અલ-કુરઆન

82

AL-Infitar

سورة الإنفطار


اِذَا السَّمَآءُ انۡفَطَرَتۡ ۙ﴿۱﴾

જ્યારે આકાશ ફાટી પડશે.

وَ اِذَا الۡکَوَاکِبُ انۡتَثَرَتۡ ۙ﴿۲﴾

અને જ્યારે તારાઓ વિખરાઇ જશે.

وَ اِذَا الۡبِحَارُ فُجِّرَتۡ ﴿ۙ۳﴾

અને જ્યારે દરિયાઓ વહેવા લાગશે.

وَ اِذَا الۡقُبُوۡرُ بُعۡثِرَتۡ ۙ﴿۴﴾

અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે.

عَلِمَتۡ نَفۡسٌ مَّا قَدَّمَتۡ وَ اَخَّرَتۡ ؕ﴿۵﴾

(તે દિવસે) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે, કે તેણે આગળ શું મમોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે?

یٰۤاَیُّہَا الۡاِنۡسَانُ مَا غَرَّکَ بِرَبِّکَ الۡکَرِیۡمِ ۙ﴿۶﴾

હે માનવ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ધોકામાં રાખ્યો છે.

الَّذِیۡ خَلَقَکَ فَسَوّٰىکَ فَعَدَلَکَ ۙ﴿۷﴾

જે (પાલનહારે) તને પેદા કર્યો પછી ઠીક ઠાક કર્યો, પછી બરાબર બનાવ્યો.

فِیۡۤ اَیِّ صُوۡرَۃٍ مَّا شَآءَ رَکَّبَکَ ؕ﴿۸﴾

જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી તૈયાર કર્યો.

کَلَّا بَلۡ تُکَذِّبُوۡنَ بِالدِّیۡنِ ۙ﴿۹﴾

કદાપિ નહી! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો.

10

وَ اِنَّ عَلَیۡکُمۡ لَحٰفِظِیۡنَ ﴿ۙ۱۰﴾

નિ:શંક તમારા પર નિરીક્ષક (ફરિશ્તા) નક્કી છે.

11

کِرَامًا کَاتِبِیۡنَ ﴿ۙ۱۱﴾

જે પ્રતિષ્ઠિત છે, કાર્યો લખનાર,

12

یَعۡلَمُوۡنَ مَا تَفۡعَلُوۡنَ ﴿۱۲﴾

તેઓ જાણે છે, જે કઈ તમે કરી રહ્યા છો.

13

اِنَّ الۡاَبۡرَارَ لَفِیۡ نَعِیۡمٍ ﴿ۚ۱۳﴾

ખરેખર સદાચારી લોકો નેઅમતોમાં હશે.

14

وَ اِنَّ الۡفُجَّارَ لَفِیۡ جَحِیۡمٍ ﴿ۚۖ۱۴﴾

અને દુરચારી લોકો જહન્નમમાં હશે.

15

یَّصۡلَوۡنَہَا یَوۡمَ الدِّیۡنِ ﴿۱۵﴾

બદલાના દિવસે તેમાં દાખલ કરી દેવામાં આવશે.

16

وَ مَا ہُمۡ عَنۡہَا بِغَآئِبِیۡنَ ﴿ؕ۱۶﴾

અને તેઓ જહન્નમથી ગાયબ નથી થઇ શકતા.

17

وَ مَاۤ اَدۡرٰىکَ مَا یَوۡمُ الدِّیۡنِ ﴿ۙ۱۷﴾

અને તમને શું ખબર બદલાનો દિવસ શું છે.

18

ثُمَّ مَاۤ اَدۡرٰىکَ مَا یَوۡمُ الدِّیۡنِ ﴿ؕ۱۸﴾

ફરીવાર (કહું છું) તમને શું ખબર બદલાનો દિવસ શું છે?

19

یَوۡمَ لَا تَمۡلِکُ نَفۡسٌ لِّنَفۡسٍ شَیۡئًا ؕ وَ الۡاَمۡرُ یَوۡمَئِذٍ لِّلّٰہِ ﴿٪۱۹﴾

જે દિવસે કોઇ કોઇનામાટે કંઇ નહીં કરી શકતો હોય, તે દિવસે દરેક આદેશ અલ્લાહનો જ ચાલશે.