અલ-કુરઆન

68

Al-Qalam

سورة القلم


نٓ وَ الۡقَلَمِ وَ مَا یَسۡطُرُوۡنَ ۙ﴿۱﴾

નૂન,[1] કસમ છે કલમની અને તેની, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે.

مَاۤ اَنۡتَ بِنِعۡمَۃِ رَبِّکَ بِمَجۡنُوۡنٍ ۚ﴿۲﴾

તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી.

وَ اِنَّ لَکَ لَاَجۡرًا غَیۡرَ مَمۡنُوۡنٍ ۚ﴿۳﴾

અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે.

وَ اِنَّکَ لَعَلٰی خُلُقٍ عَظِیۡمٍ ﴿۴﴾

અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો.

فَسَتُبۡصِرُ وَ یُبۡصِرُوۡنَ ۙ﴿۵﴾

બસ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે.

بِاَىیِّکُمُ الۡمَفۡتُوۡنُ ﴿۶﴾

કે તમારામાં થી કોણ પાગલપણામાં સપડાયેલો છે.

اِنَّ رَبَّکَ ہُوَ اَعۡلَمُ بِمَنۡ ضَلَّ عَنۡ سَبِیۡلِہٖ ۪ وَ ہُوَ اَعۡلَمُ بِالۡمُہۡتَدِیۡنَ ﴿۷﴾

નિ:શંક તમારો પાલનહાર ખૂબ જાણે છે કે કોણ તેના માર્ગથી ભટકેલા છે અને કોણ સત્ય માર્ગ પર છે.

فَلَا تُطِعِ الۡمُکَذِّبِیۡنَ ﴿۸﴾

બસ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો.

وَدُّوۡا لَوۡ تُدۡہِنُ فَیُدۡہِنُوۡنَ ﴿۹﴾

તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય.

10

وَ لَا تُطِعۡ کُلَّ حَلَّافٍ مَّہِیۡنٍ ﴿ۙ۱۰﴾

અને તમે કોઇ એવા વ્યક્તિનું પણ કહેવું ન માનશો જે વધારે કસમો ખાઈ છે.

11

ہَمَّازٍ مَّشَّآءٍۭ بِنَمِیۡمٍ ﴿ۙ۱۱﴾

જે નીચ, મહેણાંટોણા મારનાર અને ચાડી ખાનાર છે.

12

مَّنَّاعٍ لِّلۡخَیۡرِ مُعۡتَدٍ اَثِیۡمٍ ﴿ۙ۱۲﴾

ભલાઇથી રોકવાવાળો, અતિરેક કરનાર, પાપી છે.

13

عُتُلٍّۭ بَعۡدَ ذٰلِکَ زَنِیۡمٍ ﴿ۙ۱۳﴾

અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે.

14

اَنۡ کَانَ ذَا مَالٍ وَّ بَنِیۡنَ ﴿ؕ۱۴﴾

તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે.

15

اِذَا تُتۡلٰی عَلَیۡہِ اٰیٰتُنَا قَالَ اَسَاطِیۡرُ الۡاَوَّلِیۡنَ ﴿۱۵﴾

જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો પહેલાના લોકોની કથા છે.

16

سَنَسِمُہٗ عَلَی الۡخُرۡطُوۡمِ ﴿۱۶﴾

અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું.

17

اِنَّا بَلَوۡنٰہُمۡ کَمَا بَلَوۡنَاۤ اَصۡحٰبَ الۡجَنَّۃِ ۚ اِذۡ اَقۡسَمُوۡا لَیَصۡرِمُنَّہَا مُصۡبِحِیۡنَ ﴿ۙ۱۷﴾

નિ:શંક અમે તેમની એવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે કસમ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું.

18

وَ لَا یَسۡتَثۡنُوۡنَ ﴿۱۸﴾

અને કોઈ (ફળ) બાકી નહીં રાખીએ.

19

فَطَافَ عَلَیۡہَا طَآئِفٌ مِّنۡ رَّبِّکَ وَ ہُمۡ نَآئِمُوۡنَ ﴿۱۹﴾

પછી તમારા પાલનહાર તરફથી એક આફત તે બગીચા પર આવી ગઈ જ્યારે કે હજુ તે લોકો સૂઈ રહ્યા હતા.

20

فَاَصۡبَحَتۡ کَالصَّرِیۡمِ ﴿ۙ۲۰﴾

બસ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે કપાયેલી ખેતી.

21

فَتَنَادَوۡا مُصۡبِحِیۡنَ ﴿ۙ۲۱﴾

હવે સવાર થતા જ તેઓ એકબીજાને પોકારવા લાગ્યા.

22

اَنِ اغۡدُوۡا عَلٰی حَرۡثِکُمۡ اِنۡ کُنۡتُمۡ صٰرِمِیۡنَ ﴿۲۲﴾

કે અગર તમારે ફળ તોડવા હોય તો વહેલી પરોઢમાં પોતાની ખેતી તરફ ચાલી નીકળો.

23

فَانۡطَلَقُوۡا وَ ہُمۡ یَتَخَافَتُوۡنَ ﴿ۙ۲۳﴾

ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા.

24

اَنۡ لَّا یَدۡخُلَنَّہَا الۡیَوۡمَ عَلَیۡکُمۡ مِّسۡکِیۡنٌ ﴿ۙ۲۴﴾

કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે.

25

وَّ غَدَوۡا عَلٰی حَرۡدٍ قٰدِرِیۡنَ ﴿۲۵﴾

અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે (ફળ તોડવા માટે) સમર્થ છીએ.

26

فَلَمَّا رَاَوۡہَا قَالُوۡۤا اِنَّا لَضَآلُّوۡنَ ﴿ۙ۲۶﴾

જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા છે.

27

بَلۡ نَحۡنُ مَحۡرُوۡمُوۡنَ ﴿۲۷﴾

ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ.

28

قَالَ اَوۡسَطُہُمۡ اَلَمۡ اَقُلۡ لَّکُمۡ لَوۡ لَا تُسَبِّحُوۡنَ ﴿۲۸﴾

તે લોકોમાં, જે વચલો હતો તેણે કહ્યુ કે હું તમને નહતો કહેતો કે તમે અલ્લાહની પવિત્રતાનું વર્ણન કેમ નથી કરતા?

29

قَالُوۡا سُبۡحٰنَ رَبِّنَاۤ اِنَّا کُنَّا ظٰلِمِیۡنَ ﴿۲۹﴾

તેઓ કહેવા લાગ્યા, આપણો પાલનહાર પવિત્ર છે, નિ:શંક આપણે જ જાલિમ હતા.

30

فَاَقۡبَلَ بَعۡضُہُمۡ عَلٰی بَعۡضٍ یَّتَلَاوَمُوۡنَ ﴿۳۰﴾

ફરી તેઓ એક-બીજા તરફ ફરીને એક-બીજાને ઠપકો આપવા લાગ્યા.

31

قَالُوۡا یٰوَیۡلَنَاۤ اِنَّا کُنَّا طٰغِیۡنَ ﴿۳۱﴾

કહેવા લાગ્યા ખૂબ અફસોસ! ખરેખર અમે જ વિદ્રોહી હતા.

32

عَسٰی رَبُّنَاۤ اَنۡ یُّبۡدِلَنَا خَیۡرًا مِّنۡہَاۤ اِنَّاۤ اِلٰی رَبِّنَا رٰغِبُوۡنَ ﴿۳۲﴾

આશા છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ.

33

کَذٰلِکَ الۡعَذَابُ ؕ وَ لَعَذَابُ الۡاٰخِرَۃِ اَکۡبَرُ ۘ لَوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ ﴿٪۳۳﴾

આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરતનનો અઝાબ તો આના કરતા મોટો હશે, કાશ તે લોકો જાણતા હોત.

34

اِنَّ لِلۡمُتَّقِیۡنَ عِنۡدَ رَبِّہِمۡ جَنّٰتِ النَّعِیۡمِ ﴿۳۴﴾

ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે.

35

اَفَنَجۡعَلُ الۡمُسۡلِمِیۡنَ کَالۡمُجۡرِمِیۡنَ ﴿ؕ۳۵﴾

શું અમે મુસલમાનો પાપીઓ જેવા કરી દઇશું .

36

مَا لَکُمۡ ٝ کَیۡفَ تَحۡکُمُوۡنَ ﴿ۚ۳۶﴾

તમને શું થઇ ગયુ છે, કેવા નિર્ણયો કરો છો?

37

اَمۡ لَکُمۡ کِتٰبٌ فِیۡہِ تَدۡرُسُوۡنَ ﴿ۙ۳۷﴾

શું તમારી પાસે કોઇ કિતાબ છે, જે તમે પઢતા હોય?

38

اِنَّ لَکُمۡ فِیۡہِ لَمَا تَخَیَّرُوۡنَ ﴿ۚ۳۸﴾

કે તેમાં તમારી મનચાહી વાતો હોય?

39

اَمۡ لَکُمۡ اَیۡمَانٌ عَلَیۡنَا بَالِغَۃٌ اِلٰی یَوۡمِ الۡقِیٰمَۃِ ۙ اِنَّ لَکُمۡ لَمَا تَحۡکُمُوۡنَ ﴿ۚ۳۹﴾

અથવા તો અમારા શિરે તમારી કેટલીક કસમો છે? જે કયામત સૂધી બાકી રહે, કે તમારા માટે તે બધુ જ છે, જે તમે પોતાની તરફથી નક્કી કરી લો.

40

سَلۡہُمۡ اَیُّہُمۡ بِذٰلِکَ زَعِیۡمٌ ﴿ۚۛ۴۰﴾

(હે પયગંબર) તમે તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે?

41

اَمۡ لَہُمۡ شُرَکَآءُ ۚۛ فَلۡیَاۡتُوۡا بِشُرَکَآئِہِمۡ اِنۡ کَانُوۡا صٰدِقِیۡنَ ﴿۴۱﴾

શું તેમના કોઇ ભાગીદાર છે? જો તે સાચા હોય તો પોત પોતાના ભાગીદારો લઇને આવે.

42

یَوۡمَ یُکۡشَفُ عَنۡ سَاقٍ وَّ یُدۡعَوۡنَ اِلَی السُّجُوۡدِ فَلَا یَسۡتَطِیۡعُوۡنَ ﴿ۙ۴۲﴾

જે દિવસે પિંડલી (ઢીચણ નો નીચલો ભાગ) ખોલી નાખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલવવામાં આવશે. તો (સિજદો) નહી કરી શકે.

43

خَاشِعَۃً اَبۡصَارُہُمۡ تَرۡہَقُہُمۡ ذِلَّۃٌ ؕ وَ قَدۡ کَانُوۡا یُدۡعَوۡنَ اِلَی السُّجُوۡدِ وَ ہُمۡ سٰلِمُوۡنَ ﴿۴۳﴾

નજરો નીચી હશે અને તેમના પર અપમાન છવાઇ રહ્યુ હશે. તેઓ (દુનિયામાં) સિજદા કરવા માટે બોલાવવામાં આવતા હતા જ્યારે કે તંદુરસ્ત હતા.

44

فَذَرۡنِیۡ وَ مَنۡ یُّکَذِّبُ بِہٰذَا الۡحَدِیۡثِ ؕ سَنَسۡتَدۡرِجُہُمۡ مِّنۡ حَیۡثُ لَا یَعۡلَمُوۡنَ ﴿ۙ۴۴﴾

બસ! મને અને આ કલામને જુઠલાવનારાઓને છોડી દો, અમે તેમને આમ ધીરે ધીરે ખેંચીશું કે તેમને ખબર પણ નહીં પડે.

45

وَ اُمۡلِیۡ لَہُمۡ ؕ اِنَّ کَیۡدِیۡ مَتِیۡنٌ ﴿۴۵﴾

અને હું તેમને ઢીલ આપીશ, નિ:શંક મારી યોજના સખત સચોટ છે.

46

اَمۡ تَسۡـَٔلُہُمۡ اَجۡرًا فَہُمۡ مِّنۡ مَّغۡرَمٍ مُّثۡقَلُوۡنَ ﴿ۚ۴۶﴾

શું તમે તેમનાથી કોઇ વળતર ઇચ્છો છો, જેના દંડના બોજ હેઠળ દબાઇ રહ્યા હોય.

47

اَمۡ عِنۡدَہُمُ الۡغَیۡبُ فَہُمۡ یَکۡتُبُوۡنَ ﴿۴۷﴾

અથવા તો તેમની પાસે ગૈબનું ઇલ્મ છે, જેને તેઓ લખી રહ્યા હોય.

48

فَاصۡبِرۡ لِحُکۡمِ رَبِّکَ وَ لَا تَکُنۡ کَصَاحِبِ الۡحُوۡتِ ۘ اِذۡ نَادٰی وَ ہُوَ مَکۡظُوۡمٌ ﴿ؕ۴۸﴾

બસ! તમે પોતાના પાલનહારનો આદેશ આવતા સુધી ધીરજ રાખો અને માછલીવાળા (યૂનુસ) જેવા ન થઇ જાવ, જ્યારે તેમણે અમને દુઃખના સમયે પોકાર્યા.

49

لَوۡ لَاۤ اَنۡ تَدٰرَکَہٗ نِعۡمَۃٌ مِّنۡ رَّبِّہٖ لَنُبِذَ بِالۡعَرَآءِ وَ ہُوَ مَذۡمُوۡمٌ ﴿۴۹﴾

અગર તેમના પાલનહારની મદદ ન આવી હોત તો નિ:શંક તે તેઓ ખરાબ પરિસ્થિતિમાં સપાટ મેદાન પર નાખી દેવામાં આવતા.

50

فَاجۡتَبٰہُ رَبُّہٗ فَجَعَلَہٗ مِنَ الصّٰلِحِیۡنَ ﴿۵۰﴾

તેમના પાલનહારે ફરી પસંદ કરી લીધા અને તેમને સદાચારી લોકોમાં કરી દીધા.

51

وَ اِنۡ یَّکَادُ الَّذِیۡنَ کَفَرُوۡا لَیُزۡلِقُوۡنَکَ بِاَبۡصَارِہِمۡ لَمَّا سَمِعُوا الذِّکۡرَ وَ یَقُوۡلُوۡنَ اِنَّہٗ لَمَجۡنُوۡنٌ ﴿ۘ۵۱﴾

અને કાફિરો જ્યારે કુરઆન સાભળે છે તો તમારી સામે એવે રીતે જુવે છે કે તેઓ તમને ડગમગાવી દેશે, અને કહે છે કે આ તો એક પાગલ છે.

52

وَ مَا ہُوَ اِلَّا ذِکۡرٌ لِّلۡعٰلَمِیۡنَ ﴿٪۵۲﴾

ખરેખર આ (કુરઆન) તો સમગ્ર માનવજાતિ માટે શિખામણ છે.