અલ-કુરઆન

95

At-Tin

سورة التين


وَ التِّیۡنِ وَ الزَّیۡتُوۡنِ ۙ﴿۱﴾

અંજીર અને જેતૂનની કસમ!

وَ طُوۡرِ سِیۡنِیۡنَ ۙ﴿۲﴾

અને તૂરે સૈનાની કસમ!

وَ ہٰذَا الۡبَلَدِ الۡاَمِیۡنِ ۙ﴿۳﴾

અને તે શાંતિવાળા શહેર(મક્કા) ની.

لَقَدۡ خَلَقۡنَا الۡاِنۡسَانَ فِیۡۤ اَحۡسَنِ تَقۡوِیۡمٍ ۫﴿۴﴾

નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ.

ثُمَّ رَدَدۡنٰہُ اَسۡفَلَ سٰفِلِیۡنَ ۙ﴿۵﴾

પછી તેને નીચામાં નીચો કરી દીધો.

اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فَلَہُمۡ اَجۡرٌ غَیۡرُ مَمۡنُوۡنٍ ؕ﴿۶﴾

પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે, જે કદાપિ ખત્મ નહીં થાય.

فَمَا یُکَذِّبُکَ بَعۡدُ بِالدِّیۡنِ ؕ﴿۷﴾

બસ! (હે માનવી) ત્યારપછી તે કઈ વસ્તુ છે, જે તને બદલાના દિવસને જુઠલાવવા પર ઉભારે છે.

اَلَیۡسَ اللّٰہُ بِاَحۡکَمِ الۡحٰکِمِیۡنَ ٪﴿۸﴾

શું અલ્લાહ તઆલા (બધા) હાકિમો કરતા મહાન હાકિમ નથી?