અલ-કુરઆન

99

Al-Zalzala

سورة الزلزلة


اِذَا زُلۡزِلَتِ الۡاَرۡضُ زِلۡزَالَہَا ۙ﴿۱﴾

જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.

وَ اَخۡرَجَتِ الۡاَرۡضُ اَثۡقَالَہَا ۙ﴿۲﴾

અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.

وَ قَالَ الۡاِنۡسَانُ مَا لَہَا ۚ﴿۳﴾

માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ છે?

یَوۡمَئِذٍ تُحَدِّثُ اَخۡبَارَہَا ۙ﴿۴﴾

તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.

بِاَنَّ رَبَّکَ اَوۡحٰی لَہَا ؕ﴿۵﴾

એટલા માટે કે તમારા પાલનહારે તેને આ જ આદેશ આપ્યો હશે.

یَوۡمَئِذٍ یَّصۡدُرُ النَّاسُ اَشۡتَاتًا ۬ۙ لِّیُرَوۡا اَعۡمَالَہُمۡ ؕ﴿۶﴾

તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.

فَمَنۡ یَّعۡمَلۡ مِثۡقَالَ ذَرَّۃٍ خَیۡرًا یَّرَہٗ ؕ﴿۷﴾

બસ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.

وَ مَنۡ یَّعۡمَلۡ مِثۡقَالَ ذَرَّۃٍ شَرًّا یَّرَہٗ ٪﴿۸﴾

અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે.