અલ-કુરઆન

51

Adh-Dhariyat

سورة الذاريات


وَالذّٰرِیٰتِ ذَرۡوًا ۙ﴿۱﴾

તે હવાઓની કસમ! જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે.

فَالۡحٰمِلٰتِ وِقۡرًا ۙ﴿۲﴾

પછી તેની (કસમ) જે (વાદળોનો) ભાર ઉઠાવી રાખે છે.

فَالۡجٰرِیٰتِ یُسۡرًا ۙ﴿۳﴾

પછી તેની (કસમ) જે ધીમે ધીમે ચાલે છે.

فَالۡمُقَسِّمٰتِ اَمۡرًا ۙ﴿۴﴾

પછી તેમની (કસમ) જે વસ્તુઓને વિભાજીત કરે છે.

اِنَّمَا تُوۡعَدُوۡنَ لَصَادِقٌ ۙ﴿۵﴾

નિ:શંક તમને જે વચનો આપવામાં આવે છે, (બધા) સાચા વચનો છે.

وَّ اِنَّ الدِّیۡنَ لَوَاقِعٌ ؕ﴿۶﴾

અને નિ:શંક ન્યાયનો (દિવસ) જરૂર આવશે.

وَ السَّمَآءِ ذَاتِ الۡحُبُکِ ۙ﴿۷﴾

કસમ છે, વિવિધ માર્ગોવાળા આકાશની.

اِنَّکُمۡ لَفِیۡ قَوۡلٍ مُّخۡتَلِفٍ ۙ﴿۸﴾

તમે (આખિરત વિશે) વિવિધ પ્રકારની વાતો કરો છો.

یُّؤۡفَکُ عَنۡہُ مَنۡ اُفِکَ ﴿ؕ۹﴾

(આખિરતની સત્યતાથી) તે જ મોઢું ફેરવે છે, જેને સત્યથી ફેરવી દેવામાં આવ્યો છે.

10

قُتِلَ الۡخَرّٰصُوۡنَ ﴿ۙ۱۰﴾

નષ્ટ થાય, કાલ્પનિક વાતો કરવાવાળા.

11

الَّذِیۡنَ ہُمۡ فِیۡ غَمۡرَۃٍ سَاہُوۡنَ ﴿ۙ۱۱﴾

જેઓ એટલા બેદરકાર છે કે બધું જ ભુલાવી બેઠા છે.

12

یَسۡـَٔلُوۡنَ اَیَّانَ یَوۡمُ الدِّیۡنِ ﴿ؕ۱۲﴾

પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે?

13

یَوۡمَ ہُمۡ عَلَی النَّارِ یُفۡتَنُوۡنَ ﴿۱۳﴾

જે દિવસે આ લોકોને આગમાં તપવવામાં આવશે,

14

ذُوۡقُوۡا فِتۡنَتَکُمۡ ؕ ہٰذَا الَّذِیۡ کُنۡتُمۡ بِہٖ تَسۡتَعۡجِلُوۡنَ ﴿۱۴﴾

(અને કહેવામાં અઆવશે) કે પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ તે અઝાબ છે, જેની તમે ઉતાવળ કરતા હતા.

15

اِنَّ الۡمُتَّقِیۡنَ فِیۡ جَنّٰتٍ وَّ عُیُوۡنٍ ﴿ۙ۱۵﴾

નિ:શંક પરહેજગાર લોકો તે દિવસે જન્નતો અને ઝરણાઓમાં હશે.

16

اٰخِذِیۡنَ مَاۤ اٰتٰہُمۡ رَبُّہُمۡ ؕ اِنَّہُمۡ کَانُوۡا قَبۡلَ ذٰلِکَ مُحۡسِنِیۡنَ ﴿ؕ۱۶﴾

તેમના પાલનહારે જે કંઇ તેમને આપશે, તેને લઇ રહ્યા હશે, તે આ દિવસ આવતા પહેલા સદાચારી હતા.

17

کَانُوۡا قَلِیۡلًا مِّنَ الَّیۡلِ مَا یَہۡجَعُوۡنَ ﴿۱۷﴾

તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા.

18

وَ بِالۡاَسۡحَارِ ہُمۡ یَسۡتَغۡفِرُوۡنَ ﴿۱۸﴾

અને સહરી ના સમયે માફી માંગતા હતા.

19

وَ فِیۡۤ اَمۡوَالِہِمۡ حَقٌّ لِّلسَّآئِلِ وَ الۡمَحۡرُوۡمِ ﴿۱۹﴾

અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ બન્ને માટે ભાગ હતો.

20

وَ فِی الۡاَرۡضِ اٰیٰتٌ لِّلۡمُوۡقِنِیۡنَ ﴿ۙ۲۰﴾

અને મોમિનો માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે.

21

وَ فِیۡۤ اَنۡفُسِکُمۡ ؕ اَفَلَا تُبۡصِرُوۡنَ ﴿۲۱﴾

અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી?

22

وَ فِی السَّمَآءِ رِزۡقُکُمۡ وَ مَا تُوۡعَدُوۡنَ ﴿۲۲﴾

આકાશમાં તમારી રોજી છે, અને તે બધું પણ, જેનું વચન તમને આપવામાં આવે છે.

23

فَوَ رَبِّ السَّمَآءِ وَ الۡاَرۡضِ اِنَّہٗ لَحَقٌّ مِّثۡلَ مَاۤ اَنَّکُمۡ تَنۡطِقُوۡنَ ﴿٪۲۳﴾

આકાશ અને ધરતીના પાલનહારની કસમ! આ વાત એવી જ સાચી છે, જેવી કે તમારું વાત કરવું સત્ય છે.

24

ہَلۡ اَتٰىکَ حَدِیۡثُ ضَیۡفِ اِبۡرٰہِیۡمَ الۡمُکۡرَمِیۡنَ ﴿ۘ۲۴﴾

(હે નબી!) શું તમારી પાસે ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે?

25

اِذۡ دَخَلُوۡا عَلَیۡہِ فَقَالُوۡا سَلٰمًا ؕ قَالَ سَلٰمٌ ۚ قَوۡمٌ مُّنۡکَرُوۡنَ ﴿ۚ۲۵﴾

જ્યારે તેઓ ઇબ્રાહીમ પાસે આવ્યા, તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને વિચાર કર્યો કે) આ તો અજાણ્યા લોકો છે.

26

فَرَاغَ اِلٰۤی اَہۡلِہٖ فَجَآءَ بِعِجۡلٍ سَمِیۡنٍ ﴿ۙ۲۶﴾

પછી ચુપચાપ ઝડપથી પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક હષ્ટપુષ્ટ વાછરડું (નું માસ) લાવ્યા.

27

فَقَرَّبَہٗۤ اِلَیۡہِمۡ قَالَ اَلَا تَاۡکُلُوۡنَ ﴿۫۲۷﴾

અને તેને તેમની સામે મુકયું. અને કહ્યું તમે ખાતા કેમ નથી?

28

فَاَوۡجَسَ مِنۡہُمۡ خِیۡفَۃً ؕ قَالُوۡا لَا تَخَفۡ ؕ وَ بَشَّرُوۡہُ بِغُلٰمٍ عَلِیۡمٍ ﴿۲۸﴾

પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી.

29

فَاَقۡبَلَتِ امۡرَاَتُہٗ فِیۡ صَرَّۃٍ فَصَکَّتۡ وَجۡہَہَا وَ قَالَتۡ عَجُوۡزٌ عَقِیۡمٌ ﴿۲۹﴾

બસ! તેમની પત્નિ આગળ વધી અને આશ્ર્ચર્યમાં પોતાના મોઢાં ઉપર હાથ મારતા કહ્યું કે હું તો ઘરડી છું અને સાથે વાંઝણી પણ.

30

قَالُوۡا کَذٰلِکِ ۙ قَالَ رَبُّکِ ؕ اِنَّہٗ ہُوَ الۡحَکِیۡمُ الۡعَلِیۡمُ ﴿۳۰﴾

તેમણે કહ્યું હાં તારા પાલનહારે આવી જ રીતે કહ્યું છે. નિ:શંક તે હિકામ્તવાળો અને જાણવાવાળો છે.

31

قَالَ فَمَا خَطۡبُکُمۡ اَیُّہَا الۡمُرۡسَلُوۡنَ ﴿۳۱﴾

(હઝરત ઇબ્રાહીમે) તે ફરિશ્તાઓને પૂછ્યું કે કહ્યું કે અલ્લાહના મોકલેલા (ફરિશ્તાઓ)! તમારો શું હેતુ છે?

32

قَالُوۡۤا اِنَّاۤ اُرۡسِلۡنَاۤ اِلٰی قَوۡمٍ مُّجۡرِمِیۡنَ ﴿ۙ۳۲﴾

તેમણે જવાબ આપ્યો કે અમને એક દુરાચારી કોમ તરફ મોકલવામાં આવ્યા છે.

33

لِنُرۡسِلَ عَلَیۡہِمۡ حِجَارَۃً مِّنۡ طِیۡنٍ ﴿ۙ۳۳﴾

જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ.

34

مُّسَوَّمَۃً عِنۡدَ رَبِّکَ لِلۡمُسۡرِفِیۡنَ ﴿۳۴﴾

જે હદવટાવી નાખનારાઓની (નષ્ટતા માટે) તારા પાલનહાર તરફથી નિશાનવાળી છે,

35

فَاَخۡرَجۡنَا مَنۡ کَانَ فِیۡہَا مِنَ الۡمُؤۡمِنِیۡنَ ﴿ۚ۳۵﴾

બસ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા.

36

فَمَا وَجَدۡنَا فِیۡہَا غَیۡرَ بَیۡتٍ مِّنَ الۡمُسۡلِمِیۡنَ ﴿ۚ۳۶﴾

અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું.

37

وَ تَرَکۡنَا فِیۡہَاۤ اٰیَۃً لِّلَّذِیۡنَ یَخَافُوۡنَ الۡعَذَابَ الۡاَلِیۡمَ ﴿ؕ۳۷﴾

અને અમે ત્યાં તેમના માટે એક નિશાની છોડી. જે દુ:ખદાયી અઝાબથી ડરે છે.

38

وَ فِیۡ مُوۡسٰۤی اِذۡ اَرۡسَلۡنٰہُ اِلٰی فِرۡعَوۡنَ بِسُلۡطٰنٍ مُّبِیۡنٍ ﴿۳۸﴾

અને મૂસાના (કિસ્સા) માં (પણ અમારા તરફથી) એક નિશાની કે અમે તેને ફિરઓન તરફ સ્પષ્ટ મુઅજિઝા આપી મોકલ્યા.

39

فَتَوَلّٰی بِرُکۡنِہٖ وَ قَالَ سٰحِرٌ اَوۡ مَجۡنُوۡنٌ ﴿۳۹﴾

બસ! તેણે પોતાના સામર્થ્ય ઉપર મોંઢુ ફેરવ્યું અને કહેવા લાગ્યો આ જાદુગર છે અથવા તો પાગલ છે.

40

فَاَخَذۡنٰہُ وَ جُنُوۡدَہٗ فَنَبَذۡنٰہُمۡ فِی الۡیَمِّ وَ ہُوَ مُلِیۡمٌ ﴿ؕ۴۰﴾

છેવટે અમે તેને અને તેના લશ્કરને પકડી લીધા અને દરિયામાં નાખી દીધા અને તે હતો જ ઝાટકણીને લાયક.

41

وَ فِیۡ عَادٍ اِذۡ اَرۡسَلۡنَا عَلَیۡہِمُ الرِّیۡحَ الۡعَقِیۡمَ ﴿ۚ۴۱﴾

આવી જ રીતે આદનાં કિસ્સામાં (પણ અમારા તરફ થી એક નિશાની છે) જ્યારે અમે તેઓના પર ઉજ્જડ પવન મોકલ્યો.

42

مَا تَذَرُ مِنۡ شَیۡءٍ اَتَتۡ عَلَیۡہِ اِلَّا جَعَلَتۡہُ کَالرَّمِیۡمِ ﴿ؕ۴۲﴾

તે જે વસ્તુ પર પડતી તેને ખોખરા હાડકા જેવું (ચૂરે ચૂરા) કરી નાખતી હતી.

43

وَ فِیۡ ثَمُوۡدَ اِذۡ قِیۡلَ لَہُمۡ تَمَتَّعُوۡا حَتّٰی حِیۡنٍ ﴿۴۳﴾

અને ષમૂદ (ના કિસ્સા)માં પણ (ચેતવણી) છે, જ્યારે તેઓને કહેવામાં આવ્યુ કે તમે થોડાક દિવસો સુધી ફાયદો ઉઠાવી લો.

44

فَعَتَوۡا عَنۡ اَمۡرِ رَبِّہِمۡ فَاَخَذَتۡہُمُ الصّٰعِقَۃُ وَ ہُمۡ یَنۡظُرُوۡنَ ﴿۴۴﴾

પરંતુ (આ ચેતવણી આપ્યા છતાં) તેઓએ પોતાના પાલનહારના આદેશનો ભંગ કર્યો, જેથી તેઓના પર વીજળીનો અઝાબ આવી ગયો.

45

فَمَا اسۡتَطَاعُوۡا مِنۡ قِیَامٍ وَّ مَا کَانُوۡا مُنۡتَصِرِیۡنَ ﴿ۙ۴۵﴾

બસ! ન તો તેઓ ઉભા થઇ શક્યા અને ન તો તેઓ પોતાનો બચાવ કરી શક્યા.

46

وَ قَوۡمَ نُوۡحٍ مِّنۡ قَبۡلُ ؕ اِنَّہُمۡ کَانُوۡا قَوۡمًا فٰسِقِیۡنَ ﴿٪۴۶﴾

અને આ પહેલા નૂહની કોમને પણ (નષ્ટ કર્યા હતા), તેઓ પણ ઘણા જ અવજ્ઞાકારી લોકો હતા.

47

وَ السَّمَآءَ بَنَیۡنٰہَا بِاَیۡىدٍ وَّ اِنَّا لَمُوۡسِعُوۡنَ ﴿۴۷﴾

આકાશને અમે (પોતાના) હાથો વડે બનાવ્યું છે અને નિ:શંક અમે વિસ્તૃત કરવાવાળા છે.

48

وَ الۡاَرۡضَ فَرَشۡنٰہَا فَنِعۡمَ الۡمٰہِدُوۡنَ ﴿۴۸﴾

અને ધરતીને અમે પાથરણું બનાવી દીધી, અને અમે ખુબ જ સારી રીતે પાથરવાવાળા છે.

49

وَ مِنۡ کُلِّ شَیۡءٍ خَلَقۡنَا زَوۡجَیۡنِ لَعَلَّکُمۡ تَذَکَّرُوۡنَ ﴿۴۹﴾

અને દરેક વસ્તુને અમે જોડકામાં પેદા કરી છે. જેથી તમે (તેમનાથી) શિખામણ પ્રાપ્ત કરો.

50

فَفِرُّوۡۤا اِلَی اللّٰہِ ؕ اِنِّیۡ لَکُمۡ مِّنۡہُ نَذِیۡرٌ مُّبِیۡنٌ ﴿ۚ۵۰﴾

બસ! તમે અલ્લાહ તરફ દોડો ભાગો. નિ:શંક હું તમને તેના તરફથી ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું

51

وَ لَا تَجۡعَلُوۡا مَعَ اللّٰہِ اِلٰـہًا اٰخَرَ ؕ اِنِّیۡ لَکُمۡ مِّنۡہُ نَذِیۡرٌ مُّبِیۡنٌ ﴿ۚ۵۱﴾

અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ ઇલાહ ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું.

52

کَذٰلِکَ مَاۤ اَتَی الَّذِیۡنَ مِنۡ قَبۡلِہِمۡ مِّنۡ رَّسُوۡلٍ اِلَّا قَالُوۡا سَاحِرٌ اَوۡ مَجۡنُوۡنٌ ﴿ۚ۵۲﴾

આવી જ રીતે આ (મક્કાના કાફિરો) પહેલા જે પયગંબર આવ્યા, તેઓએ આ જ કહ્યું કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે.

53

اَتَوَاصَوۡا بِہٖ ۚ بَلۡ ہُمۡ قَوۡمٌ طَاغُوۡنَ ﴿ۚ۵۳﴾

શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે.

54

فَتَوَلَّ عَنۡہُمۡ فَمَاۤ اَنۡتَ بِمَلُوۡمٍ ﴿٭۫۵۴﴾

તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી.

55

وَّ ذَکِّرۡ فَاِنَّ الذِّکۡرٰی تَنۡفَعُ الۡمُؤۡمِنِیۡنَ ﴿۵۵﴾

અને શિખામણ આપતા રહો, નિ:શંક શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડે છે.

56

وَ مَا خَلَقۡتُ الۡجِنَّ وَ الۡاِنۡسَ اِلَّا لِیَعۡبُدُوۡنِ ﴿۵۶﴾

મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે.

57

مَاۤ اُرِیۡدُ مِنۡہُمۡ مِّنۡ رِّزۡقٍ وَّ مَاۤ اُرِیۡدُ اَنۡ یُّطۡعِمُوۡنِ ﴿۵۷﴾

ન હું તેમની પાસે રોજી નથી માંગતો અને ન તો મારી ઇચ્છા છે કે તે લોકો મને ખવડાવે.

58

اِنَّ اللّٰہَ ہُوَ الرَّزَّاقُ ذُو الۡقُوَّۃِ الۡمَتِیۡنُ ﴿۵۸﴾

અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડે છે, શક્તિમાન અને તાકાતવર છે.

59

فَاِنَّ لِلَّذِیۡنَ ظَلَمُوۡا ذَنُوۡبًا مِّثۡلَ ذَنُوۡبِ اَصۡحٰبِہِمۡ فَلَا یَسۡتَعۡجِلُوۡنِ ﴿۵۹﴾

બસ! જે લોકોએ જુલમ કર્યો છે, તેમની પણ એ જ દશા થશેમ જે દશા તેમના કરતા પહેલા સાથીઓની થઇ, એટલા માટે તે લોકો મારાથી (અઝાબ) માટે ઉતાવળ ન કરે.

60

فَوَیۡلٌ لِّلَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ یَّوۡمِہِمُ الَّذِیۡ یُوۡعَدُوۡنَ ﴿٪۶۰﴾

કુફ્ર કરનારાઓ માટે તે દિવસે નષ્ટતા હશે, જે દિવસથી તેમને ડરાવવામાં આવે છે.