سورة المرسلات
وَ الۡمُرۡسَلٰتِ عُرۡفًا ۙ﴿۱﴾
તે હવાઓની કસમ! જે ધીમી ધીમે ચાલે છે.
فَالۡعٰصِفٰتِ عَصۡفًا ۙ﴿۲﴾
પછી તીવ્ર હવાઓની કસમ!
وَّ النّٰشِرٰتِ نَشۡرًا ۙ﴿۳﴾
પછી ઉકસાવીને વેરવિખેર કરનારા (વાદળોની) કસમ!.
فَالۡفٰرِقٰتِ فَرۡقًا ۙ﴿۴﴾
પછી સત્ય અને અસત્યને અલગ કરી દેનાર (ફરિશ્તાઓ)ની કસમ!
فَالۡمُلۡقِیٰتِ ذِکۡرًا ۙ﴿۵﴾
અને વહી લાવનારા ફરિશ્તાઓની કસમ!
عُذۡرًا اَوۡ نُذۡرًا ۙ﴿۶﴾
જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે.
اِنَّمَا تُوۡعَدُوۡنَ لَوَاقِعٌ ؕ﴿۷﴾
જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે, તે નિ:શંક તે થઇને જ રહેશે.
فَاِذَا النُّجُوۡمُ طُمِسَتۡ ۙ﴿۸﴾
જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે.
وَ اِذَا السَّمَآءُ فُرِجَتۡ ۙ﴿۹﴾
અને જ્યારે આકાશ ફોડી નાખવામાં આવશે.
وَ اِذَا الۡجِبَالُ نُسِفَتۡ ﴿ۙ۱۰﴾
અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે.
وَ اِذَا الرُّسُلُ اُقِّتَتۡ ﴿ؕ۱۱﴾
અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે.
لِاَیِّ یَوۡمٍ اُجِّلَتۡ ﴿ؕ۱۲﴾
કેવા દિવસ માટે (આ બાબતમાં) વિલંબ કરવામાં આવ્યો.
لِیَوۡمِ الۡفَصۡلِ ﴿ۚ۱۳﴾
નિર્ણયના દિવસ માટે
وَ مَاۤ اَدۡرٰىکَ مَا یَوۡمُ الۡفَصۡلِ ﴿ؕ۱۴﴾
અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે?
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۱۵﴾
તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.
اَلَمۡ نُہۡلِکِ الۡاَوَّلِیۡنَ ﴿ؕ۱۶﴾
શું અમે પહેલાના લોકોને નષ્ટ નથી કર્યા?
ثُمَّ نُتۡبِعُہُمُ الۡاٰخِرِیۡنَ ﴿۱۷﴾
ફરી અમે તેમના પછી બીજાને મોકલતા રહીએ છીએ.
کَذٰلِکَ نَفۡعَلُ بِالۡمُجۡرِمِیۡنَ ﴿۱۸﴾
અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ.
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۱۹﴾
اَلَمۡ نَخۡلُقۡکُّمۡ مِّنۡ مَّآءٍ مَّہِیۡنٍ ﴿ۙ۲۰﴾
શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા?
فَجَعَلۡنٰہُ فِیۡ قَرَارٍ مَّکِیۡنٍ ﴿ۙ۲۱﴾
પછી અમે તેને એક સુરક્ષીત જગ્યાએ રાખ્યું.
اِلٰی قَدَرٍ مَّعۡلُوۡمٍ ﴿ۙ۲۲﴾
એક નક્કી કરેલ સમય સુધી.
فَقَدَرۡنَا ٭ۖ فَنِعۡمَ الۡقٰدِرُوۡنَ ﴿۲۳﴾
પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે.
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۲۴﴾
اَلَمۡ نَجۡعَلِ الۡاَرۡضَ کِفَاتًا ﴿ۙ۲۵﴾
શું અમે ધરતીને સમેટવાવાળી ન બનાવી?
اَحۡیَآءً وَّ اَمۡوَاتًا ﴿ۙ۲۶﴾
જીવિત લોકોને પણ અને મૃતકોને પણ.
وَّ جَعَلۡنَا فِیۡہَا رَوَاسِیَ شٰمِخٰتٍ وَّ اَسۡقَیۡنٰکُمۡ مَّآءً فُرَاتًا ﴿ؕ۲۷﴾
અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું.
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۲۸﴾
اِنۡطَلِقُوۡۤا اِلٰی مَا کُنۡتُمۡ بِہٖ تُکَذِّبُوۡنَ ﴿ۚ۲۹﴾
ચાલો! તે જ જહન્નમ તરફ, જેને તમે જુઠલાવતા રહ્યા.
اِنۡطَلِقُوۡۤا اِلٰی ظِلٍّ ذِیۡ ثَلٰثِ شُعَبٍ ﴿ۙ۳۰﴾
ચાલો! તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ.
لَّا ظَلِیۡلٍ وَّ لَا یُغۡنِیۡ مِنَ اللَّہَبِ ﴿ؕ۳۱﴾
જે ન તો તે છાયડો ઠંડો હશે અને ન તો લૂ થી બચાવશે.
اِنَّہَا تَرۡمِیۡ بِشَرَرٍ کَالۡقَصۡرِ ﴿ۚ۳۲﴾
તે એટલા મોટા મોટા આગના ગોળા ફેંકશે, જે મહેલ જેવા હશે.
کَاَنَّہٗ جِمٰلَتٌ صُفۡرٌ ﴿ؕ۳۳﴾
(ઉછળવાનાં કારણે એવા લાગશે) કે જેવું કે તે પીળા ઊંટો છે.
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۳۴﴾
ہٰذَا یَوۡمُ لَا یَنۡطِقُوۡنَ ﴿ۙ۳۵﴾
આજ (નો દિવસ) એવો હશે કે તેઓ કઈ પણ બોલી નહીં શકે.
وَ لَا یُؤۡذَنُ لَہُمۡ فَیَعۡتَذِرُوۡنَ ﴿۳۶﴾
અને ન તેમને બહાના માટે કોઈ તક આપવામાં આવશે.
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۳۷﴾
ہٰذَا یَوۡمُ الۡفَصۡلِ ۚ جَمَعۡنٰکُمۡ وَ الۡاَوَّلِیۡنَ ﴿۳۸﴾
આ છે નિર્ણયનો દિવસ, અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે.
فَاِنۡ کَانَ لَکُمۡ کَیۡدٌ فَکِیۡدُوۡنِ ﴿۳۹﴾
બસ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં.
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿٪۴۰﴾
اِنَّ الۡمُتَّقِیۡنَ فِیۡ ظِلٰلٍ وَّ عُیُوۡنٍ ﴿ۙ۴۱﴾
નિ:શંક ડરવાવાળા (તે દિવસે) છાંયડામાં અને વહેતા ઝરણામાં હશે.
وَّ فَوَاکِہَ مِمَّا یَشۡتَہُوۡنَ ﴿ؕ۴۲﴾
અને જે ફળોની ઈચ્છા કરશે, તે તેમને મળશે.
کُلُوۡا وَ اشۡرَبُوۡا ہَنِیۡٓــًٔۢا بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۴۳﴾
(હે જન્નતીઓ) મજાથી ખાવો પીવો, તે કાર્યોના બદલામાં, જે તમે કરતા રહ્યા.
اِنَّا کَذٰلِکَ نَجۡزِی الۡمُحۡسِنِیۡنَ ﴿۴۴﴾
નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۴۵﴾
کُلُوۡا وَ تَمَتَّعُوۡا قَلِیۡلًا اِنَّکُمۡ مُّجۡرِمُوۡنَ ﴿۴۶﴾
(હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડાક જ દિવસ ખાઇ લો અને મોજ કરી લો, નિ:શંક તમે જ પાપી છો.
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۴۷﴾
وَ اِذَا قِیۡلَ لَہُمُ ارۡکَعُوۡا لَا یَرۡکَعُوۡنَ ﴿۴۸﴾
તેમને જ્યારે તેમને (અલ્લાહ સામે) ઝૂકવાનું કહેવામાં આવતું તો તેઓ ઝુકતા ન હતા.
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿۴۹﴾
فَبِاَیِّ حَدِیۡثٍۭ بَعۡدَہٗ یُؤۡمِنُوۡنَ ﴿٪۵۰﴾
હવે આ વાત (કુરઆન) પછી બીજી કેવી વાત હોઈ શકે છે, જેના પર આ લોકો ઈમાન લાવે?
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો