અલ-કુરઆન

78

An-Naba

سورة النبأ


عَمَّ یَتَسَآءَلُوۡنَ ۚ﴿۱﴾

કઈ વસ્તુ બાબતે તેઓ સવાલ કરી રહ્યા છે?

عَنِ النَّبَاِ الۡعَظِیۡمِ ۙ﴿۲﴾

તે જબરદસ્ત ખબર વિશે?

الَّذِیۡ ہُمۡ فِیۡہِ مُخۡتَلِفُوۡنَ ؕ﴿۳﴾

જેના વિશે તેઓ એકબીજાથી મતભેદ કરી રહ્યા છે.

کَلَّا سَیَعۡلَمُوۡنَ ۙ﴿۴﴾

કદાપિ નહી, તેઓ નજીકમાં જ જાણી લેશે.

ثُمَّ کَلَّا سَیَعۡلَمُوۡنَ ﴿۵﴾

ફરી તેઓ નજીકમાં જ જાણી લેશે.

اَلَمۡ نَجۡعَلِ الۡاَرۡضَ مِہٰدًا ۙ﴿۶﴾

શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું?

وَّ الۡجِبَالَ اَوۡتَادًا ﴿۪ۙ۷﴾

અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા?)

وَّ خَلَقۡنٰکُمۡ اَزۡوَاجًا ۙ﴿۸﴾

અને તમને જોડકામાં પેદા કર્યા.

وَّ جَعَلۡنَا نَوۡمَکُمۡ سُبَاتًا ۙ﴿۹﴾

અને તમારી નિદ્રાને તમારા માટે આરામનું કારણ બનાવી.

10

وَّ جَعَلۡنَا الَّیۡلَ لِبَاسًا ﴿ۙ۱۰﴾

અને રાતને અમે પરદાનું કારણ બનાવ્યું.

11

وَّ جَعَلۡنَا النَّہَارَ مَعَاشًا ﴿۪۱۱﴾

અને દિવસને કમાણી માટે બનાવ્યો.

12

وَّ بَنَیۡنَا فَوۡقَکُمۡ سَبۡعًا شِدَادًا ﴿ۙ۱۲﴾

અને અમે તમારા ઉપર સાત મજબુત (આકાશો) બનાવ્યા.

13

وَّ جَعَلۡنَا سِرَاجًا وَّہَّاجًا ﴿۪ۙ۱۳﴾

અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો.

14

وَّ اَنۡزَلۡنَا مِنَ الۡمُعۡصِرٰتِ مَآءً ثَجَّاجًا ﴿ۙ۱۴﴾

અને અમે જ ભરેલા વાદળો માંથી મુશળધાર વરસાદ વરસાવ્યો.

15

لِّنُخۡرِجَ بِہٖ حَبًّا وَّ نَبَاتًا ﴿ۙ۱۵﴾

જેથી તેનાથી અમે અનાજ અને વનસ્પતિ ઉપજાવીએ.

16

وَّ جَنّٰتٍ اَلۡفَافًا ﴿ؕ۱۶﴾

અને હર્યા-ભર્યા બાગ. (પણ ઉપજાવીએ)

17

اِنَّ یَوۡمَ الۡفَصۡلِ کَانَ مِیۡقَاتًا ﴿ۙ۱۷﴾

નિ:શંક ફેસલાનો દિવસ એક નક્કી કરેલ સમય છે.

18

یَّوۡمَ یُنۡفَخُ فِی الصُّوۡرِ فَتَاۡتُوۡنَ اَفۡوَاجًا ﴿ۙ۱۸﴾

જે દિવસે સૂર ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ નીકળી આવશો.

19

وَّ فُتِحَتِ السَّمَآءُ فَکَانَتۡ اَبۡوَابًا ﴿ۙ۱۹﴾

અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે.

20

وَّ سُیِّرَتِ الۡجِبَالُ فَکَانَتۡ سَرَابًا ﴿ؕ۲۰﴾

અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે ચમકતી રેતીની જેમ બની જશે.

21

اِنَّ جَہَنَّمَ کَانَتۡ مِرۡصَادًا ﴿۪ۙ۲۱﴾

નિ:શંક જહન્નમ ઘાતમાં છે.

22

لِّلطَّاغِیۡنَ مَاٰبًا ﴿ۙ۲۲﴾

જે દુરાચારીઓનું ઠેકાણુ છે.

23

لّٰبِثِیۡنَ فِیۡہَاۤ اَحۡقَابًا ﴿ۚ۲۳﴾

જેમાં તેઓ અગણિત વર્ષો સુધી એવી રીતે પડ્યા હશે.

24

لَا یَذُوۡقُوۡنَ فِیۡہَا بَرۡدًا وَّ لَا شَرَابًا ﴿ۙ۲۴﴾

કે ન તો તેઓ ત્યાં કોઈ ઠંડકનો સ્વાદ ચાખશે અને ન તો પીવા માટે પીણુંનો સ્વાદ ચાખી શકશે.

25

اِلَّا حَمِیۡمًا وَّ غَسَّاقًا ﴿ۙ۲۵﴾

સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ.

26

جَزَآءً وِّفَاقًا ﴿ؕ۲۶﴾

આ (તેમનો) સંપૂર્ણ બદલો હશે.

27

اِنَّہُمۡ کَانُوۡا لَا یَرۡجُوۡنَ حِسَابًا ﴿ۙ۲۷﴾

તેઓ હિસાબની આશા જ નહતા રાખતા.

28

وَّ کَذَّبُوۡا بِاٰیٰتِنَا کِذَّابًا ﴿ؕ۲۸﴾

અને હંમેશા અમારી આયતોને જુઠલાવતા હતા.

29

وَ کُلَّ شَیۡءٍ اَحۡصَیۡنٰہُ کِتٰبًا ﴿ۙ۲۹﴾

અને અમે દરેક વસ્તુને લખીને સુરક્ષિત રાખી છે.

30

فَذُوۡقُوۡا فَلَنۡ نَّزِیۡدَکُمۡ اِلَّا عَذَابًا ﴿٪۳۰﴾

(અને તેમને કહેવામાં આવશે) કે હવે સ્વાદ ચાખો, અમે તમારા માટે અઝાબ સિવાય બીજી કોઈ વસ્તુમાં વધારો નહીં કરીએ.

31

اِنَّ لِلۡمُتَّقِیۡنَ مَفَازًا ﴿ۙ۳۱﴾

નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે.

32

حَدَآئِقَ وَ اَعۡنَابًا ﴿ۙ۳۲﴾

બગીચાઓ અને દ્રાક્ષ છે.

33

وَّکَوَاعِبَ اَتۡرَابًا ﴿ۙ۳۳﴾

અને નવયુવાન અને સરખી વયની કુમારિકાઓ.

34

وَّ کَاۡسًا دِہَاقًا ﴿ؕ۳۴﴾

અને છલકાતા પ્યાલા.

35

لَا یَسۡمَعُوۡنَ فِیۡہَا لَغۡوًا وَّ لَا کِذّٰبًا ﴿ۚ۳۵﴾

ત્યાં ન તો બકવાસ સાંભળશે અને ન તો કોઈ જુઠી વાત.

36

جَزَآءً مِّنۡ رَّبِّکَ عَطَآءً حِسَابًا ﴿ۙ۳۶﴾

આ તમારા પાલનહાર તરફથી બદલો હશે, જે પોતાના કર્મ પ્રમાણે મળશે.

37

رَّبِّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا الرَّحۡمٰنِ لَا یَمۡلِکُوۡنَ مِنۡہُ خِطَابًا ﴿ۚ۳۷﴾

જે આકાશો અને જમીન અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે, તેનો પાલનહાર છે, અને તે ખુબજ રહમકરવાવાળો છે, (તે દિવસે) કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય.

38

یَوۡمَ یَقُوۡمُ الرُّوۡحُ وَ الۡمَلٰٓئِکَۃُ صَفًّا ؕ٭ۙ لَّا یَتَکَلَّمُوۡنَ اِلَّا مَنۡ اَذِنَ لَہُ الرَّحۡمٰنُ وَ قَالَ صَوَابًا ﴿۳۸﴾

જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને જે યોગ્ય વાત કહેશે.

39

ذٰلِکَ الۡیَوۡمُ الۡحَقُّ ۚ فَمَنۡ شَآءَ اتَّخَذَ اِلٰی رَبِّہٖ مَاٰبًا ﴿۳۹﴾

તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે.

40

اِنَّاۤ اَنۡذَرۡنٰکُمۡ عَذَابًا قَرِیۡبًا ۬ۚۖ یَّوۡمَ یَنۡظُرُ الۡمَرۡءُ مَا قَدَّمَتۡ یَدٰہُ وَ یَقُوۡلُ الۡکٰفِرُ یٰلَیۡتَنِیۡ کُنۡتُ تُرٰبًا ﴿٪۴۰﴾

નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારા અઝાબથી ડરાવી દીધા, જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કાશ! હું માટી હોત.