سورة التكوير
اِذَا الشَّمۡسُ کُوِّرَتۡ ۪ۙ﴿۱﴾
જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે.
وَ اِذَا النُّجُوۡمُ انۡکَدَرَتۡ ۪ۙ﴿۲﴾
અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે.
وَ اِذَا الۡجِبَالُ سُیِّرَتۡ ۪ۙ﴿۳﴾
અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે.
وَ اِذَا الۡعِشَارُ عُطِّلَتۡ ۪ۙ﴿۴﴾
અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને પોતાની હાલત પર છોડી દેવામાં આવશે.
وَ اِذَا الۡوُحُوۡشُ حُشِرَتۡ ۪ۙ﴿۵﴾
અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે.
وَ اِذَا الۡبِحَارُ سُجِّرَتۡ ۪ۙ﴿۶﴾
અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે.
وَ اِذَا النُّفُوۡسُ زُوِّجَتۡ ۪ۙ﴿۷﴾
અને જ્યારે પ્રાણ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે.
وَ اِذَا الۡمَوۡءٗدَۃُ سُئِلَتۡ ۪ۙ﴿۸﴾
અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે.
بِاَیِّ ذَنۡۢبٍ قُتِلَتۡ ۚ﴿۹﴾
કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી?
وَ اِذَا الصُّحُفُ نُشِرَتۡ ﴿۪ۙ۱۰﴾
અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે.
وَ اِذَا السَّمَآءُ کُشِطَتۡ ﴿۪ۙ۱۱﴾
અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે.
وَ اِذَا الۡجَحِیۡمُ سُعِّرَتۡ ﴿۪ۙ۱۲﴾
અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે.
وَ اِذَا الۡجَنَّۃُ اُزۡلِفَتۡ ﴿۪ۙ۱۳﴾
અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે.
عَلِمَتۡ نَفۡسٌ مَّاۤ اَحۡضَرَتۡ ﴿ؕ۱۴﴾
(તે સમયે) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે શું લઇને આવ્યો છે.
فَلَاۤ اُقۡسِمُ بِالۡخُنَّسِ ﴿ۙ۱۵﴾
હું પાછળ હટવાવાળા તારાઓની કસમ ખાઉ છું.
الۡجَوَارِ الۡکُنَّسِ ﴿ۙ۱۶﴾
જે સીધા ચાલતા ચાલતા ગાયબ થઇ જાય છે.
وَ الَّیۡلِ اِذَا عَسۡعَسَ ﴿ۙ۱۷﴾
અને રાતની, જ્યારે તેનું અંધારું છવાઈ જાય.
وَ الصُّبۡحِ اِذَا تَنَفَّسَ ﴿ۙ۱۸﴾
અને સવારની જ્યારે તે શ્વાસ લેવા લાગે.
اِنَّہٗ لَقَوۡلُ رَسُوۡلٍ کَرِیۡمٍ ﴿ۙ۱۹﴾
નિ:શંક આ (કુરઆન) એક ઇઝઝતવાળા ફરિશ્તાની લાવેલી વાણી છે.
ذِیۡ قُوَّۃٍ عِنۡدَ ذِی الۡعَرۡشِ مَکِیۡنٍ ﴿ۙ۲۰﴾
જે ઘણો શક્તિશાળી છે. અને અર્શવાળા પાસે તેનો ઉચ્ચ દરજ્જો છે.
مُّطَاعٍ ثَمَّ اَمِیۡنٍ ﴿ؕ۲۱﴾
ત્યાં તેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે.
وَ مَا صَاحِبُکُمۡ بِمَجۡنُوۡنٍ ﴿ۚ۲۲﴾
અને(મક્કાના કાફીરો) તમારા સાથી પાગલ નથી.
وَ لَقَدۡ رَاٰہُ بِالۡاُفُقِ الۡمُبِیۡنِ ﴿ۚ۲۳﴾
તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે.
وَ مَا ہُوَ عَلَی الۡغَیۡبِ بِضَنِیۡنٍ ﴿ۚ۲۴﴾
અને તે ગૈબની વાતો (લોકો સુધી પહોચાડવા માટે) કંજુસ પણ નથી.
وَ مَا ہُوَ بِقَوۡلِ شَیۡطٰنٍ رَّجِیۡمٍ ﴿ۙ۲۵﴾
અને ન તો આ કુરઆન કોઈ ધિક્કારેલા શયતાનનું કથન છે.
فَاَیۡنَ تَذۡہَبُوۡنَ ﴿ؕ۲۶﴾
પછી તમે ક્યાં જઇ રહ્યા છો?
اِنۡ ہُوَ اِلَّا ذِکۡرٌ لِّلۡعٰلَمِیۡنَ ﴿ۙ۲۷﴾
આ સમગ્ર સૃષ્ટિના લોકો માટે એક નસીહત છે.
لِمَنۡ شَآءَ مِنۡکُمۡ اَنۡ یَّسۡتَقِیۡمَ ﴿ؕ۲۸﴾
(ખાસ કરીને) તેમના માટે, જેઓ સીધો માર્ગ પર ચાલવા માંગે.
وَ مَا تَشَآءُوۡنَ اِلَّاۤ اَنۡ یَّشَآءَ اللّٰہُ رَبُّ الۡعٰلَمِیۡنَ ﴿٪۲۹﴾
અને તમે ઈચ્છી નથી શકતા પરતું તે જ, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર ઇચ્છતો હોય.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો