سورة المطففين
وَیۡلٌ لِّلۡمُطَفِّفِیۡنَ ۙ﴿۱﴾
વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે.
الَّذِیۡنَ اِذَا اکۡتَالُوۡا عَلَی النَّاسِ یَسۡتَوۡفُوۡنَ ۫﴿ۖ۲﴾
આવા લોકો જ્યારે બીજા પાસેથી તોલીને લે છે, તો પૂરેપૂરૂ લે છે.
وَ اِذَا کَالُوۡہُمۡ اَوۡ وَّزَنُوۡہُمۡ یُخۡسِرُوۡنَ ﴿ؕ۳﴾
અને જ્યારે બીજાને માપીને કે તોલીને આપે છે, તો ઓછુ આપે છે.
اَلَا یَظُنُّ اُولٰٓئِکَ اَنَّہُمۡ مَّبۡعُوۡثُوۡنَ ۙ﴿۴﴾
શું તેઓ સમજતા નથી કે તેમને ફરી જીવિત કરવામાં આવશે.
لِیَوۡمٍ عَظِیۡمٍ ۙ﴿۵﴾
તે મહાન દિવસ માટે.
یَّوۡمَ یَقُوۡمُ النَّاسُ لِرَبِّ الۡعٰلَمِیۡنَ ؕ﴿۶﴾
જે દિવસે દરેક લોકો પોતાના પાલનહારની સામે ઉભા હશે.
کَلَّاۤ اِنَّ کِتٰبَ الۡفُجَّارِ لَفِیۡ سِجِّیۡنٍ ؕ﴿۷﴾
કદાપિ નહી, દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે.
وَ مَاۤ اَدۡرٰىکَ مَا سِجِّیۡنٌ ؕ﴿۸﴾
તમને શું ખબર કે સિજ્જીન શું છે?
کِتٰبٌ مَّرۡقُوۡمٌ ؕ﴿۹﴾
(આ તો) એક લખેલી કિતાબ છે,
وَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿ۙ۱۰﴾
તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે.
الَّذِیۡنَ یُکَذِّبُوۡنَ بِیَوۡمِ الدِّیۡنِ ﴿ؕ۱۱﴾
જેઓ બદલાના દિવસને જુઠલાવે છે.
وَ مَا یُکَذِّبُ بِہٖۤ اِلَّا کُلُّ مُعۡتَدٍ اَثِیۡمٍ ﴿ۙ۱۲﴾
તેને ફકત તેઓ જ જુઠલાવે છે, જેઓ હદનું ઉલ્લંઘન કરનાર (અને) ગુનેહગાર હોય.
اِذَا تُتۡلٰی عَلَیۡہِ اٰیٰتُنَا قَالَ اَسَاطِیۡرُ الۡاَوَّلِیۡنَ ﴿ؕ۱۳﴾
જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે.
کَلَّا بَلۡ ٜ رَانَ عَلٰی قُلُوۡبِہِمۡ مَّا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿۱۴﴾
કદાપિ નહી, વાત એવી નથી, પરંતુ તેમના હૃદયો પર તેમના ખરાબ કર્મોના કાટ (ચઢી ગયો) છે.
کَلَّاۤ اِنَّہُمۡ عَنۡ رَّبِّہِمۡ یَوۡمَئِذٍ لَّمَحۡجُوۡبُوۡنَ ﴿ؕ۱۵﴾
કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારના (દિદારથી) છેટા રાખવામાં આવશે.
ثُمَّ اِنَّہُمۡ لَصَالُوا الۡجَحِیۡمِ ﴿ؕ۱۶﴾
ફરી તે લોકો જહન્નમમાં દાખલ કરવામાં આવશે.
ثُمَّ یُقَالُ ہٰذَا الَّذِیۡ کُنۡتُمۡ بِہٖ تُکَذِّبُوۡنَ ﴿ؕ۱۷﴾
પછી તેમને કહીં દેવામાં આવશે કે આ જ તે વસ્તુ છે, જેને તમે જુઠલાવતા હતા.
کَلَّاۤ اِنَّ کِتٰبَ الۡاَبۡرَارِ لَفِیۡ عِلِّیِّیۡنَ ﴿ؕ۱۸﴾
કદાપિ નહી, સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે.
وَ مَاۤ اَدۡرٰىکَ مَا عِلِّیُّوۡنَ ﴿ؕ۱۹﴾
તમને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે?
کِتٰبٌ مَّرۡقُوۡمٌ ﴿ۙ۲۰﴾
(તે તો) એક લેખિત પુસ્તક છે.
یَّشۡہَدُہُ الۡمُقَرَّبُوۡنَ ﴿ؕ۲۱﴾
નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે.
اِنَّ الۡاَبۡرَارَ لَفِیۡ نَعِیۡمٍ ﴿ۙ۲۲﴾
નિ:શંક સદાચારીઓ (ખુબ જ) નેઅમતોમાં હશે.
عَلَی الۡاَرَآئِکِ یَنۡظُرُوۡنَ ﴿ۙ۲۳﴾
ઉચ્ચ આસનો પર બેસી જોઈ રહ્યા હશે.
تَعۡرِفُ فِیۡ وُجُوۡہِہِمۡ نَضۡرَۃَ النَّعِیۡمِ ﴿ۚ۲۴﴾
તમે તેમના ચહેરાઓ પરથી જ તેમની પ્રસન્નતાને ઓળખી લેશો.
یُسۡقَوۡنَ مِنۡ رَّحِیۡقٍ مَّخۡتُوۡمٍ ﴿ۙ۲۵﴾
આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે.
خِتٰمُہٗ مِسۡکٌ ؕ وَ فِیۡ ذٰلِکَ فَلۡیَتَنَافَسِ الۡمُتَنَافِسُوۡنَ ﴿ؕ۲۶﴾
જેના પર કસ્તુરીનું સિલ હશે. અને જે વ્યક્તિ આ બધી નેઅમતોની પ્રાપ્તિ ઈચ્છતો હોય તો તેણે આગળ વધવું જોઈએ.
وَ مِزَاجُہٗ مِنۡ تَسۡنِیۡمٍ ﴿ۙ۲۷﴾
અને તેની મિલાવટ તસ્નીમની હશે.
عَیۡنًا یَّشۡرَبُ بِہَا الۡمُقَرَّبُوۡنَ ﴿ؕ۲۸﴾
(એટલે કે) તે ઝરણું જેનું પાણી નિકટનાં લોકો પીશે.
اِنَّ الَّذِیۡنَ اَجۡرَمُوۡا کَانُوۡا مِنَ الَّذِیۡنَ اٰمَنُوۡا یَضۡحَکُوۡنَ ﴿۫ۖ۲۹﴾
અપરાધીઓ (દુનિયામાં) ઇમાન વાળોઓની મજાક ઉડાવતા હતા.
وَ اِذَا مَرُّوۡا بِہِمۡ یَتَغَامَزُوۡنَ ﴿۫ۖ۳۰﴾
અને જ્યારે તેમની પાસેથી પસાર થતા તો એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા.
وَ اِذَا انۡقَلَبُوۡۤا اِلٰۤی اَہۡلِہِمُ انۡقَلَبُوۡا فَکِہِیۡنَ ﴿۫ۖ۳۱﴾
અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા પાછા ફરતા હતા.
وَ اِذَا رَاَوۡہُمۡ قَالُوۡۤا اِنَّ ہٰۤؤُلَآءِ لَضَآلُّوۡنَ ﴿ۙ۳۲﴾
અને જ્યારે ઈમાનવાળાઓને જોતા તો કહેતા, ખરેખર આ જ લોકો ગુમરાહ છે.
وَ مَاۤ اُرۡسِلُوۡا عَلَیۡہِمۡ حٰفِظِیۡنَ ﴿ؕ۳۳﴾
જો કે તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને મોકલવામાં નથી આવ્યા.
فَالۡیَوۡمَ الَّذِیۡنَ اٰمَنُوۡا مِنَ الۡکُفَّارِ یَضۡحَکُوۡنَ ﴿ۙ۳۴﴾
બસ! આજે ઇમાનવાળાઓ તે કાફિરો પર હસતા હશે.
عَلَی الۡاَرَآئِکِ ۙ یَنۡظُرُوۡنَ ﴿ؕ۳۵﴾
ઉચ્ચ આસન પર બેસી તેમની (હાલત) જોઇ રહ્યા હશે.
ہَلۡ ثُوِّبَ الۡکُفَّارُ مَا کَانُوۡا یَفۡعَلُوۡنَ ﴿٪۳۶﴾
કાફિરોને તેમના કર્મોનો જરૂર બદલો આપવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો