Muhammad
سورة محمد
وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ اٰمَنُوۡا بِمَا نُزِّلَ عَلٰی مُحَمَّدٍ وَّ ہُوَ الۡحَقُّ مِنۡ رَّبِّہِمۡ ۙ کَفَّرَ عَنۡہُمۡ سَیِّاٰتِہِمۡ وَ اَصۡلَحَ بَالَہُمۡ ﴿۲﴾
જે લોકો ઇમાન લાવ્યા અને સદકાર્યો કર્યા અને તે (વાત) પર પણ ઇમાન લાવ્યા, જે મુહમ્મદ પર ઉતારવામાં આવી છે અને તે જ તેમના પાલનહાર તરફથી સત્ય છે, અલ્લાહએ તેઓના ગુનાહ દુર કરી દીધા અને તેઓને સુધારી દીધા.
ذٰلِکَ بِاَنَّ الَّذِیۡنَ کَفَرُوا اتَّبَعُوا الۡبَاطِلَ وَ اَنَّ الَّذِیۡنَ اٰمَنُوا اتَّبَعُوا الۡحَقَّ مِنۡ رَّبِّہِمۡ ؕ کَذٰلِکَ یَضۡرِبُ اللّٰہُ لِلنَّاسِ اَمۡثَالَہُمۡ ﴿۳﴾
આ એટલા માટે કે કાફિરોએ અસ્ત્યનું અનુસરણ કર્યુ અને ઇમાનવાળાઓ એ સત્ય (ધર્મ) નું અનુસરણ કર્યુ, જે તેઓના પાલનહાર તરફથી છે, અલ્લાહ તઆલા આ પ્રમાણે જ લોકોને તેમની ચોક્કસ સ્થિતિ વર્ણન કરી દે છે.
فَاِذَا لَقِیۡتُمُ الَّذِیۡنَ کَفَرُوۡا فَضَرۡبَ الرِّقَابِ ؕ حَتّٰۤی اِذَاۤ اَثۡخَنۡتُمُوۡہُمۡ فَشُدُّوا الۡوَثَاقَ ٭ۙ فَاِمَّا مَنًّۢا بَعۡدُ وَ اِمَّا فِدَآءً حَتّٰی تَضَعَ الۡحَرۡبُ اَوۡزَارَہَا ۬ۚ۟ۛ ذٰؔلِکَ ؕۛ وَ لَوۡ یَشَآءُ اللّٰہُ لَانۡتَصَرَ مِنۡہُمۡ وَ لٰکِنۡ لِّیَبۡلُوَا۠ بَعۡضَکُمۡ بِبَعۡضٍ ؕ وَ الَّذِیۡنَ قُتِلُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ فَلَنۡ یُّضِلَّ اَعۡمَالَہُمۡ ﴿۴﴾
(મુસલમાનો) જ્યારે કાફિરો સાથે તમારી અથડામણ થાય તો ગળા પર વાર કરો, જ્યારે તેઓને બરાબર કચડી નાખો તો હવે બરાબર ઠોસ બાંધી કેદી બનાવી લો, (પછી અધિકાર છે) કે ચાહે ઉપકાર કરી છોડી દો અથવા દંડની રકમ લઇલો. જ્યાં સુધી તેઓ પોતાના શસ્ત્ર મુકી ન દે, (તમારા માટે) આ જ આદેશ છે અને જો અલ્લાહ ઇચ્છે તો (પોતે જ) તેઓથી બદલો લઇ લેતો, પરંતુ (તેની ઇચ્છા એ છે) કે તમારા માંથી એક-બીજાની અજમાયશ કરે, જે લોકો અલ્લાહના માર્ગમાં શહીદ કરી દેવામાં આવે છે, અલ્લાહ તેઓના કર્મો કદાપિ નહી વેડફે.
اَفَلَمۡ یَسِیۡرُوۡا فِی الۡاَرۡضِ فَیَنۡظُرُوۡا کَیۡفَ کَانَ عَاقِبَۃُ الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ ؕ دَمَّرَ اللّٰہُ عَلَیۡہِمۡ ۫ وَ لِلۡکٰفِرِیۡنَ اَمۡثَالُہَا ﴿۱۰﴾
શું તે લોકો ધરતી પર હરી ફરી જોતા નથી કે જે લોકો તેમના પહેલા પસાર થઇ ગયા છે, તેમની દશા કેવી થઇ? અલ્લાહ તઆલાએ તેઓને નષ્ટ કરી દીધા અને કાફિરો માટે આવી જ સજા હોય છે.
اِنَّ اللّٰہَ یُدۡخِلُ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ ؕ وَ الَّذِیۡنَ کَفَرُوۡا یَتَمَتَّعُوۡنَ وَ یَاۡکُلُوۡنَ کَمَا تَاۡکُلُ الۡاَنۡعَامُ وَ النَّارُ مَثۡوًی لَّہُمۡ ﴿۱۲﴾
જે લોકો ઇમાન લાવ્યા અને સદકાર્યો કર્યા તેઓને અલ્લાહ તઆલા ખરેખર એવા બગીચાઓમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહેતી હશે અને જે લોકો કાફિર છે તેઓ (દુનિયાનો જ) ફાયદો ઉઠાવી લે અને જાનવરોની માફક ખાઇ રહ્યા છે, તેઓનું (ખરેખરૂં) ઠેકાણું જહન્નમ છે.
وَ کَاَیِّنۡ مِّنۡ قَرۡیَۃٍ ہِیَ اَشَدُّ قُوَّۃً مِّنۡ قَرۡیَتِکَ الَّتِیۡۤ اَخۡرَجَتۡکَ ۚ اَہۡلَکۡنٰہُمۡ فَلَا نَاصِرَ لَہُمۡ ﴿۱۳﴾
અમે કેટલીક વસ્તીઓને જે તાકાતમાં તમારી આ વસ્તી કરતા વધારે શક્તિશાળી હતી, જ્યાંનાં (રહેવાસીઓએ) તમને ત્યાંથી કાઢી મુક્યા, અમે તેઓને નષ્ટ કરી દીધા, બસ! તેઓ માટે મદદ કરનાર કોઇ ન હતું.
اَفَمَنۡ کَانَ عَلٰی بَیِّنَۃٍ مِّنۡ رَّبِّہٖ کَمَنۡ زُیِّنَ لَہٗ سُوۡٓءُ عَمَلِہٖ وَ اتَّبَعُوۡۤا اَہۡوَآءَہُمۡ ﴿۱۴﴾
શું તે વ્યક્તિ, જે પોતાના પાલનહાર તરફથી ખુલ્લા પૂરાવા સાથે હોય તે વ્યક્તિ માફક થઇ શકે છે જેના માટે તેનું ખરાબ કાર્ય તેના માટે સારૂ કરી દેવામાં આવ્યુ છે? અને તે પોતાની મનેચ્છાઓ અનુસરણ કરતો હોય.
مَثَلُ الۡجَنَّۃِ الَّتِیۡ وُعِدَ الۡمُتَّقُوۡنَ ؕ فِیۡہَاۤ اَنۡہٰرٌ مِّنۡ مَّآءٍ غَیۡرِ اٰسِنٍ ۚ وَ اَنۡہٰرٌ مِّنۡ لَّبَنٍ لَّمۡ یَتَغَیَّرۡ طَعۡمُہٗ ۚ وَ اَنۡہٰرٌ مِّنۡ خَمۡرٍ لَّذَّۃٍ لِّلشّٰرِبِیۡنَ ۬ۚ وَ اَنۡہٰرٌ مِّنۡ عَسَلٍ مُّصَفًّی ؕ وَ لَہُمۡ فِیۡہَا مِنۡ کُلِّ الثَّمَرٰتِ وَ مَغۡفِرَۃٌ مِّنۡ رَّبِّہِمۡ ؕ کَمَنۡ ہُوَ خَالِدٌ فِی النَّارِ وَ سُقُوۡا مَآءً حَمِیۡمًا فَقَطَّعَ اَمۡعَآءَہُمۡ ﴿۱۵﴾
તે જન્નતની વિશેષતા, જેનું વચન ડરવાવાળાઓને આપવામાં આવ્યું છે, એ છે કે તેમાં પાણીની નહેરો છે, જે દુર્ગંધ ફેલાવવા વાળુ નથી અને દુધની નહેરો છે, જેનો સ્વાદ બદલાયેલો નથી અને શરાબની નહેરો છે, જે પીવાવાળા માટે ખુબ જ સ્વાદિષ્ટ છે, અને મધની નહેરો છે, જે ખુબ જચોખ્ખી છે અને તેઓ માટે દરેક પ્રકારના ફળો છે અને તેમના પાલનહાર તરફથી ક્ષમા છે. શું આ વ્યક્તિ તે વ્યક્તિ જેવો હોઈ શકે છે, જે હંમેશા આગમાં રહેવાવાળો હોય? અને જેમને ગરમ ઉકળતું પાણી પીવડાવવામાં આવે? જે તેમના આંતરડાઓના ટુકડે ટુકડા કરી દેશે.
وَ مِنۡہُمۡ مَّنۡ یَّسۡتَمِعُ اِلَیۡکَ ۚ حَتّٰۤی اِذَا خَرَجُوۡا مِنۡ عِنۡدِکَ قَالُوۡا لِلَّذِیۡنَ اُوۡتُوا الۡعِلۡمَ مَاذَا قَالَ اٰنِفًا ۟ اُولٰٓئِکَ الَّذِیۡنَ طَبَعَ اللّٰہُ عَلٰی قُلُوۡبِہِمۡ وَ اتَّبَعُوۡۤا اَہۡوَآءَہُمۡ ﴿۱۶﴾
અને (હે પયગંબર) તેમાં કેટલાક (એવા પણ છે કે) તારી તરફ કાન લગાવે છે, અહીં સુધી કે જ્યારે તમારી પાસેથી ઉભા થઇ જવા લાગે છે, તો જ્ઞાનવાળાથી પુછે છે કે તેણે હમણાં શું કહ્યું હતું? આ જ તે લોકો છે, જેઓના હૃદયો પર અલ્લાહ તઆલાએ મહોર લગાવી દીધી છે અને તેઓ પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરે છે.
فَہَلۡ یَنۡظُرُوۡنَ اِلَّا السَّاعَۃَ اَنۡ تَاۡتِیَہُمۡ بَغۡتَۃً ۚ فَقَدۡ جَآءَ اَشۡرَاطُہَا ۚ فَاَنّٰی لَہُمۡ اِذَا جَآءَتۡہُمۡ ذِکۡرٰىہُمۡ ﴿۱۸﴾
તો શું આ લોકો કયામતના દિવસની પ્રતિક્ષા કરી રહ્યા છે કે તે (દિવસ) તેમની પાસે અચાનક આવી જાય, નિ:શંક તેની નિશાનીઓ તો આવી પહોંચી છે, પછી જ્યારે કયામત આવી જશે, ત્યારે તેઓને શિખામણ આપવામાં નહી આવે.
فَاعۡلَمۡ اَنَّہٗ لَاۤ اِلٰہَ اِلَّا اللّٰہُ وَ اسۡتَغۡفِرۡ لِذَنۡۢبِکَ وَ لِلۡمُؤۡمِنِیۡنَ وَ الۡمُؤۡمِنٰتِ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ مُتَقَلَّبَکُمۡ وَ مَثۡوٰىکُمۡ ﴿٪۱۹﴾
તો (હે પયગંબર) તમે જાણી લો કે અલ્લાહ સિવાય કોઇ બંદગીને લાયક નથી અને પોતાના માટે અને ઇમાનવાળા પુરૂષો અને ઇમાનવાળી સ્ત્રીઓના માટે પણ ગુનાહોની માફી માંગતા રહો, અલ્લાહ તઆલા તમારા લોકોની હરવા-ફરવા અને રહેઠાણને ખુબ સારી રીતે જાણે છે.
وَ یَقُوۡلُ الَّذِیۡنَ اٰمَنُوۡا لَوۡ لَا نُزِّلَتۡ سُوۡرَۃٌ ۚ فَاِذَاۤ اُنۡزِلَتۡ سُوۡرَۃٌ مُّحۡکَمَۃٌ وَّ ذُکِرَ فِیۡہَا الۡقِتَالُ ۙ رَاَیۡتَ الَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ یَّنۡظُرُوۡنَ اِلَیۡکَ نَظَرَ الۡمَغۡشِیِّ عَلَیۡہِ مِنَ الۡمَوۡتِ ؕ فَاَوۡلٰی لَہُمۡ ﴿ۚ۲۰﴾
અને જે લોકો ઇમાન લાવ્યા તેઓ કહે છે કે (યુદ્ધ બાબતે) કેમ કોઇ સૂરહ ઉતારવામાં આવતી નથી? પછી જ્યારે કોઇ સ્પષ્ટ સૂરહ ઉતારવામાં આવી અને તેમાં લડાઇનો ઉલ્લેખ કરવામાં આવ્યો તો તમે જૂઓ છો કે જે લોકોના હૃદયોમાં (નીફાક)ની બિમારી છે, તેઓ તમારી તરફ એવી રીતે જૂએ છે જેવી રીતે કોઈ વ્યક્તિ પર મૃત્યુની સ્થિતિ આવી પહોચી હોય આવા લોકો માટે નષ્ટતા છે.
ذٰلِکَ بِاَنَّہُمۡ قَالُوۡا لِلَّذِیۡنَ کَرِہُوۡا مَا نَزَّلَ اللّٰہُ سَنُطِیۡعُکُمۡ فِیۡ بَعۡضِ الۡاَمۡرِ ۚۖ وَ اللّٰہُ یَعۡلَمُ اِسۡرَارَہُمۡ ﴿۲۶﴾
આ એટલા માટે કે તે (મુનાફિકો)એ તે લોકો (યહૂદી) ને કહ્યું, જેઓ અલ્લાહએ ઉતારેલા દીનને નાપસંદ કરતા હતા, કે અમે તમારી કેટલીક વાતો માની લઇશું, અને અલ્લાહ તેમની છૂપી વાતોને સારી રીતે જાણે છે.
وَ لَوۡ نَشَآءُ لَاَرَیۡنٰکَہُمۡ فَلَعَرَفۡتَہُمۡ بِسِیۡمٰہُمۡ ؕ وَ لَتَعۡرِفَنَّہُمۡ فِیۡ لَحۡنِ الۡقَوۡلِ ؕ وَ اللّٰہُ یَعۡلَمُ اَعۡمَالَکُمۡ ﴿۳۰﴾
અને જો અમે ઇચ્છતા તો તે સૌને તમને બતાવી દેતા, બસ! તમે તેઓને તેમના મૂખોથી જ ઓળખી લેતા અને નિ:શંક તમે તેઓની વાતના ઢંગથી ઓળખી લેતા, તમારા દરેક કાર્યની અલ્લાહને જાણ છે.
اِنَّ الَّذِیۡنَ کَفَرُوۡا وَ صَدُّوۡا عَنۡ سَبِیۡلِ اللّٰہِ وَ شَآقُّوا الرَّسُوۡلَ مِنۡۢ بَعۡدِ مَا تَبَیَّنَ لَہُمُ الۡہُدٰی ۙ لَنۡ یَّضُرُّوا اللّٰہَ شَیۡئًا ؕ وَ سَیُحۡبِطُ اَعۡمَالَہُمۡ ﴿۳۲﴾
નિ:શંક જે લોકોએ કુફ્ર કર્યો અને અલ્લાહના માર્ગથી લોકોને રોકતા રહ્યા અને હિદાયતનો માર્ગ સ્પષ્ટ થઇ ગયા છંતાય પયગંબરનો વિરોધ કર્યો, આ લોકો કદાપિ અલ્લાહને કંઇ નુકસાન નથી પહોંચાડી શકતા, નજીકમાં તેઓના કર્મો તે વ્યર્થ કરી દેશે
اِنَّمَا الۡحَیٰوۃُ الدُّنۡیَا لَعِبٌ وَّ لَہۡوٌ ؕ وَ اِنۡ تُؤۡمِنُوۡا وَ تَتَّقُوۡا یُؤۡتِکُمۡ اُجُوۡرَکُمۡ وَ لَا یَسۡـَٔلۡکُمۡ اَمۡوَالَکُمۡ ﴿۳۶﴾
ખરેખર દુનિયાનું જીવન તો ફકત રમત-ગમત છે અને જો તમે ઇમાન લઇ આવશો અને ડરવા લાગશો તો અલ્લાહ તમને તમારો સવાબ આપશે અને તમારી પાસેથી તમારૂ ધનની માંગણી નહીં કરે.
ہٰۤاَنۡتُمۡ ہٰۤؤُلَآءِ تُدۡعَوۡنَ لِتُنۡفِقُوۡا فِیۡ سَبِیۡلِ اللّٰہِ ۚ فَمِنۡکُمۡ مَّنۡ یَّبۡخَلُ ۚ وَ مَنۡ یَّبۡخَلۡ فَاِنَّمَا یَبۡخَلُ عَنۡ نَّفۡسِہٖ ؕ وَ اللّٰہُ الۡغَنِیُّ وَ اَنۡتُمُ الۡفُقَرَآءُ ۚ وَ اِنۡ تَتَوَلَّوۡا یَسۡتَبۡدِلۡ قَوۡمًا غَیۡرَکُمۡ ۙ ثُمَّ لَا یَکُوۡنُوۡۤا اَمۡثَالَکُمۡ ﴿٪۳۸﴾
ખબરદાર! તમે તે લોકો છો, જેમને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવા માટે બોલવવામાં આવો છો, તો તમારા માંથી કેટલાક કંજૂસાઇ કરવા લાગે છે અને જે કંજૂસી કરે છે તે તો અસલમાં પોતાના જીવ સાથે કંજૂસી કરે છે, અલ્લાહ તઆલા ગની (અપેક્ષા-મુક્ત) છે અને તમે ફકીર છો. અને જો તમે મોઢું ફેરવી લેશો તો તે તમારા વતી તમારા વગર બીજા લોકોને લાવશે, જે તમારા જેવા નહીં હોય.