અલ-કુરઆન

84

Al-Inshiqaq

سورة الانشقاق


اِذَا السَّمَآءُ انۡشَقَّتۡ ۙ﴿۱﴾

જ્યારે આકાશ ફાટી જશે.

وَ اَذِنَتۡ لِرَبِّہَا وَ حُقَّتۡ ۙ﴿۲﴾

અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે.

وَ اِذَا الۡاَرۡضُ مُدَّتۡ ۙ﴿۳﴾

અને જ્યારે જમીન ફેલાવી દેવામાં આવશે.

وَ اَلۡقَتۡ مَا فِیۡہَا وَ تَخَلَّتۡ ۙ﴿۴﴾

અને તેમાં જે કંઇ પણ છે, તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે.

وَ اَذِنَتۡ لِرَبِّہَا وَ حُقَّتۡ ؕ﴿۵﴾

અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે.

یٰۤاَیُّہَا الۡاِنۡسَانُ اِنَّکَ کَادِحٌ اِلٰی رَبِّکَ کَدۡحًا فَمُلٰقِیۡہِ ۚ﴿۶﴾

હે માનવી! તું પોતાના પાલનહાર પાસે પહોચતા સુધી સતત કોઈ મહેનત કરતો રહીશ, અહી સુધી કે તેની પાસે જતો રહીશ.

فَاَمَّا مَنۡ اُوۡتِیَ کِتٰبَہٗ بِیَمِیۡنِہٖ ۙ﴿۷﴾

પછી જેનું કર્મનોંધ તેના જમણા હાથમાં આપવામાં આવશે.

فَسَوۡفَ یُحَاسَبُ حِسَابًا یَّسِیۡرًا ۙ﴿۸﴾

તેનો હિસાબ તો ખુબ જ સરળ લેવામાં આવશે.

وَّ یَنۡقَلِبُ اِلٰۤی اَہۡلِہٖ مَسۡرُوۡرًا ؕ﴿۹﴾

અને તે પોતાના ઘરવાળાઓ તરફ ખુશી ખુશી પાછો ફરશે.

10

وَ اَمَّا مَنۡ اُوۡتِیَ کِتٰبَہٗ وَرَآءَ ظَہۡرِہٖ ﴿ۙ۱۰﴾

હા! જે વ્યક્તિને તેનો કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે.

11

فَسَوۡفَ یَدۡعُوۡا ثُبُوۡرًا ﴿ۙ۱۱﴾

તો તે નષ્ટતા પોકારશે.

12

وَّ یَصۡلٰی سَعِیۡرًا ﴿ؕ۱۲﴾

અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે.

13

اِنَّہٗ کَانَ فِیۡۤ اَہۡلِہٖ مَسۡرُوۡرًا ﴿ؕ۱۳﴾

તે પોતાના ઘરવાળાઓ સાથે (દુનિયામાં) ઘણો ખુશ હતો.

14

اِنَّہٗ ظَنَّ اَنۡ لَّنۡ یَّحُوۡرَ ﴿ۚۛ۱۴﴾

તે સમજતો હતો કે તે ક્યારેય મારી તરફ પાછો નહીં આવે.

15

بَلٰۤی ۚۛ اِنَّ رَبَّہٗ کَانَ بِہٖ بَصِیۡرًا ﴿ؕ۱۵﴾

કેમ નહી આવે, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો.

16

فَلَاۤ اُقۡسِمُ بِالشَّفَقِ ﴿ۙ۱۶﴾

હું સંધ્યાની લાલાશની કસમ ખાઉ છુ.

17

وَ الَّیۡلِ وَ مَا وَسَقَ ﴿ۙ۱۷﴾

અને રાતની અને જે કઈ તે સમેટે છે.

18

وَ الۡقَمَرِ اِذَا اتَّسَقَ ﴿ۙ۱۸﴾

અને ચંદ્રની, જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે.

19

لَتَرۡکَبُنَّ طَبَقًا عَنۡ طَبَقٍ ﴿ؕ۱۹﴾

નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ સુધી પહોંચશો.

20

فَمَا لَہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿ۙ۲۰﴾

તેમને શું થઇ ગયું છે કે તેઓ ઇમાન નથી લાવતા.

21

وَ اِذَا قُرِئَ عَلَیۡہِمُ الۡقُرۡاٰنُ لَا یَسۡجُدُوۡنَ ﴿ؕٛ۲۱﴾

અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે, તો સિજદો નથી કરતા.

22

بَلِ الَّذِیۡنَ کَفَرُوۡا یُکَذِّبُوۡنَ ﴿۫ۖ۲۲﴾

પરંતુ કાફિરો તો જુઠલાવી રહ્યા છે.

23

وَ اللّٰہُ اَعۡلَمُ بِمَا یُوۡعُوۡنَ ﴿۫ۖ۲۳﴾

અને અલ્લાહ તઆલા ખુબ જાણે છે, જે કંઇ તેમના દિલમાં છે.

24

فَبَشِّرۡہُمۡ بِعَذَابٍ اَلِیۡمٍ ﴿ۙ۲۴﴾

તેઓને દુ:ખદાયક અઝાબની શુભસુચના સંભળાવી દો.

25

اِلَّا الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَہُمۡ اَجۡرٌ غَیۡرُ مَمۡنُوۡنٍ ﴿٪۲۵﴾

હા, જેઓ ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમના માટે એવો બદલો છે, જે ક્યારેય ખતમ નહી થાય.