At-Taghabun
سورة التغابن
ذٰلِکَ بِاَنَّہٗ کَانَتۡ تَّاۡتِیۡہِمۡ رُسُلُہُمۡ بِالۡبَیِّنٰتِ فَقَالُوۡۤا اَبَشَرٌ یَّہۡدُوۡنَنَا ۫ فَکَفَرُوۡا وَ تَوَلَّوۡا وَّ اسۡتَغۡنَی اللّٰہُ ؕ وَ اللّٰہُ غَنِیٌّ حَمِیۡدٌ ﴿۶﴾
આ એટલા માટે થયું કે તેમની પાસે જ્યારે તેમના પયગંબર સ્પષ્ટ પૂરાવા લઇને આવ્યા તો તેઓએ કહેવા લાગ્યા કે શું (અમારા જેવો) માનવી અમને માર્ગદર્શન આપશે? તે લોકોએ ઇન્કાર કરી દીધો અને મોઢું ફેરવી લીધું અને અલ્લાહ પણ (તેમનાથી) બેપરવા થઇ ગયો અને અલ્લાહ તો બેનિયાઝ, અને વખાણને લાયક છે.
زَعَمَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اَنۡ لَّنۡ یُّبۡعَثُوۡا ؕ قُلۡ بَلٰی وَ رَبِّیۡ لَتُبۡعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلۡتُمۡ ؕ وَ ذٰلِکَ عَلَی اللّٰہِ یَسِیۡرٌ ﴿۷﴾
(આખિરતનો) ઇન્કાર કરવાવાળાઓએ એવું વિચારી લીધુ છે કે તેઓ ફરી વાર જીવિત કરવામાં નહીં આવે, તમે ટીમને કહીં દો કે કેમ નહીં? અલ્લાહની કસમ! તમે ચોક્કસ ફરીવાર જીવિત કરવામાં આવશો. પછી જે કંઇ પણ તમે કરતા રહ્યા, તેની ખબર (તમને) આપવામાં આવશે અને અલ્લાહ માટે આ ઘણું સરળ છે.
یَوۡمَ یَجۡمَعُکُمۡ لِیَوۡمِ الۡجَمۡعِ ذٰلِکَ یَوۡمُ التَّغَابُنِ ؕ وَ مَنۡ یُّؤۡمِنۡۢ بِاللّٰہِ وَ یَعۡمَلۡ صَالِحًا یُّکَفِّرۡ عَنۡہُ سَیِّاٰتِہٖ وَ یُدۡخِلۡہُ جَنّٰتٍ تَجۡرِیۡ مِنۡ تَحۡتِہَا الۡاَنۡہٰرُ خٰلِدِیۡنَ فِیۡہَاۤ اَبَدًا ؕ ذٰلِکَ الۡفَوۡزُ الۡعَظِیۡمُ ﴿۹﴾
તે ભેગા થવાના દિવસે તમને સૌને ભેગા કરશે, તે જ હાર-જીતનો દિવસ હશે, અને જે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લાવી સદકાર્યો કરશે અલ્લાહ તેનાથી તેની બુરાઇઓ દૂર કરી દેશે. અને તેને એવી જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે, આ જ ભવ્ય સફળતા છે.
یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِنَّ مِنۡ اَزۡوَاجِکُمۡ وَ اَوۡلَادِکُمۡ عَدُوًّا لَّکُمۡ فَاحۡذَرُوۡہُمۡ ۚ وَ اِنۡ تَعۡفُوۡا وَ تَصۡفَحُوۡا وَ تَغۡفِرُوۡا فَاِنَّ اللّٰہَ غَفُوۡرٌ رَّحِیۡمٌ ﴿۱۴﴾
હે ઇમાનવાળાઓ! તમારી પત્નીઓ અને સંતાનો માંથી કેટલાક તમારા શત્રુ છે બસ! તમે તેમનાથી સાવધાન રહેજો અને જો તમે તેમને માફ કરશો અથવા દરગુજર કરશો અને ક્ષમા કરી દેશો, તો અલ્લાહ તઆલા ખરેખર માફ કરવાવાળો, દયાળુ છે.
فَاتَّقُوا اللّٰہَ مَا اسۡتَطَعۡتُمۡ وَ اسۡمَعُوۡا وَ اَطِیۡعُوۡا وَ اَنۡفِقُوۡا خَیۡرًا لِّاَنۡفُسِکُمۡ ؕ وَ مَنۡ یُّوۡقَ شُحَّ نَفۡسِہٖ فَاُولٰٓئِکَ ہُمُ الۡمُفۡلِحُوۡنَ ﴿۱۶﴾
બસ! જ્યાં સુધી તમારાથી થઇ શકે અલ્લાહથી ડરતા રહો અને સાંભળો અને આજ્ઞાનું પાલન કરો અને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરતા રહો જે તમારા માટે ઉત્તમ છે અને જે વ્યક્તિ પોતાના મનની લાલચથી બચાવી લેવામાં આવ્યો તો આવા લોકો જ સફળ છે.