Maryam
سورة مريم
قَالَ کَذٰلِکِ ۚ قَالَ رَبُّکِ ہُوَ عَلَیَّ ہَیِّنٌ ۚ وَ لِنَجۡعَلَہٗۤ اٰیَۃً لِّلنَّاسِ وَ رَحۡمَۃً مِّنَّا ۚ وَ کَانَ اَمۡرًا مَّقۡضِیًّا ﴿۲۱﴾
તેમણે કહ્યું, હાવાત તો આવી જ છે, પરંતુ તારા પાલનહારનું કહેવું છે કે આવું કરવું મારા માટે ખૂબ જ સરળ છે, (અને એટલા માટે પણ આવું થશે કે) અમે તો આને લોકો માટે એક નિશાની બનાવીશું. અને અમારી ખાસ કૃપા હશે, આ તો એક નક્કી થયેલી વાત છે.
فَکُلِیۡ وَ اشۡرَبِیۡ وَ قَرِّیۡ عَیۡنًا ۚ فَاِمَّا تَرَیِنَّ مِنَ الۡبَشَرِ اَحَدًا ۙ فَقُوۡلِیۡۤ اِنِّیۡ نَذَرۡتُ لِلرَّحۡمٰنِ صَوۡمًا فَلَنۡ اُکَلِّمَ الۡیَوۡمَ اِنۡسِیًّا ﴿ۚ۲۶﴾
હવે શાંતિ થી ખા અને પી અને આંખો ઠંડી રાખ, અને જો તને કોઈ વ્યક્તિ મળે, તો કહી દે જે કે મેં અલ્લાહ માટે રોઝો રાખવાની નઝર માની છે, હું આજે કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરું.
قَالَ اَرَاغِبٌ اَنۡتَ عَنۡ اٰلِہَتِیۡ یٰۤـاِبۡرٰہِیۡمُ ۚ لَئِنۡ لَّمۡ تَنۡتَہِ لَاَرۡجُمَنَّکَ وَ اہۡجُرۡنِیۡ مَلِیًّا ﴿۴۶﴾
પિતાએ જવાબ આપ્યો કે, હે ઇબ્રાહીમ! શું તું અમારા મઅબૂદોની અવગણના કરી રહ્યો છે? સાંભળ! જો તું (આ કામથી) છેટો ન રહ્યો તો હું તને પથ્થરો વડે મારી નાખીશ, (અને સારૂ એ રહેશે કે) તું જા એક લાંબા સમયગાળા સુધી મારાથી દૂર જતો રહે.
وَ اَعۡتَزِلُکُمۡ وَ مَا تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ وَ اَدۡعُوۡا رَبِّیۡ ۫ۖ عَسٰۤی اَلَّاۤ اَکُوۡنَ بِدُعَآءِ رَبِّیۡ شَقِیًّا ﴿۴۸﴾
હું તો તમને પણ અને જેમની પણ તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો તેમને પણ, સૌને છોડી રહ્યો છું, અને હું તો ફક્ત મારા પાલનહારને જ પોકારતો રહીશ, મને આશા છે કે હું મારા પાલનહાર સામે દુઆ માંગી, વંચિત નહીં રહું.
فَلَمَّا اعۡتَزَلَہُمۡ وَ مَا یَعۡبُدُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰہِ ۙ وَہَبۡنَا لَہٗۤ اِسۡحٰقَ وَ یَعۡقُوۡبَ ؕ وَ کُلًّا جَعَلۡنَا نَبِیًّا ﴿۴۹﴾
જ્યારે ઇબ્રાહીમ તે સૌને અને અલ્લાહ સિવાયના તેમના દરેક મઅબૂદોને છોડી જતા રહ્યા, તો અમે તેમને ઇસ્હાક આપ્યા અને (ત્યારબાદ) યાકૂબ પણ આપ્યા. અને બન્નેને પયગંબર બનાવ્યા હતા.
اُولٰٓئِکَ الَّذِیۡنَ اَنۡعَمَ اللّٰہُ عَلَیۡہِمۡ مِّنَ النَّبِیّٖنَ مِنۡ ذُرِّیَّۃِ اٰدَمَ ٭ وَ مِمَّنۡ حَمَلۡنَا مَعَ نُوۡحٍ ۫ وَّ مِنۡ ذُرِّیَّۃِ اِبۡرٰہِیۡمَ وَ اِسۡرَآءِیۡلَ ۫ وَ مِمَّنۡ ہَدَیۡنَا وَ اجۡتَبَیۡنَا ؕ اِذَا تُتۡلٰی عَلَیۡہِمۡ اٰیٰتُ الرَّحۡمٰنِ خَرُّوۡا سُجَّدًا وَّ بُکِیًّا ﴿ٛ۵۸﴾
આ તે પયગંબરો છે, જેમના પર અલ્લાહ તઆલાએ કૃપા કરી અને જેઓ આદમના સંતાન માંથી હતા અને તે લોકોના ખાનદાન માંથી છે, જેમને અમે નૂહની સાથે હોડીમાં સવાર કરી દીધા હતાં. અને ઇબ્રાહીમ અને ઇસ્રાઈલની સંતાન માંથી હતા અને તે લોકો માંથી હતા, જેમને અમે હિદાયત આપી હતી, અને અમારી નિકટતા આપી હતી, જ્યારે તેમની સામે અલ્લાહની આયતો પઢવામાં આવે છે, તો આ લોકો રડતા રડતા સિજદામાં પડી જાય છે.
وَ مَا نَتَنَزَّلُ اِلَّا بِاَمۡرِ رَبِّکَ ۚ لَہٗ مَا بَیۡنَ اَیۡدِیۡنَا وَ مَا خَلۡفَنَا وَ مَا بَیۡنَ ذٰلِکَ ۚ وَ مَا کَانَ رَبُّکَ نَسِیًّا ﴿ۚ۶۴﴾
અને (હે નબી!) (ફરિશ્તાઓ) તમારા પાલનહારના આદેશ વગર ઉતરી નથી શકતા, અમારી આગળ-પાછળ અને તેમની વચ્ચેની સંપૂર્ણ વસ્તુઓ તેની જ માલિકી હેઠળની છે. તમારો પાલનહાર ભૂલી જનાર નથી.
رَبُّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ وَ مَا بَیۡنَہُمَا فَاعۡبُدۡہُ وَ اصۡطَبِرۡ لِعِبَادَتِہٖ ؕ ہَلۡ تَعۡلَمُ لَہٗ سَمِیًّا ﴿٪۶۵﴾
આકાશો, ધરતી અને જે કંઇ પણ તે બન્ને વચ્ચે છે, સૌનો માલિક તે જ છે, તમે તેની જ બંદગી કરો અને તેની બંદગી પર અડગ રહો, શું તમારા જ્ઞાનમાં તેના જેવું બીજું નામ તથા તેના જેવો બીજો કોઈ છે?
وَ اِذَا تُتۡلٰی عَلَیۡہِمۡ اٰیٰتُنَا بَیِّنٰتٍ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا لِلَّذِیۡنَ اٰمَنُوۡۤا ۙ اَیُّ الۡفَرِیۡقَیۡنِ خَیۡرٌ مَّقَامًا وَّ اَحۡسَنُ نَدِیًّا ﴿۷۳﴾
અને જ્યારે તેમની સમક્ષ અમારી સ્પષ્ટ આયતોનું વર્ણન કરવામાં આવે છે તો કાફિર લોકો મુસલમાનોને કહે છે કે જણાવો, અમારા અને તમારા જૂથ માંથી કોણ પ્રતિષ્ઠિત છે અને કોની સભા ઉત્કૃષ્ટ છે?
قُلۡ مَنۡ کَانَ فِی الضَّلٰلَۃِ فَلۡیَمۡدُدۡ لَہُ الرَّحۡمٰنُ مَدًّا ۬ۚ حَتّٰۤی اِذَا رَاَوۡا مَا یُوۡعَدُوۡنَ اِمَّا الۡعَذَابَ وَ اِمَّا السَّاعَۃَ ؕ فَسَیَعۡلَمُوۡنَ مَنۡ ہُوَ شَرٌّ مَّکَانًا وَّ اَضۡعَفُ جُنۡدًا ﴿۷۵﴾
તમે તેમને કહી દો, જે વ્યક્તિ ગુમરાહીમાં પડેલો હોય તો અલ્લાહ તેને એક સમય સુધીની મહેતલ આપે છે, જેથી આ લોકો તે વસ્તુ જોઈ લે, જેનું વચન આ લોકોને આપવામાં આવ્યું છે, અર્થાત તે અલ્લાહનો અઝાબ પણ હોઈ શકે છે અથવા કયામતનો દિવસ પણ, તે સમયે તે લોકો જાણી લેશે કે કોનાં જૂથની સ્થિતિ ખરાબ છે અને કોનું જૂથ અશક્ત છે?