અલ-કુરઆન

111

Al-Masadd

سورة المسد


تَبَّتۡ یَدَاۤ اَبِیۡ لَہَبٍ وَّ تَبَّ ؕ﴿۱﴾

અબૂ લહબના બન્ને હાથ બરબાદ થઇ જાય, અને તે (પોતે) પણ બરબાદ થઇ જાય.

مَاۤ اَغۡنٰی عَنۡہُ مَالُہٗ وَ مَا کَسَبَ ؕ﴿۲﴾

ન તો તેનું ધન તેના માટે કઈ કામ આવ્યું અને ન તો તેની કમાણી.

سَیَصۡلٰی نَارًا ذَاتَ لَہَبٍ ۚ﴿ۖ۳﴾

તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે.

وَّ امۡرَاَتُہٗ ؕ حَمَّالَۃَ الۡحَطَبِ ۚ﴿۴﴾

અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે,

فِیۡ جِیۡدِہَا حَبۡلٌ مِّنۡ مَّسَدٍ ٪﴿۵﴾

તેના ગળામાં કાથીનું દોરડું હશે.