અલ-કુરઆન

88

Al-Ghashiya

سورة الغاشية


ہَلۡ اَتٰىکَ حَدِیۡثُ الۡغَاشِیَۃِ ؕ﴿۱﴾

શું તમારી પાસે છવાઈ જનારી (કયામત) ની વાત પહોંચી?

وُجُوۡہٌ یَّوۡمَئِذٍ خَاشِعَۃٌ ۙ﴿۲﴾

તે દિવસે કેટલાક ચહેરા ભયભીત હશે.

عَامِلَۃٌ نَّاصِبَۃٌ ۙ﴿۳﴾

(અને) પરિશ્રમ કરનારા થાકેલા હશે.

تَصۡلٰی نَارًا حَامِیَۃً ۙ﴿۴﴾

તેઓ ભડકતી આગમાં જશે.

تُسۡقٰی مِنۡ عَیۡنٍ اٰنِیَۃٍ ؕ﴿۵﴾

અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે.

لَیۡسَ لَہُمۡ طَعَامٌ اِلَّا مِنۡ ضَرِیۡعٍ ۙ﴿۶﴾

તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ભોજન નહીં હોય.

لَّا یُسۡمِنُ وَ لَا یُغۡنِیۡ مِنۡ جُوۡعٍ ؕ﴿۷﴾

જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે.

وُجُوۡہٌ یَّوۡمَئِذٍ نَّاعِمَۃٌ ۙ﴿۸﴾

અને કેટલાક ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે.

لِّسَعۡیِہَا رَاضِیَۃٌ ۙ﴿۹﴾

પોતાના પ્રયત્નોથી ખુશ હશે.

10

فِیۡ جَنَّۃٍ عَالِیَۃٍ ﴿ۙ۱۰﴾

ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે.

11

لَّا تَسۡمَعُ فِیۡہَا لَاغِیَۃً ﴿ؕ۱۱﴾

તેમાં કોઇ બકવાસ વાત નહી સાંભળે.

12

فِیۡہَا عَیۡنٌ جَارِیَۃٌ ﴿ۘ۱۲﴾

તેમાં એક વહેતુ ઝરણું હશે.

13

فِیۡہَا سُرُرٌ مَّرۡفُوۡعَۃٌ ﴿ۙ۱۳﴾

(અને) તેમાં ઊંચા-ઊંચા આસન હશે.

14

وَّ اَکۡوَابٌ مَّوۡضُوۡعَۃٌ ﴿ۙ۱۴﴾

તેમાં સામે મુકેલા પ્યાલા (હશે).

15

وَّ نَمَارِقُ مَصۡفُوۡفَۃٌ ﴿ۙ۱۵﴾

અને એક કતારમાં મુકેલા તકીયા હશે.

16

وَّ زَرَابِیُّ مَبۡثُوۡثَۃٌ ﴿ؕ۱۶﴾

અને મખમલી જાજમો ફેલાયેલી હશે.

17

اَفَلَا یَنۡظُرُوۡنَ اِلَی الۡاِبِلِ کَیۡفَ خُلِقَتۡ ﴿ٝ۱۷﴾

શું તેઓ ઊંટ તરફ જોતા નથી કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યુ છે?

18

وَ اِلَی السَّمَآءِ کَیۡفَ رُفِعَتۡ ﴿ٝ۱۸﴾

અને આકાશ તરફ, કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે?

19

وَ اِلَی الۡجِبَالِ کَیۡفَ نُصِبَتۡ ﴿ٝ۱۹﴾

અને પર્વતો તરફ, કે કઇ રીતે ઠોસી દેવામાં આવ્યા છે?

20

وَ اِلَی الۡاَرۡضِ کَیۡفَ سُطِحَتۡ ﴿ٝ۲۰﴾

અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે?

21

فَذَکِّرۡ ۟ؕ اِنَّمَاۤ اَنۡتَ مُذَکِّرٌ ﴿ؕ۲۱﴾

બસ તમે નસીહત કરતા રહો. (કારણકે) તમે તો ફક્ત નસીહત કરનાર છો.

22

لَسۡتَ عَلَیۡہِمۡ بِمُصَۜیۡطِرٍ ﴿ۙ۲۲﴾

તમે તેમના ઉપર રખેવાળ નથી.

23

اِلَّا مَنۡ تَوَلّٰی وَ کَفَرَ ﴿ۙ۲۳﴾

હા! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને કુફ્ર કરશે.

24

فَیُعَذِّبُہُ اللّٰہُ الۡعَذَابَ الۡاَکۡبَرَ ﴿ؕ۲۴﴾

તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે.

25

اِنَّ اِلَیۡنَاۤ اِیَابَہُمۡ ﴿ۙ۲۵﴾

ખરેખર અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે.

26

ثُمَّ اِنَّ عَلَیۡنَا حِسَابَہُمۡ ﴿٪۲۶﴾

અને ખરેખર તેમનો હિસાબ અમારા શિરે છે.