિકાર છે.
وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِنۡ ہٰذَاۤ اِلَّاۤ اِفۡکُۨ افۡتَرٰىہُ وَ اَعَانَہٗ عَلَیۡہِ قَوۡمٌ اٰخَرُوۡنَ ۚۛ فَقَدۡ جَآءُوۡ ظُلۡمًا وَّ زُوۡرًا ۚ﴿ۛ۴﴾
કાફિર લોકો તો એવું કહે છે, કે આ (કુરઆન) તો એક જુઠ છે, જેને તેણે પોતે ઘડી કાઢ્યું છે, અને કેટલાક લોકોએ આ કામમાં તેની મદદ કરી છે, (આવી વાત કરી) તેઓ જુલમ કરવા પર અને સ્પષ્ટ જુઠ કહેવા લાગ્યા છે.
وَ قَالُوۡا مَالِ ہٰذَا الرَّسُوۡلِ یَاۡکُلُ الطَّعَامَ وَ یَمۡشِیۡ فِی الۡاَسۡوَاقِ ؕ لَوۡ لَاۤ اُنۡزِلَ اِلَیۡہِ مَلَکٌ فَیَکُوۡنَ مَعَہٗ نَذِیۡرًا ۙ﴿۷﴾
અને તે લોકો કહે છે કે આ કેવો પયગંબર છે? જે ખાવાનું ખાય છે અને બજારોમાં હરેફરે છે. આની પાસે કોઈ ફરિશ્તો કેમ નથી આવતો? કે તે પણ આનો સાથ આપી સચેત કરનારો બની જાય.
اَوۡ یُلۡقٰۤی اِلَیۡہِ کَنۡزٌ اَوۡ تَکُوۡنُ لَہٗ جَنَّۃٌ یَّاۡکُلُ مِنۡہَا ؕ وَ قَالَ الظّٰلِمُوۡنَ اِنۡ تَتَّبِعُوۡنَ اِلَّا رَجُلًا مَّسۡحُوۡرًا ﴿۸﴾
અથવા તેની પાસે કોઈ ખજાનો ઉતારવામાં આવતો અથવા આનો કોઈ બગીચો હોત, જેમાંથી તેને (સંતુષ્ટ) રોજી મળતી હોય અને તે જાલિમ લોકો કહે છે કે તમે એવા વ્યક્તિની પાછળ લાગેલા છો, જેના પર જાદુ કરી દેવામાં આવ્યું છે.
تَبٰرَکَ الَّذِیۡۤ اِنۡ شَآءَ جَعَلَ لَکَ خَیۡرًا مِّنۡ ذٰلِکَ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ۙ وَ یَجۡعَلۡ لَّکَ قُصُوۡرًا ﴿۱۰﴾
અલ્લાહ તઆલા એવો બરકતવાળો છે કે જો તે ઇચ્છે તો તમને એ વસ્તુઓ કરતા પણ વધારે સારી વસ્તુઓ આપી શકે છે, (એક નહિ) ઘણા એવા બગીચા આપી શકે છે, જેની નીચે નહેરો વહી રહી હોય અને તમને ઘણાં મહેલો પણ આપી શકે છે.
وَ یَوۡمَ یَحۡشُرُہُمۡ وَ مَا یَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ فَیَقُوۡلُ ءَاَنۡتُمۡ اَضۡلَلۡتُمۡ عِبَادِیۡ ہٰۤؤُلَآءِ اَمۡ ہُمۡ ضَلُّوا السَّبِیۡلَ ﴿ؕ۱۷﴾
અને જે દિવસે અલ્લાહ તઆલા તેમને અને જેમને તેઓ અલ્લાહ સિવાય પૂજતા રહ્યા, તેમને ભેગા કરી પૂછશે કે શું તમે મારા આ બંદાઓને ગુમરાહ કર્યા હતા, અથવા આ લોકો પોતે જ માર્ગથી ભટકી ગયા હતા?
قَالُوۡا سُبۡحٰنَکَ مَا کَانَ یَنۡۢبَغِیۡ لَنَاۤ اَنۡ نَّتَّخِذَ مِنۡ دُوۡنِکَ مِنۡ اَوۡلِیَآءَ وَ لٰکِنۡ مَّتَّعۡتَہُمۡ وَ اٰبَآءَہُمۡ حَتّٰی نَسُوا الذِّکۡرَ ۚ وَ کَانُوۡا قَوۡمًۢا بُوۡرًا ﴿۱۸﴾
તે જવાબ આપશે કે તારી હસ્તી પવિત્ર છે, અમારા માટે આ યોગ્ય ન હતું કે તારા વગર કોઈને અમે કારસાજ બનાવતા, વાત એવી છે કે તેં તેમને અને તેમના પૂર્વજોને સુખી જીવન આપ્યું, ત્યાં સુધી કે તેઓ તારી શિખામણને ભૂલાવી બેઠા, આ લોકો નષ્ટ થવાના જ હતાં.
فَقَدۡ کَذَّبُوۡکُمۡ بِمَا تَقُوۡلُوۡنَ ۙ فَمَا تَسۡتَطِیۡعُوۡنَ صَرۡفًا وَّ لَا نَصۡرًا ۚ وَ مَنۡ یَّظۡلِمۡ مِّنۡکُمۡ نُذِقۡہُ عَذَابًا کَبِیۡرًا ﴿۱۹﴾
(હે કાફિરો) તે દિવસે તમારા પૂજ્યો તમને જુઠલાવી દેશે, પછી ન તો તમે અઝાબને ટાળી શકશો અને ન તો તમારી મદદ કરવામાં આવશે અને જે લોકો જુલમ કરી રહ્યા છે, તેમને અમે સખત અઝાબ આપીશું.
وَ مَاۤ اَرۡسَلۡنَا قَبۡلَکَ مِنَ الۡمُرۡسَلِیۡنَ اِلَّاۤ اِنَّہُمۡ لَیَاۡکُلُوۡنَ الطَّعَامَ وَ یَمۡشُوۡنَ فِی الۡاَسۡوَاقِ ؕ وَ جَعَلۡنَا بَعۡضَکُمۡ لِبَعۡضٍ فِتۡنَۃً ؕ اَتَصۡبِرُوۡنَ ۚ وَ کَانَ رَبُّکَ بَصِیۡرًا ﴿٪۲۰﴾
અમે તમારા પહેલા જેટલા પયગંબર મોકલ્યા, સૌ ભોજન કરતા હતાં અને બજારોમાં પણ હરતાં-ફરતાં હતાં અને અમે તમારા માંથી દરેકને એક-બીજા માટે કસોટીનું કારણ બનાવી દીધા, તો શું (હે મુસલમાનો!) તમે કાફિરોના (મહેણાં ટોણાં પર) સબર કરશો? અને તમારો પાલનહાર બધું જ જોઈ રહ્યો છે.
وَ قَالَ الَّذِیۡنَ لَا یَرۡجُوۡنَ لِقَآءَنَا لَوۡ لَاۤ اُنۡزِلَ عَلَیۡنَا الۡمَلٰٓئِکَۃُ اَوۡ نَرٰی رَبَّنَا ؕ لَقَدِ اسۡتَکۡبَرُوۡا فِیۡۤ اَنۡفُسِہِمۡ وَ عَتَوۡ عُتُوًّا کَبِیۡرًا ﴿۲۱﴾
અને જે લોકોને અમારી મુલાકાતની આશા નથી, તેઓ કહે છે કે અમારા માટે ફરિશ્તાઓને ઉતારવામાં કેમ નથી આવતા? અથવા અમે અમારી આંખોથી અમારા પાલનહારને જોઇ લેતા, તે લોકો પોતાને જ મોટા સમજે છે અને ખૂબ જ વિદ્રોહ કરી રહ્યા છે.
وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لَوۡ لَا نُزِّلَ عَلَیۡہِ الۡقُرۡاٰنُ جُمۡلَۃً وَّاحِدَۃً ۚۛ کَذٰلِکَ ۚۛ لِنُثَبِّتَ بِہٖ فُؤَادَکَ وَ رَتَّلۡنٰہُ تَرۡتِیۡلًا ﴿۳۲﴾
અને કાફિરોએ કહે છે કે આ સંપૂર્ણ કુરઆન એક સાથે જ પયગંબર પર ઉતારવામાં કેમ ન આવ્યું? અમે આવું એટલા માટે કર્યું, જેથી આના વડે અમે તમારા હૃદયને મજબૂત રાખીએ અને અમે ખાસ સમયે તમને પઢાવતા જઈએ.
وَ قَوۡمَ نُوۡحٍ لَّمَّا کَذَّبُوا الرُّسُلَ اَغۡرَقۡنٰہُمۡ وَ جَعَلۡنٰہُمۡ لِلنَّاسِ اٰیَۃً ؕ وَ اَعۡتَدۡنَا لِلظّٰلِمِیۡنَ عَذَابًا اَلِیۡمًا ﴿ۚۖ۳۷﴾
અને નૂહની કૌમે પણ જ્યારે પયગંબરને જુઠલાવ્યા તો અમે તેમને ડુબાડી દીધા અને તેમને દરે લોકો માટે નિશાની બનાવી દીધા. અને અમે જાલિમો માટે દુ:ખદાયી અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
وَ لَقَدۡ اَتَوۡا عَلَی الۡقَرۡیَۃِ الَّتِیۡۤ اُمۡطِرَتۡ مَطَرَ السَّوۡءِ ؕ اَفَلَمۡ یَکُوۡنُوۡا یَرَوۡنَہَا ۚ بَلۡ کَانُوۡا لَا یَرۡجُوۡنَ نُشُوۡرًا ﴿۴۰﴾
આ લોકો તે વસ્તીઓ પાસે હરેફરે છે, જેમના પર વિનાશક વરસાદ વરસાવવામાં આવ્યો, શું તે લોકોએ તે વસ્તીની સ્થિતિ જોય નથી? પરંતુ (સત્ય વાત તો એ છે) કે તેમને મૃત્યુ પછી ફરી જીવિત થવાની આશા જ નથી.
اِنۡ کَادَ لَیُضِلُّنَا عَنۡ اٰلِہَتِنَا لَوۡ لَاۤ اَنۡ صَبَرۡنَا عَلَیۡہَا ؕ وَ سَوۡفَ یَعۡلَمُوۡنَ حِیۡنَ یَرَوۡنَ الۡعَذَابَ مَنۡ اَضَلُّ سَبِیۡلًا ﴿۴۲﴾
(તે લોકોએ કહ્યું) કે જો અમે અમારા પૂજ્યોની આસ્થા પર અડગ ન રહેતા, તો આ વ્યક્તિ તો અમને પથભ્રષ્ટ કરી દેત, જ્યારે તેઓ પોતાની આંખો વડે અઝાબ જોઈ લેશે, તો નજીકમાં જ તેમને ખબર પડી જશે કે માર્ગથી ભટકેલા કોણ છે?
وَ ہُوَ الَّذِیۡ مَرَجَ الۡبَحۡرَیۡنِ ہٰذَا عَذۡبٌ فُرَاتٌ وَّ ہٰذَا مِلۡحٌ اُجَاجٌ ۚ وَ جَعَلَ بَیۡنَہُمَا بَرۡزَخًا وَّ حِجۡرًا مَّحۡجُوۡرًا ﴿۵۳﴾
અને તે જ છે, જેણે બે સમુદ્રોને એકબીજા સાથે ભેળવી રાખ્યા છે, જેમાંથી એકનું પાણી ગળ્યું અને મીઠું છે અને બીજાનું પાણી ખારુ અને કડવું છે, અને તે બન્ને વચ્ચે એક પરદો અને મજબૂત ઓટ કરી દીધી.
وَ تَوَکَّلۡ عَلَی الۡحَیِّ الَّذِیۡ لَا یَمُوۡتُ وَ سَبِّحۡ بِحَمۡدِہٖ ؕ وَ کَفٰی بِہٖ بِذُنُوۡبِ عِبَادِہٖ خَبِیۡرَا ﴿ۚۛۙ۵۸﴾
અને તે હસ્તી પર ભરોસો કરો, જે હંમેશા જીવિત રહેનાર છે અને જેને ક્યારેય મૃત્યુ નહીં આવે, તેની પ્રશંસા સાથે તેની પવિત્રતાનું વર્ણન કરતા રહો, તે પોતાના બંદાઓના પાપોને ખૂબ સારી રીતે જાણે છે.
ۣالَّذِیۡ خَلَقَ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَا فِیۡ سِتَّۃِ اَیَّامٍ ثُمَّ اسۡتَوٰی عَلَی الۡعَرۡشِ ۚۛ اَلرَّحۡمٰنُ فَسۡـَٔلۡ بِہٖ خَبِیۡرًا ﴿۵۹﴾
તે જ છે, જેણે આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનું સર્જન છ દિવસમાં કર્યું છે. પછી અર્શ પર બિરાજમાન થયો, તે રહમાન છે, તમે તેના વિશે કોઈ જાણકારને પૂછી લો.
وَ اِذَا قِیۡلَ لَہُمُ اسۡجُدُوۡا لِلرَّحۡمٰنِ قَالُوۡا وَ مَا الرَّحۡمٰنُ ٭ اَنَسۡجُدُ لِمَا تَاۡمُرُنَا وَ زَادَہُمۡ نُفُوۡرًا ﴿٪ٛ۶۰﴾
તેઓને જ્યારે પણ કહેવામાં આવે છે કે રહમાનને સિજદો કરો તો જવાબ આપે છે કે રહમાન કોણ છે? શું અમે તેને સિજદો કરીએ જેનો આદેશ તું અમને આપી રહ્યો છે? અને આ (આદેશ) તેમની નફરતમાં વધારો કરી દે છે.
وَ الَّذِیۡنَ لَا یَدۡعُوۡنَ مَعَ اللّٰہِ اِلٰـہًا اٰخَرَ وَ لَا یَقۡتُلُوۡنَ النَّفۡسَ الَّتِیۡ حَرَّمَ اللّٰہُ اِلَّا بِالۡحَقِّ وَ لَا یَزۡنُوۡنَ ۚ وَ مَنۡ یَّفۡعَلۡ ذٰلِکَ یَلۡقَ اَثَامًا ﴿ۙ۶۸﴾
અને અલ્લાહ સાથે બીજા કોઈ ઇલાહને પોકારતા નથી અને ન તો અલ્લાહએ હરામ કરેલ કોઈ પ્રાણને નાહક કતલ કરે છે, ન તેઓ અશ્લીલતાનું કાર્ય કરે છે અને જે કોઈ આ કાર્ય કરશે તો તે તેની સજા પામીને રહેશે.
اِلَّا مَنۡ تَابَ وَ اٰمَنَ وَ عَمِلَ عَمَلًا صَالِحًا فَاُولٰٓئِکَ یُبَدِّلُ اللّٰہُ سَیِّاٰتِہِمۡ حَسَنٰتٍ ؕ وَ کَانَ اللّٰہُ غَفُوۡرًا رَّحِیۡمًا ﴿۷۰﴾
તે લોકો સિવાય, જેઓ તૌબા કરે, અને ઈમાન લાવે અને સત્કાર્યો કરે, આવા લોકોના પાપોને અલ્લાહ તઆલા સત્કાર્યો વડે બદલી નાખે છે, અલ્લાહ માફ કરનાર દયાળુ છે.
قُلۡ مَا یَعۡبَؤُا بِکُمۡ رَبِّیۡ لَوۡ لَا دُعَآؤُکُمۡ ۚ فَقَدۡ کَذَّبۡتُمۡ فَسَوۡفَ یَکُوۡنُ لِزَامًا ﴿٪۷۷﴾
(હે નબી) તમે લોકોને કહી દો, જો તમે તેને પોકારતા નથી તો મારા પાલનહારને તમારી કોઈ પરવા નથી, તમે તો (સત્ય વાત)ને જૂઠલાવી ચુક્યા અને હવે નજીકમાં જ તેની એવી સજા પામશો, જેનાથી બચવું મુશ્કેલ હશે.