અલ-કુરઆન

86

At-Tariq

سورة الطارق


وَ السَّمَآءِ وَ الطَّارِقِ ۙ﴿۱﴾

કસમ છે,આકાશની અને રાતમાં આવનારની,

وَ مَاۤ اَدۡرٰىکَ مَا الطَّارِقُ ۙ﴿۲﴾

તમને શું ખબર કે તે રાતમાં આવનાર શું છે?

النَّجۡمُ الثَّاقِبُ ۙ﴿۳﴾

તે ચમકતો તારો છે.

اِنۡ کُلُّ نَفۡسٍ لَّمَّا عَلَیۡہَا حَافِظٌ ؕ﴿۴﴾

કોઇ (જીવ) એવો નથી, જેના પર એક દેખરેખ રાખનાર (ફરિશ્તો) ન હોય.

فَلۡیَنۡظُرِ الۡاِنۡسَانُ مِمَّ خُلِقَ ؕ﴿۵﴾

માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે.

خُلِقَ مِنۡ مَّآءٍ دَافِقٍ ۙ﴿۶﴾

તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે.

یَّخۡرُجُ مِنۡۢ بَیۡنِ الصُّلۡبِ وَ التَّرَآئِبِ ؕ﴿۷﴾

જે પીઠ અને છાતીનાં હાડકા વચ્ચેથી નીકળે છે.

اِنَّہٗ عَلٰی رَجۡعِہٖ لَقَادِرٌ ؕ﴿۸﴾

ખરેખર તે (અલ્લાહ) તેને ફરીવાર જીવિત કરવા પર કુદરત ધરાવે છે.

یَوۡمَ تُبۡلَی السَّرَآئِرُ ۙ﴿۹﴾

જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે.

10

فَمَا لَہٗ مِنۡ قُوَّۃٍ وَّ لَا نَاصِرٍ ﴿ؕ۱۰﴾

માનવી પાસે ન તો પોતાનું બળ હશે અને ન તો કોઈ તેની મદદ કરનાર હશે.

11

وَ السَّمَآءِ ذَاتِ الرَّجۡعِ ﴿ۙ۱۱﴾

કસમ છે આકાશની જે વારંવાર પાણી વરસાવે છે.

12

وَ الۡاَرۡضِ ذَاتِ الصَّدۡعِ ﴿ۙ۱۲﴾

અને ધરતીની જે ફાટી જાય છે.

13

اِنَّہٗ لَقَوۡلٌ فَصۡلٌ ﴿ۙ۱۳﴾

વાસ્તવમાં આ (કુરઆન) ફેસલો કરનાર વાત છે.

14

وَّ مَا ہُوَ بِالۡہَزۡلِ ﴿ؕ۱۴﴾

આ ઠઠ્ઠા-મશ્કરીની વાત નથી.

15

اِنَّہُمۡ یَکِیۡدُوۡنَ کَیۡدًا ﴿ۙ۱۵﴾

ખરેખર આ (કાફિર લોકો) યુક્તિ કરી રહ્યા છે.

16

وَّ اَکِیۡدُ کَیۡدًا ﴿ۚۖ۱۶﴾

અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું.

17

فَمَہِّلِ الۡکٰفِرِیۡنَ اَمۡہِلۡہُمۡ رُوَیۡدًا ﴿٪۱۷﴾

બસ! તમે થોડીક વાર માટે તે કાફીરોને તેમની હાલત પર છોડી દો.