Fussilat
سورة فصلت
وَ قَالُوۡا قُلُوۡبُنَا فِیۡۤ اَکِنَّۃٍ مِّمَّا تَدۡعُوۡنَاۤ اِلَیۡہِ وَ فِیۡۤ اٰذَانِنَا وَقۡرٌ وَّ مِنۡۢ بَیۡنِنَا وَ بَیۡنِکَ حِجَابٌ فَاعۡمَلۡ اِنَّنَا عٰمِلُوۡنَ ؓ﴿۵﴾
અને તે લોકોએ કહ્યું, કે તમે જેની તરફ અમને બોલાવી રહ્યા છો, અમારા હૃદય તો તેનાથી પરદામાં છે અને અમારા કાન બહેરા થઇ ગયા છે, અમારી અને તમારી વચ્ચે એક પરદો છે, તમે પોતાનું કામ કરતા રહો, અમે પણ કામ કરનારા છે.
قُلۡ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثۡلُکُمۡ یُوۡحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰـہُکُمۡ اِلٰہٌ وَّاحِدٌ فَاسۡتَقِیۡمُوۡۤا اِلَیۡہِ وَ اسۡتَغۡفِرُوۡہُ ؕ وَ وَیۡلٌ لِّلۡمُشۡرِکِیۡنَ ۙ﴿۶﴾
(હે પયગંબર) તમે તેમને કહી દો! કે હું તો તમારા જેવો જ માનવી છું, મારા પર વહી કરવામાં આવે છે કે તમારા સૌનો ઇલાહ એક અલ્લાહ જ છે, તો તમે તેની તરફ જ ધ્યાન ધરો અને તેની પાસે ગુનાહોની માફી માંગો અને તે મુશરિકો માટે ખરાબી છે.
قُلۡ اَئِنَّکُمۡ لَتَکۡفُرُوۡنَ بِالَّذِیۡ خَلَقَ الۡاَرۡضَ فِیۡ یَوۡمَیۡنِ وَ تَجۡعَلُوۡنَ لَہٗۤ اَنۡدَادًا ؕ ذٰلِکَ رَبُّ الۡعٰلَمِیۡنَ ۚ﴿۹﴾
તમે તેમને કહી દો! કે શું તમે તે (અલ્લાહ) નો ઇન્કાર કરો છો અને તમે તેના ભાગીદાર ઠેરવો છો, જેણે બે દિવસમાં ધરતીનું સર્જન કર્યું, સમગ્ર સૃષ્ટિનો પાલનહાર તે જ છે.
وَ جَعَلَ فِیۡہَا رَوَاسِیَ مِنۡ فَوۡقِہَا وَ بٰرَکَ فِیۡہَا وَ قَدَّرَ فِیۡہَاۤ اَقۡوَاتَہَا فِیۡۤ اَرۡبَعَۃِ اَیَّامٍ ؕ سَوَآءً لِّلسَّآئِلِیۡنَ ﴿۱۰﴾
અને તેણે ધરતી પર ઉપરથી પર્વતો ઠોસી દીધા અને તેમાં બરકત મૂકી અને તેમાં ઊપજોની વ્યવસ્થા પણ કરી દીધી, (ફક્ત) ચાર દિવસમાં, આ ધરતી દરેક જરૂરતમંદો માટે સરખી છે.
ثُمَّ اسۡتَوٰۤی اِلَی السَّمَآءِ وَ ہِیَ دُخَانٌ فَقَالَ لَہَا وَ لِلۡاَرۡضِ ائۡتِیَا طَوۡعًا اَوۡ کَرۡہًا ؕ قَالَتَاۤ اَتَیۡنَا طَآئِعِیۡنَ ﴿۱۱﴾
પછી આકાશ તરફ ધ્યાન આપ્યું, તે સમયે તે ધુમાડા જેવું હતું, બસ! તેને અને ધરતીને આદેશ આપ્યો, અસ્તિત્વમાં આવી જાવ, તમારી ઈચ્છા હોય કે ન હોય, બન્નેએ કહ્યું કે અમે રાજી-ખુશીથી હાજર છે.
فَقَضٰہُنَّ سَبۡعَ سَمٰوَاتٍ فِیۡ یَوۡمَیۡنِ وَ اَوۡحٰی فِیۡ کُلِّ سَمَآءٍ اَمۡرَہَا ؕ وَ زَیَّنَّا السَّمَآءَ الدُّنۡیَا بِمَصَابِیۡحَ ٭ۖ وَ حِفۡظًا ؕ ذٰلِکَ تَقۡدِیۡرُ الۡعَزِیۡزِ الۡعَلِیۡمِ ﴿۱۲﴾
બસ! બે દિવસમાં સાત આકાશ બનાવી દીધા અને દરેક આકાશમાં તેના પ્રમાણે યોગ્ય આદેશની વહી મોકલી અને અમે દુનિયાના આકાશને તારાઓ વડે શણગાર્યું અને તેમના દ્વારા હિફાજત કરવાનું કામ લીધું, આ બનાવટ વિજયી, જ્ઞાનવાળા અલ્લાહની છે.
اِذۡ جَآءَتۡہُمُ الرُّسُلُ مِنۡۢ بَیۡنِ اَیۡدِیۡہِمۡ وَ مِنۡ خَلۡفِہِمۡ اَلَّا تَعۡبُدُوۡۤا اِلَّا اللّٰہَ ؕ قَالُوۡا لَوۡ شَآءَ رَبُّنَا لَاَنۡزَلَ مَلٰٓئِکَۃً فَاِنَّا بِمَاۤ اُرۡسِلۡتُمۡ بِہٖ کٰفِرُوۡنَ ﴿۱۴﴾
તેમની પાસે જ્યારે તેમની આજુબાજુથી પયગંબરો આવ્યા, (અને કહ્યું) કે તમે અલ્લાહ સિવાય કોઇની બંદગી ન કરો, તો તેમણે જવાબ આપ્યો કે જો અમારો પાલનહાર (અમારી હિદાયત) ઇચ્છતો તો ફરિશ્તાઓને મોકલતો, અમે તો તમારી પયગંબરીનો ઇન્કાર કરીએ છીએ.
فَاَمَّا عَادٌ فَاسۡتَکۡبَرُوۡا فِی الۡاَرۡضِ بِغَیۡرِ الۡحَقِّ وَ قَالُوۡا مَنۡ اَشَدُّ مِنَّا قُوَّۃً ؕ اَوَ لَمۡ یَرَوۡا اَنَّ اللّٰہَ الَّذِیۡ خَلَقَہُمۡ ہُوَ اَشَدُّ مِنۡہُمۡ قُوَّۃً ؕ وَ کَانُوۡا بِاٰیٰتِنَا یَجۡحَدُوۡنَ ﴿۱۵﴾
હવે આદના લોકો કારણ વગર ધરતીમાં વિદ્રોહ ફેલાવવા લાગ્યા અને કહેવા લાગ્યા, કે અમારા કરતા વધારે શક્તિશાળી કોણ છે? શું તે લોકોએ ન જોયું કે જેણે તેમનું સર્જન કર્યું છે, તે તેમના કરતા વધારે શક્તિશાળી છે, તે અમારી આયતોનો ઇન્કાર કરતા રહ્યા.
فَاَرۡسَلۡنَا عَلَیۡہِمۡ رِیۡحًا صَرۡصَرًا فِیۡۤ اَیَّامٍ نَّحِسَاتٍ لِّنُذِیۡقَہُمۡ عَذَابَ الۡخِزۡیِ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا ؕ وَ لَعَذَابُ الۡاٰخِرَۃِ اَخۡزٰی وَ ہُمۡ لَا یُنۡصَرُوۡنَ ﴿۱۶﴾
છેવટે અમે તેમના પર એક સખત વાવાઝોડું એક અશુભ દિવસમાં મોકલ્યું, કે તેમને દુનિયાના જીવનમાં અપમાનજનક અઝાબનો સ્વાદ ચખાડે અને નિ:શંક આખિરતનો અઝાબ તેના કરતા વધારે અપમાનજનક છે અને તેમની મદદ કરવામાં નહીં આવે.
وَ اَمَّا ثَمُوۡدُ فَہَدَیۡنٰہُمۡ فَاسۡتَحَبُّوا الۡعَمٰی عَلَی الۡہُدٰی فَاَخَذَتۡہُمۡ صٰعِقَۃُ الۡعَذَابِ الۡہُوۡنِ بِمَا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿ۚ۱۷﴾
હવે ષમૂદના લોકો, તો અમે તેમને પણ માર્ગદર્શન આપ્યું, તો પણ તે લોકોએ સત્ય માર્ગ પર આંધળાપણાને પ્રાથમિકતા આપી, જેના કારણે અપમાનજનક અઝાબ કડાકાએ તેમના કૃત્યોના કારણે પકડી લીધા.
وَ قَالُوۡا لِجُلُوۡدِہِمۡ لِمَ شَہِدۡتُّمۡ عَلَیۡنَا ؕ قَالُوۡۤا اَنۡطَقَنَا اللّٰہُ الَّذِیۡۤ اَنۡطَقَ کُلَّ شَیۡءٍ وَّ ہُوَ خَلَقَکُمۡ اَوَّلَ مَرَّۃٍ وَّ اِلَیۡہِ تُرۡجَعُوۡنَ ﴿۲۱﴾
તેઓ પોતાની ચામડીઓને કહેશે કે તમે અમારી વિરુદ્ધ સાક્ષી કેમ આપી, તે જવાબ આપશે કે અમને તે અલ્લાહએ બોલવાની શક્તિ આપી, જેણે દરેક વસ્તુને બોલવાની શક્તિ આપી છે, તેણે જ તમારું સર્જન પ્રથમ વખત કર્યું અને તેની જ તરફ તમે પાછા ફેરવવામાં આવશો.
وَ مَا کُنۡتُمۡ تَسۡتَتِرُوۡنَ اَنۡ یَّشۡہَدَ عَلَیۡکُمۡ سَمۡعُکُمۡ وَ لَاۤ اَبۡصَارُکُمۡ وَ لَا جُلُوۡدُکُمۡ وَ لٰکِنۡ ظَنَنۡتُمۡ اَنَّ اللّٰہَ لَا یَعۡلَمُ کَثِیۡرًا مِّمَّا تَعۡمَلُوۡنَ ﴿۲۲﴾
અને તમે (પોતાના ખરાબ કૃત્યો) એટલા માટે છુપાવતા ન હતા કે તમારા માટે તમારા કાન, આંખો અને તમારી ચામડીઓ સાક્ષી આપશે, હાં, તમે એવું સમજતા હતા કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો, તેમાંથી ઘણા કાર્યો વિશે અલ્લાહ અજાણ છે.
وَ قَیَّضۡنَا لَہُمۡ قُرَنَآءَ فَزَیَّنُوۡا لَہُمۡ مَّا بَیۡنَ اَیۡدِیۡہِمۡ وَ مَا خَلۡفَہُمۡ وَ حَقَّ عَلَیۡہِمُ الۡقَوۡلُ فِیۡۤ اُمَمٍ قَدۡ خَلَتۡ مِنۡ قَبۡلِہِمۡ مِّنَ الۡجِنِّ وَ الۡاِنۡسِ ۚ اِنَّہُمۡ کَانُوۡا خٰسِرِیۡنَ ﴿٪۲۵﴾
અને અમે કેટલાક લોકોને તેમની નિકટ રાખ્યા હતા, જેમણે તેમના આગળ-પાછળના કાર્યો, તેમની સામે સુંદર બનાવી રાખ્યા હતા અને તેમના માટે પણ અલ્લાહનો તે નિર્ણય લાગુ થઇ ગયો, જે નિર્ણય તેમના કરતા પહેલાના લોકો માટે થઇ ગયો હતો, જે જિન્નાતો અને મનુષ્ય માટે હતો, નિ:શંક તેઓ નુકસાન ઉઠાવનારા હતા.
وَ قَالَ الَّذِیۡنَ کَفَرُوۡا رَبَّنَاۤ اَرِنَا الَّذَیۡنِ اَضَلّٰنَا مِنَ الۡجِنِّ وَ الۡاِنۡسِ نَجۡعَلۡہُمَا تَحۡتَ اَقۡدَامِنَا لِیَکُوۡنَا مِنَ الۡاَسۡفَلِیۡنَ ﴿۲۹﴾
અને (કયામતના દિવસે) કાફિરો કહેશે કે હે અમારા પાલનહાર! અમને જિન્નાતો અને મનુષ્યો (તે બન્ને જૂથ) બતાવ, જેમણે અમને ગુમરાહ કર્યા, અમે તે લોકોને અમારા પગ નીચે કચડી નાંખીએ, જેથી તેઓ જહન્નમમાં સૌથી નીચે થઇ જાય.
اِنَّ الَّذِیۡنَ قَالُوۡا رَبُّنَا اللّٰہُ ثُمَّ اسۡتَقَامُوۡا تَتَنَزَّلُ عَلَیۡہِمُ الۡمَلٰٓئِکَۃُ اَلَّا تَخَافُوۡا وَ لَا تَحۡزَنُوۡا وَ اَبۡشِرُوۡا بِالۡجَنَّۃِ الَّتِیۡ کُنۡتُمۡ تُوۡعَدُوۡنَ ﴿۳۰﴾
નિ:શંક જે લોકોએ કહ્યું કે અમારો પાલનહાર અલ્લાહ છે, પછી તેના પર જ અડગ રહ્યા, તેમની પાસે ફરિશ્તાઓ આવે છે, અને કહે છે કે તમે ડરો નહીં અને નિરાશ ન થાવ, (પરંતુ) તે જન્નતની ખુશખબરી સાંભળી લો, જેનું વચન તમને આપવામાં આવ્યું છે.
وَ لَا تَسۡتَوِی الۡحَسَنَۃُ وَ لَا السَّیِّئَۃُ ؕ اِدۡفَعۡ بِالَّتِیۡ ہِیَ اَحۡسَنُ فَاِذَا الَّذِیۡ بَیۡنَکَ وَ بَیۡنَہٗ عَدَاوَۃٌ کَاَنَّہٗ وَلِیٌّ حَمِیۡمٌ ﴿۳۴﴾
(હે નબી!) સત્કાર્ય અને દુષ્કર્મ સરખા નથી, તમે બૂરાઈને ભલાઇ વડે દૂર કરો, પછી તેઓ, જેમની સાથે તમારી દુશ્મની છે, એવા થઇ જશે, જેવા કે ખાસ મિત્ર હોય.
وَ مِنۡ اٰیٰتِہِ الَّیۡلُ وَ النَّہَارُ وَ الشَّمۡسُ وَ الۡقَمَرُ ؕ لَا تَسۡجُدُوۡا لِلشَّمۡسِ وَ لَا لِلۡقَمَرِ وَ اسۡجُدُوۡا لِلّٰہِ الَّذِیۡ خَلَقَہُنَّ اِنۡ کُنۡتُمۡ اِیَّاہُ تَعۡبُدُوۡنَ ﴿۳۷﴾
દિવસ-રાત અને સૂર્ય-ચંદ્ર (તેની જ) નિશાનીઓ માંથી છે, તમે સૂર્યને સિજદો ન કરો અને ન તો ચંદ્રને, પરંતુ સિજદો તે અલ્લાહ માટે કરો, જેણે તે સૌનું સર્જન કર્યું, જો તમારે તેની જ બંદગી કરવી હોય તો.
وَ مِنۡ اٰیٰتِہٖۤ اَنَّکَ تَرَی الۡاَرۡضَ خَاشِعَۃً فَاِذَاۤ اَنۡزَلۡنَا عَلَیۡہَا الۡمَآءَ اہۡتَزَّتۡ وَ رَبَتۡ ؕ اِنَّ الَّذِیۡۤ اَحۡیَاہَا لَمُحۡیِ الۡمَوۡتٰی ؕ اِنَّہٗ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۳۹﴾
તે અલ્લાહની નિશાનીઓ માંથી એ પણ છે કે તમે ધરતીને ઉજ્જડ જુઓ છો, પછી જ્યારે અમે તેના પર વરસાદ વરસાવીએ છીએ તો તે લીલીછમ થઇ ઉભરાવા લાગે છે, જેણે તેને જીવિત કરી, તે જ નિશ્ચિતપણે મૃતકોને પણ જીવિત કરવાવાળો છે, નિ:શંક તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
اِنَّ الَّذِیۡنَ یُلۡحِدُوۡنَ فِیۡۤ اٰیٰتِنَا لَا یَخۡفَوۡنَ عَلَیۡنَا ؕ اَفَمَنۡ یُّلۡقٰی فِی النَّارِ خَیۡرٌ اَمۡ مَّنۡ یَّاۡتِیۡۤ اٰمِنًا یَّوۡمَ الۡقِیٰمَۃِ ؕ اِعۡمَلُوۡا مَا شِئۡتُمۡ ۙ اِنَّہٗ بِمَا تَعۡمَلُوۡنَ بَصِیۡرٌ ﴿۴۰﴾
નિ:શંક જે લોકો અમારી આયતોમાં ખામી શોધે છે, તે અમારાથી છૂપું નથી, (જણાવો તો) જે આગમાં નાંખવામાં આવે તે સારો છે અથવા તે જે શાંતિપૂર્વક કયામતના દિવસે આવે? તમે જે ઇચ્છો, કરતા રહો, તે તમારી દરેક કરણીને જોઇ રહ્યો છે.
وَ لَوۡ جَعَلۡنٰہُ قُرۡاٰنًا اَعۡجَمِیًّا لَّقَالُوۡا لَوۡ لَا فُصِّلَتۡ اٰیٰتُہٗ ؕ ءَؔاَعۡجَمِیٌّ وَّ عَرَبِیٌّ ؕ قُلۡ ہُوَ لِلَّذِیۡنَ اٰمَنُوۡا ہُدًی وَّ شِفَآءٌ ؕ وَ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ فِیۡۤ اٰذَانِہِمۡ وَقۡرٌ وَّ ہُوَ عَلَیۡہِمۡ عَمًی ؕ اُولٰٓئِکَ یُنَادَوۡنَ مِنۡ مَّکَانٍۭ بَعِیۡدٍ ﴿٪۴۴﴾
અને જો અમે આ કુરઆન ગેર અરબી ભાષામાં ઉતારતા, તો કાફિરો કહેતા કે આની આયતો સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં કેમ નથી આવી? આ શું, કિતાબ ગેર અરબી અને પયગંબર અરબના? તમે તેમને કહી દો! કે આ તો ઈમાનવાળાઓ માટે હિદાયત અને રોગ-નિવારણનું કારણ છે અને જેઓ ઈમાન નથી લાવતા તેમના માટે કાનમાં ભાર અને આંખમાં અંધકાર છે, આ તે લોકો છે, જેઓને દૂરથી પોકારવામાં આવે છે.
وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ فَاخۡتُلِفَ فِیۡہِ ؕ وَ لَوۡ لَا کَلِمَۃٌ سَبَقَتۡ مِنۡ رَّبِّکَ لَقُضِیَ بَیۡنَہُمۡ ؕ وَ اِنَّہُمۡ لَفِیۡ شَکٍّ مِّنۡہُ مُرِیۡبٍ ﴿۴۵﴾
અમે મૂસાને કિતાબ આપી હતી, તેમાં પણ વિવાદ કર્યો અને જો (તે) વાત ન હોત, (જે) તમારા પાલનહાર તરફથી પહેલાથી જ નક્કી થઇ ગઇ છે, તો તેમની વચ્ચે નિર્ણય થઇ ગયો હોત, આ લોકો તો તેના વિશે અત્યંત વ્યાકુળતાભરી શંકામાં છે.
اِلَیۡہِ یُرَدُّ عِلۡمُ السَّاعَۃِ ؕ وَ مَا تَخۡرُجُ مِنۡ ثَمَرٰتٍ مِّنۡ اَکۡمَامِہَا وَ مَا تَحۡمِلُ مِنۡ اُنۡثٰی وَ لَا تَضَعُ اِلَّا بِعِلۡمِہٖ ؕ وَ یَوۡمَ یُنَادِیۡہِمۡ اَیۡنَ شُرَکَآءِیۡ ۙ قَالُوۡۤا اٰذَنّٰکَ ۙ مَا مِنَّا مِنۡ شَہِیۡدٍ ﴿ۚ۴۷﴾
કયામતનું જ્ઞાન અલ્લાહ તરફ જ કરી દેવામાં આવે છે અને જે-જે ફળ પોતાની કળીઓ માંથી નીકળે છે અને જે માદા ગર્ભવતી હોય છે અને જે બાળકને જન્મ આપે છે, બધું જ તે જાણે છે અને જે દિવસે અલ્લાહ તઆલા તે લોકોને બોલાવીને પ્રશ્ન કરશે, મારા ભાગીદારો ક્યાં છે? તેઓ જવાબ આપશે કે અમે તો તમને કહ્યું કે અમારા માંથી કોઇ આની સાક્ષી આપનાર નથી.
وَ لَئِنۡ اَذَقۡنٰہُ رَحۡمَۃً مِّنَّا مِنۡۢ بَعۡدِ ضَرَّآءَ مَسَّتۡہُ لَیَقُوۡلَنَّ ہٰذَا لِیۡ ۙ وَ مَاۤ اَظُنُّ السَّاعَۃَ قَآئِمَۃً ۙ وَّ لَئِنۡ رُّجِعۡتُ اِلٰی رَبِّیۡۤ اِنَّ لِیۡ عِنۡدَہٗ لَلۡحُسۡنٰی ۚ فَلَنُنَبِّئَنَّ الَّذِیۡنَ کَفَرُوۡا بِمَا عَمِلُوۡا ۫ وَ لَنُذِیۡقَنَّہُمۡ مِّنۡ عَذَابٍ غَلِیۡظٍ ﴿۵۰﴾
અને જે મુસીબત તેની પાસે આવી ગઇ છે, ત્યાર પછી જો અમે તેને કોઇ કૃપાનો સ્વાદ ચખાડીએ, તો તે કહે છે કે આ મારો અધિકાર હતો અને હું વિચારી નથી શકતો કે કયામત આવશે. અને જો હું મારા પાલનહાર પાસે પાછો ગયો તો પણ ખરેખર મારા માટે તેની પાસે શ્રેષ્ઠતા છે, નિ:શંક અમે તે કાફિરોને તેમના કાર્યો વિશે જાણકારી આપીશું અને તેમને સખત અઝાબનો સ્વાદ ચખાડીશું.
سَنُرِیۡہِمۡ اٰیٰتِنَا فِی الۡاٰفَاقِ وَ فِیۡۤ اَنۡفُسِہِمۡ حَتّٰی یَتَبَیَّنَ لَہُمۡ اَنَّہُ الۡحَقُّ ؕ اَوَ لَمۡ یَکۡفِ بِرَبِّکَ اَنَّہٗ عَلٰی کُلِّ شَیۡءٍ شَہِیۡدٌ ﴿۵۳﴾
નજીક માંજ અમે તેને પોતાની નિશાનીઓ બાહ્ય જગતમાં પણ બતાવીશું અને તેમની પોતાની અંદર પણ, ત્યાં સુધી કે સ્પષ્ટ થઇ જાય કે આ કુરઆન સાચું જ છે, શું તમારા પાલનહારનું દરેક વસ્તુને જાણવું અને ખબર રાખવી પૂરતું નથી?