અલ-કુરઆન

96

Al-Alaq

سورة العلق


اِقۡرَاۡ بِاسۡمِ رَبِّکَ الَّذِیۡ خَلَقَ ۚ﴿۱﴾

પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને) પેદા કરી. કર્યુ.

خَلَقَ الۡاِنۡسَانَ مِنۡ عَلَقٍ ۚ﴿۲﴾

જેણે માનવીનું સર્જન જામી ગયેલા લોહીથી કર્યુ.

اِقۡرَاۡ وَ رَبُّکَ الۡاَکۡرَمُ ۙ﴿۳﴾

પઢો, તમારો પાલનહાર ખૂબ જ ઉદાર છે.

الَّذِیۡ عَلَّمَ بِالۡقَلَمِ ۙ﴿۴﴾

જેણે પેન વડે (જ્ઞાન) શીખવાડયું.

عَلَّمَ الۡاِنۡسَانَ مَا لَمۡ یَعۡلَمۡ ؕ﴿۵﴾

માનવીને તે કઈ શીખવાડયું, જે તે નહતો જાણતો .

کَلَّاۤ اِنَّ الۡاِنۡسَانَ لَیَطۡغٰۤی ۙ﴿۶﴾

ખરેખર માનવી તો વિદ્રોહી બની રહ્યો છે.

اَنۡ رَّاٰہُ اسۡتَغۡنٰی ﴿ؕ۷﴾

એટલા માટે કે તે પોતાને બેદરકાર (ખુશહાલ) સમજે છે.

اِنَّ اِلٰی رَبِّکَ الرُّجۡعٰی ؕ﴿۸﴾

ખરેખર (તમારે) પોતાના પાલનહાર તરફ પાછા ફરવાનું છે.

اَرَءَیۡتَ الَّذِیۡ یَنۡہٰی ۙ﴿۹﴾

શું તમે તે વ્યક્તિને જોયો, જે રોકે છે.

10

عَبۡدًا اِذَا صَلّٰی ﴿ؕ۱۰﴾

જ્યારે કે તે બંદો નમાઝ પઢતો હોય છે.

11

اَرَءَیۡتَ اِنۡ کَانَ عَلَی الۡہُدٰۤی ﴿ۙ۱۱﴾

થોડુંક વિચારો! જો તે બંદો હિદાયત પર હોય,

12

اَوۡ اَمَرَ بِالتَّقۡوٰی ﴿ؕ۱۲﴾

અથવા તો તક્વાનો આદેશ આપતો હોય. (તો શું તેને રોકવું ગુમરાહી નથી)?

13

اَرَءَیۡتَ اِنۡ کَذَّبَ وَ تَوَلّٰی ﴿ؕ۱۳﴾

અને થોડો વિચાર કરો (તે રોકનાર) જો તે સત્ય વાત જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય,

14

اَلَمۡ یَعۡلَمۡ بِاَنَّ اللّٰہَ یَرٰی ﴿ؕ۱۴﴾

તો શું તે નથી જાણતો કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે.

15

کَلَّا لَئِنۡ لَّمۡ یَنۡتَہِ ۬ۙ لَنَسۡفَعًۢا بِالنَّاصِیَۃِ ﴿ۙ۱۵﴾

કદાપિ નહી, જો તે આવું જ કરતો રહેશે, તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું.

16

نَاصِیَۃٍ کَاذِبَۃٍ خَاطِئَۃٍ ﴿ۚ۱۶﴾

એવુ કપાળ, જે જુઠ્ઠુ પાપી છે.

17

فَلۡیَدۡعُ نَادِیَہٗ ﴿ۙ۱۷﴾

હવે તે પોતાના મજલીસ વાળાઓને બોલાવી લે.

18

سَنَدۡعُ الزَّبَانِیَۃَ ﴿ۙ۱۸﴾

અમે પણ (અઝાબના) ફરિશ્તાઓને બોલાવી લઇશું.

19

کَلَّا ؕ لَا تُطِعۡہُ وَ اسۡجُدۡ وَ اقۡتَرِبۡ ﴿٪ٛ۱۹﴾

ક્યારેય નહી,! તેની વાત કદાપિ ન માનશો. અને સિજદો કરી (પોતાના પાલનહારની) નિકટતા પ્રાપ્ત કરો.