سورة الهمزة
وَیۡلٌ لِّکُلِّ ہُمَزَۃٍ لُّمَزَۃِۣ ۙ﴿۱﴾
દરેક મેણા-ટોણા મારનાર તેમજ નિંદા કરનાર માટે વિનાશ છે.
الَّذِیۡ جَمَعَ مَالًا وَّ عَدَّدَہٗ ۙ﴿۲﴾
જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું.
یَحۡسَبُ اَنَّ مَالَہٗۤ اَخۡلَدَہٗ ۚ﴿۳﴾
તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.
کَلَّا لَیُنۡۢبَذَنَّ فِی الۡحُطَمَۃِ ۫﴿ۖ۴﴾
કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.
وَ مَاۤ اَدۡرٰىکَ مَا الۡحُطَمَۃُ ؕ﴿۵﴾
અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે?
نَارُ اللّٰہِ الۡمُوۡقَدَۃُ ۙ﴿۶﴾
અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.
الَّتِیۡ تَطَّلِعُ عَلَی الۡاَفۡـِٕدَۃِ ؕ﴿۷﴾
જે હૃદયો પર ચઢતી જશે.
اِنَّہَا عَلَیۡہِمۡ مُّؤۡصَدَۃٌ ۙ﴿۸﴾
તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.
فِیۡ عَمَدٍ مُّمَدَّدَۃٍ ٪﴿۹﴾
મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે)
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો