سورة المعارج
سَاَلَ سَآئِلٌۢ بِعَذَابٍ وَّاقِعٍ ۙ﴿۱﴾
એક સવાલ કરનારાએ તે અઝાબ વિશે સવાલ કર્યો, જે સાબિત થઈને રહેશે.
لِّلۡکٰفِرِیۡنَ لَیۡسَ لَہٗ دَافِعٌ ۙ﴿۲﴾
કાફિરો પરથી જેને કોઇ ટાળનાર નથી.
مِّنَ اللّٰہِ ذِی الۡمَعَارِجِ ؕ﴿۳﴾
(આ અઝાબ) અલ્લાહ તરફથી (આવશે) જે ઉચ્ચતા વાળો છે.
تَعۡرُجُ الۡمَلٰٓئِکَۃُ وَ الرُّوۡحُ اِلَیۡہِ فِیۡ یَوۡمٍ کَانَ مِقۡدَارُہٗ خَمۡسِیۡنَ اَلۡفَ سَنَۃٍ ۚ﴿۴﴾
જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ એક દિવસમાં ચઢે છે. જેની સમયમર્યાદા પચાસ હજાર વર્ષ છે.
فَاصۡبِرۡ صَبۡرًا جَمِیۡلًا ﴿۵﴾
બસ! તુ સારી રીતે ધીરજ રાખ.
اِنَّہُمۡ یَرَوۡنَہٗ بَعِیۡدًا ۙ﴿۶﴾
નિ:શંક આ લોકો તે (અઝાબ) ને દૂર સમજી રહયા છે,
وَّ نَرٰىہُ قَرِیۡبًا ؕ﴿۷﴾
પરંતુ અમે તેને નજીક જોઇ રહ્યા છીએ.
یَوۡمَ تَکُوۡنُ السَّمَآءُ کَالۡمُہۡلِ ۙ﴿۸﴾
જે દિવસે આકાશ ઊકળતા તાંબા જેવુ થઇ જશે.
وَ تَکُوۡنُ الۡجِبَالُ کَالۡعِہۡنِ ۙ﴿۹﴾
અને પર્વત રંગીન ઊન જેવા થઇ જશે.
وَ لَا یَسۡـَٔلُ حَمِیۡمٌ حَمِیۡمًا ﴿ۚۖ۱۰﴾
તે દિવસે કોઇ મિત્ર બીજા મિત્રને નહી પૂછે.
یُّبَصَّرُوۡنَہُمۡ ؕ یَوَدُّ الۡمُجۡرِمُ لَوۡ یَفۡتَدِیۡ مِنۡ عَذَابِ یَوۡمِئِذٍۭ بِبَنِیۡہِ ﴿ۙ۱۱﴾
જો કે તેઓ એકબીજાને દેખાડવામાં આવશે, તે દિવસે અઝાબથી બચવા માટે ગુનેગાર એવું ઈચ્છશે કે પોતાના દીકરાઓને મુક્તિદંડ રૂપે આપી દે.
وَ صَاحِبَتِہٖ وَ اَخِیۡہِ ﴿ۙ۱۲﴾
પોતાની પત્નિને અને પોતાના ભાઇને
وَ فَصِیۡلَتِہِ الَّتِیۡ تُــٔۡوِیۡہِ ﴿ۙ۱۳﴾
અને પોતાના તે કુટુંબીજનોને, જેઓ તેને આશરો આપતા હતા.
وَ مَنۡ فِی الۡاَرۡضِ جَمِیۡعًا ۙ ثُمَّ یُنۡجِیۡہِ ﴿ۙ۱۴﴾
અને જે કઈ જમીનમાં છે તે બધું જ આપી પોતાને બચાવી લે.
کَلَّا ؕ اِنَّہَا لَظٰی ﴿ۙ۱۵﴾
(પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) હશે.
نَزَّاعَۃً لِّلشَّوٰی ﴿ۚۖ۱۶﴾
જે મોં અને માથાની ચામડીને ખેંચી લાવનારી છે.
تَدۡعُوۡا مَنۡ اَدۡبَرَ وَ تَوَلّٰی ﴿ۙ۱۷﴾
તે (આગ) તે દરેક વ્યક્તિને પોકારશે, જે પાછળ ફરનાર અને પીઠ બતાવનાર છે.
وَ جَمَعَ فَاَوۡعٰی ﴿۱۸﴾
અને ભેગુ કરીને સંભાળી રાખતો હશે.
اِنَّ الۡاِنۡسَانَ خُلِقَ ہَلُوۡعًا ﴿ۙ۱۹﴾
ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે.
اِذَا مَسَّہُ الشَّرُّ جَزُوۡعًا ﴿ۙ۲۰﴾
જ્યારે તેને પરેશાની પહોંચે છે, તો ગભરાઇ જાય છે.
وَّ اِذَا مَسَّہُ الۡخَیۡرُ مَنُوۡعًا ﴿ۙ۲۱﴾
અને જ્યારે રાહત મળે છે, તો કંજુસી કરવા લાગે છે.
اِلَّا الۡمُصَلِّیۡنَ ﴿ۙ۲۲﴾
પરંતુ નમાઝ પઢવાવાળા.
الَّذِیۡنَ ہُمۡ عَلٰی صَلَاتِہِمۡ دَآئِمُوۡنَ ﴿۪ۙ۲۳﴾
જેઓ પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે.
وَ الَّذِیۡنَ فِیۡۤ اَمۡوَالِہِمۡ حَقٌّ مَّعۡلُوۡمٌ ﴿۪ۙ۲۴﴾
અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે.
لِّلسَّآئِلِ وَ الۡمَحۡرُوۡمِ ﴿۪ۙ۲۵﴾
માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ.
وَ الَّذِیۡنَ یُصَدِّقُوۡنَ بِیَوۡمِ الدِّیۡنِ ﴿۪ۙ۲۶﴾
અને જે કયામતના દિવસની પુષ્ટિ કરે છે.
وَ الَّذِیۡنَ ہُمۡ مِّنۡ عَذَابِ رَبِّہِمۡ مُّشۡفِقُوۡنَ ﴿ۚ۲۷﴾
અને જે પોતાના પાલનહારના અઝાબથી ડરતા રહે છે.
اِنَّ عَذَابَ رَبِّہِمۡ غَیۡرُ مَاۡمُوۡنٍ ﴿۲۸﴾
કારણકે તેમના પાલનહારનો અઝાબ નીડર થવા જેવી વસ્તુ નથી.
وَ الَّذِیۡنَ ہُمۡ لِفُرُوۡجِہِمۡ حٰفِظُوۡنَ ﴿ۙ۲۹﴾
અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે..
اِلَّا عَلٰۤی اَزۡوَاجِہِمۡ اَوۡ مَا مَلَکَتۡ اَیۡمَانُہُمۡ فَاِنَّہُمۡ غَیۡرُ مَلُوۡمِیۡنَ ﴿ۚ۳۰﴾
હા! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ નિંદા નથી.
فَمَنِ ابۡتَغٰی وَرَآءَ ذٰلِکَ فَاُولٰٓئِکَ ہُمُ الۡعٰدُوۡنَ ﴿ۚ۳۱﴾
હવે જે કોઇ તેના સિવાય અન્ય (રસ્તો) શોધશે, તો આવા લોકો હદ વટાવી જનારા છે.
وَ الَّذِیۡنَ ہُمۡ لِاَمٰنٰتِہِمۡ وَ عَہۡدِہِمۡ رٰعُوۡنَ ﴿۪ۙ۳۲﴾
અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે.
وَ الَّذِیۡنَ ہُمۡ بِشَہٰدٰتِہِمۡ قَآئِمُوۡنَ ﴿۪ۙ۳۳﴾
અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે.
وَ الَّذِیۡنَ ہُمۡ عَلٰی صَلَاتِہِمۡ یُحَافِظُوۡنَ ﴿ؕ۳۴﴾
અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે.
اُولٰٓئِکَ فِیۡ جَنّٰتٍ مُّکۡرَمُوۡنَ ﴿ؕ٪۳۵﴾
આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે.
فَمَالِ الَّذِیۡنَ کَفَرُوۡا قِبَلَکَ مُہۡطِعِیۡنَ ﴿ۙ۳۶﴾
બસ! આ કાફિરોને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવી રહ્યા છે.
عَنِ الۡیَمِیۡنِ وَ عَنِ الشِّمَالِ عِزِیۡنَ ﴿۳۷﴾
જમણે અને ડાબેથી, જૂથના જૂથ (આવી રહ્યા છે)
اَیَطۡمَعُ کُلُّ امۡرِیًٔ مِّنۡہُمۡ اَنۡ یُّدۡخَلَ جَنَّۃَ نَعِیۡمٍ ﴿ۙ۳۸﴾
શું તેમના માંથી દરેક આશા રાખે છે કે તેને નેઅમતો વાળી જન્નતમાં દાખલ કરવામાં આવશે?
کَلَّا ؕ اِنَّا خَلَقۡنٰہُمۡ مِّمَّا یَعۡلَمُوۡنَ ﴿۳۹﴾
(આવું) કદાપિ નહી થાય અમે તેમનુ તે (વસ્તુ) થી સર્જન કર્યુ છે, જેને તેઓ પોતે પણ જાણે છે.
فَلَاۤ اُقۡسِمُ بِرَبِّ الۡمَشٰرِقِ وَ الۡمَغٰرِبِ اِنَّا لَقٰدِرُوۡنَ ﴿ۙ۴۰﴾
બસ! હું પશ્ર્ચિમો અને પૂર્વના પાલનહારની કસમ ખાઈને કહું છું (કે) અમે ખરેખર આ વાત પર કુદરત ધરાવીએ છીએ.
عَلٰۤی اَنۡ نُّبَدِّلَ خَیۡرًا مِّنۡہُمۡ ۙ وَ مَا نَحۡنُ بِمَسۡبُوۡقِیۡنَ ﴿۴۱﴾
કે અમે તેમના બદલે તેમનાથી સારા લોકોને લઇને આવીએ, અને અમે અક્ષમ કરનાર કોઈ નથી.
فَذَرۡہُمۡ یَخُوۡضُوۡا وَ یَلۡعَبُوۡا حَتّٰی یُلٰقُوۡا یَوۡمَہُمُ الَّذِیۡ یُوۡعَدُوۡنَ ﴿ۙ۴۲﴾
બસ! તુ એમને લડતા-ઝઘડતા અને ખેલકૂદ કરતા છોડી દે અહીં સુધી કે તેઓ તે દિવસ જોઈ લે, જેનું તેમને વચન આપવામાં આવે છે.
یَوۡمَ یَخۡرُجُوۡنَ مِنَ الۡاَجۡدَاثِ سِرَاعًا کَاَنَّہُمۡ اِلٰی نُصُبٍ یُّوۡفِضُوۡنَ ﴿ۙ۴۳﴾
જે દિવસે તે લોકો પોતાની કબરોમાંથી નીકળી એવી રીતે દોડતા જઈ રહ્યા હશે, જેવું કે પોતાના પૂજકો પાસે દોડતા જઈ રહ્યા હોય.
خَاشِعَۃً اَبۡصَارُہُمۡ تَرۡہَقُہُمۡ ذِلَّۃٌ ؕ ذٰلِکَ الۡیَوۡمُ الَّذِیۡ کَانُوۡا یُوۡعَدُوۡنَ ﴿٪۴۴﴾
તેમની આંખો નમેલી હશે, તેમના પર બદનામી છવાયેલી હશે. આ છે, તે દિવસ જેનું તેમને વચન આપવામાં આવ્યુ હતું.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો