અલ-કુરઆન

56

Al-Waqia

سورة الواقعة


اِذَا وَقَعَتِ الۡوَاقِعَۃُ ۙ﴿۱﴾

જ્યારે કયામત આવી પહોંચશે.

لَیۡسَ لِوَقۡعَتِہَا کَاذِبَۃٌ ۘ﴿۲﴾

તેને કોઈ જુઠલાવી નહીં શકે,

خَافِضَۃٌ رَّافِعَۃٌ ۙ﴿۳﴾

તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે.

اِذَا رُجَّتِ الۡاَرۡضُ رَجًّا ۙ﴿۴﴾

જ્યારે કે જમીનને ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે.

وَّ بُسَّتِ الۡجِبَالُ بَسًّا ۙ﴿۵﴾

અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે

فَکَانَتۡ ہَبَآءً مُّنۡۢبَثًّا ۙ﴿۶﴾

પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે.

وَّ کُنۡتُمۡ اَزۡوَاجًا ثَلٰثَۃً ؕ﴿۷﴾

તે સમયે તમે ત્રણ જૂથોમાં બની જશો.

فَاَصۡحٰبُ الۡمَیۡمَنَۃِ ۬ۙ مَاۤ اَصۡحٰبُ الۡمَیۡمَنَۃِ ؕ﴿۸﴾

(એક) જમણા હાથવાળા હશે, કેવા સારા હશે. જમણા હાથવાળા.

وَ اَصۡحٰبُ الۡمَشۡـَٔمَۃِ ۬ۙ مَاۤ اَصۡحٰبُ الۡمَشۡـَٔمَۃِ ؕ﴿۹﴾

અને (બીજા) ડાબા હાથવાળા હશે, ડાબા હાથવાળાઓને શું કહીએ?

10

وَ السّٰبِقُوۡنَ السّٰبِقُوۡنَ ﴿ۚۙ۱۰﴾

અને (ત્રીજા) આગળ વધનારા, તે તો આગળ વધનારા જ છે.

11

اُولٰٓئِکَ الۡمُقَرَّبُوۡنَ ﴿ۚ۱۱﴾

આ જ તે લોકો છે, જેઓ અલ્લાહના ખાસ બંદાઓ હશે.

12

فِیۡ جَنّٰتِ النَّعِیۡمِ ﴿۱۲﴾

નેઅમતોવાળા બગીચામાં છે.

13

ثُلَّۃٌ مِّنَ الۡاَوَّلِیۡنَ ﴿ۙ۱۳﴾

પહેલાના લોકો માંથી તેમનું મોટું જૂથ હશે.

14

وَ قَلِیۡلٌ مِّنَ الۡاٰخِرِیۡنَ ﴿ؕ۱۴﴾

અને પાછળના લોકો માંથી ઓછા હશે.

15

عَلٰی سُرُرٍ مَّوۡضُوۡنَۃٍ ﴿ۙ۱۵﴾

આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર,

16

مُّتَّکِـِٕیۡنَ عَلَیۡہَا مُتَقٰبِلِیۡنَ ﴿۱۶﴾

એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે.

17

یَطُوۡفُ عَلَیۡہِمۡ وِلۡدَانٌ مُّخَلَّدُوۡنَ ﴿ۙ۱۷﴾

હંમેશા જવાન રહેનાર સેવકો તેમની આજુબાજુ હશે.

18

بِاَکۡوَابٍ وَّ اَبَارِیۡقَ ۬ۙ وَ کَاۡسٍ مِّنۡ مَّعِیۡنٍ ﴿ۙ۱۸﴾

એવી શરાબના પ્યાલા, જાગ અને જામ લઇ,

19

لَّا یُصَدَّعُوۡنَ عَنۡہَا وَ لَا یُنۡزِفُوۡنَ ﴿ۙ۱۹﴾

જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે.

20

وَ فَاکِہَۃٍ مِّمَّا یَتَخَیَّرُوۡنَ ﴿ۙ۲۰﴾

અને એવા ફળો લઇને, જે તેઓને મનગમતા હશે,

21

وَ لَحۡمِ طَیۡرٍ مِّمَّا یَشۡتَہُوۡنَ ﴿ؕ۲۱﴾

અને પંખીઓના ગોશ્ત, જે તેઓને પસંદ હશે,

22

وَ حُوۡرٌ عِیۡنٌ ﴿ۙ۲۲﴾

અને મોટી મોટી આંખોવાળી અપ્સરાઓ હશે.

23

کَاَمۡثَالِ اللُّؤۡلُؤَ الۡمَکۡنُوۡنِ ﴿ۚ۲۳﴾

જે છૂપાયેલા મોતીઓ જેવી હશે.

24

جَزَآءًۢ بِمَا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿۲۴﴾

આ તે કર્મોનો બદલો હશે, જે તેઓ કરતા હતા.

25

لَا یَسۡمَعُوۡنَ فِیۡہَا لَغۡوًا وَّ لَا تَاۡثِیۡمًا ﴿ۙ۲۵﴾

ન ત્યાં બકવાસ સાંભળશે અને ન તો કોઈ ગુનાહની વાત.

26

اِلَّا قِیۡلًا سَلٰمًا سَلٰمًا ﴿۲۶﴾

તેઓ બસ (એકબીજાને) સલામ જ સલામ કહેતા હશે.

27

وَ اَصۡحٰبُ الۡیَمِیۡنِ ۬ۙ مَاۤ اَصۡحٰبُ الۡیَمِیۡنِ ﴿ؕ۲۷﴾

અને જમણા હાથવાળા કેટલા (ખુશનસીબ) છે. જમણા હાથવાળાઓ.

28

فِیۡ سِدۡرٍ مَّخۡضُوۡدٍ ﴿ۙ۲۸﴾

તેઓ મજા કરશે, કાંટા વગરની વેલોમાં.

29

وَّ طَلۡحٍ مَّنۡضُوۡدٍ ﴿ۙ۲۹﴾

અને એક પર એક બનાવેલા ખૂંટા.

30

وَّ ظِلٍّ مَّمۡدُوۡدٍ ﴿ۙ۳۰﴾

દૂર સુધી ફેલાયેલા પડછાયા,

31

وَّ مَآءٍ مَّسۡکُوۡبٍ ﴿ۙ۳۱﴾

અને વહેતા પાણીમાં,

32

وَّ فَاکِہَۃٍ کَثِیۡرَۃٍ ﴿ۙ۳۲﴾

અને ઘણા જ ફળોમાં હશે.

33

لَّا مَقۡطُوۡعَۃٍ وَّ لَا مَمۡنُوۡعَۃٍ ﴿ۙ۳۳﴾

જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે.

34

وَّ فُرُشٍ مَّرۡفُوۡعَۃٍ ﴿ؕ۳۴﴾

અને ઊંચા ઊંચા પાથરણા પર બેઠા હશે

35

اِنَّاۤ اَنۡشَاۡنٰہُنَّ اِنۡشَآءً ﴿ۙ۳۵﴾

અમે તેમની (ની પત્નીઓને) ખાસ તરીકાથી નવેસરથી પેદા કરીશું.

36

فَجَعَلۡنٰہُنَّ اَبۡکَارًا ﴿ۙ۳۶﴾

અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવીશું.

37

عُرُبًا اَتۡرَابًا ﴿ۙ۳۷﴾

જે પોતાના પતિને મુહબ્બત કરવાવાળી અને સરખી ઉંમરની હશે.

38

لِّاَصۡحٰبِ الۡیَمِیۡنِ ﴿ؕ٪۳۸﴾

આ બધુ જ જમણા હાથવાળાઓ માટે હશે.

39

ثُلَّۃٌ مِّنَ الۡاَوَّلِیۡنَ ﴿ۙ۳۹﴾

ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે.

40

وَ ثُلَّۃٌ مِّنَ الۡاٰخِرِیۡنَ ﴿ؕ۴۰﴾

અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે.

41

وَ اَصۡحٰبُ الشِّمَالِ ۬ۙ مَاۤ اَصۡحٰبُ الشِّمَالِ ﴿ؕ۴۱﴾

અને ડાબા હાથવાળા જે હશે તો તેમની (નષ્ટતા)નું શું કહેવું?

42

فِیۡ سَمُوۡمٍ وَّ حَمِیۡمٍ ﴿ۙ۴۲﴾

તેઓ લુ અને ગરમ પાણી માં (હશે).

43

وَّ ظِلٍّ مِّنۡ یَّحۡمُوۡمٍ ﴿ۙ۴۳﴾

અને કાળા ધુમાડાના પડછાયામાં હશે.

44

لَّا بَارِدٍ وَّ لَا کَرِیۡمٍ ﴿۴۴﴾

જે ન તો ઠંડો હશે અને ન તો આરામદાયક.

45

اِنَّہُمۡ کَانُوۡا قَبۡلَ ذٰلِکَ مُتۡرَفِیۡنَ ﴿ۚۖ۴۵﴾

નિ:શંક આ લોકો આ (પરિણામ) પહેલા ખૂબ જ ઠાઠમાઠમાં હતા.

46

وَ کَانُوۡا یُصِرُّوۡنَ عَلَی الۡحِنۡثِ الۡعَظِیۡمِ ﴿ۚ۴۶﴾

અને મોટા મોટા ગુનાહ પર અડગ રહેતા હતા.

47

وَ کَانُوۡا یَقُوۡلُوۡنَ ۬ۙ اَئِذَا مِتۡنَا وَ کُنَّا تُرَابًا وَّ عِظَامًا ءَاِنَّا لَمَبۡعُوۡثُوۡنَ ﴿ۙ۴۷﴾

અને કહેતા હતા, શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો અમને બીજીવાર જીવિત કરવામાં આવશે?

48

اَوَ اٰبَآؤُنَا الۡاَوَّلُوۡنَ ﴿۴۸﴾

અને શું અમારા આગળના બાપ-દાદાઓ પણ?

49

قُلۡ اِنَّ الۡاَوَّلِیۡنَ وَ الۡاٰخِرِیۡنَ ﴿ۙ۴۹﴾

તમે તેમને કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને,

50

لَمَجۡمُوۡعُوۡنَ ۬ۙ اِلٰی مِیۡقَاتِ یَوۡمٍ مَّعۡلُوۡمٍ ﴿۵۰﴾

સૌને એક નક્કી કરેલ દિવસે ભેગા કરવામાં આવશે,જેનો સમય નક્કી છે.

51

ثُمَّ اِنَّکُمۡ اَیُّہَا الضَّآلُّوۡنَ الۡمُکَذِّبُوۡنَ ﴿ۙ۵۱﴾

પછી તમે હે જૂઠલાવનારાઓ! તમે ગુમરાહ છો.

52

لَاٰکِلُوۡنَ مِنۡ شَجَرٍ مِّنۡ زَقُّوۡمٍ ﴿ۙ۵۲﴾

તમારે એક એવું વ્રુક્ષ ખાવું પડશે, જેનું નામ ઝક્કૂમ છે.

53

فَمَالِـُٔوۡنَ مِنۡہَا الۡبُطُوۡنَ ﴿ۚ۵۳﴾

અને તેનાથી જ તમે પેટ ભરશો.

54

فَشٰرِبُوۡنَ عَلَیۡہِ مِنَ الۡحَمِیۡمِ ﴿ۚ۵۴﴾

પછી તેના પર ગરમ ઉકળતું પાણી પીશો.

55

فَشٰرِبُوۡنَ شُرۡبَ الۡہِیۡمِ ﴿ؕ۵۵﴾

જેને તમે તરસ્યા ઊંટ જેવું પીશો, જે બીમાર હશે.

56

ہٰذَا نُزُلُہُمۡ یَوۡمَ الدِّیۡنِ ﴿ؕ۵۶﴾

બદલાના દિવસે તેઓની આ મહેમાની હશે.

57

نَحۡنُ خَلَقۡنٰکُمۡ فَلَوۡ لَا تُصَدِّقُوۡنَ ﴿۵۷﴾

અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી.

58

اَفَرَءَیۡتُمۡ مَّا تُمۡنُوۡنَ ﴿ؕ۵۸﴾

હા, એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો,

59

ءَاَنۡتُمۡ تَخۡلُقُوۡنَہٗۤ اَمۡ نَحۡنُ الۡخٰلِقُوۡنَ ﴿۵۹﴾

તો તે બાળકને તમે પેદા કરો છો અથવા તો તેને પેદા કરવાવાળા અમે જ છે?

60

نَحۡنُ قَدَّرۡنَا بَیۡنَکُمُ الۡمَوۡتَ وَ مَا نَحۡنُ بِمَسۡبُوۡقِیۡنَ ﴿ۙ۶۰﴾

અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી.

61

عَلٰۤی اَنۡ نُّبَدِّلَ اَمۡثَالَکُمۡ وَ نُنۡشِئَکُمۡ فِیۡ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۶۱﴾

કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તેમને ફરીથી આ જગતમાં એવી સ્થિતિમાં પેદા કરી દઇએ, જેને તમને જાણતા પણ નથી.

62

وَ لَقَدۡ عَلِمۡتُمُ النَّشۡاَۃَ الۡاُوۡلٰی فَلَوۡ لَا تَذَکَّرُوۡنَ ﴿۶۲﴾

તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા?

63

اَفَرَءَیۡتُمۡ مَّا تَحۡرُثُوۡنَ ﴿ؕ۶۳﴾

હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો,

64

ءَاَنۡتُمۡ تَزۡرَعُوۡنَہٗۤ اَمۡ نَحۡنُ الزّٰرِعُوۡنَ ﴿۶۴﴾

તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે.

65

لَوۡ نَشَآءُ لَجَعَلۡنٰہُ حُطَامًا فَظَلۡتُمۡ تَفَکَّہُوۡنَ ﴿۶۵﴾

જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ.

66

اِنَّا لَمُغۡرَمُوۡنَ ﴿ۙ۶۶﴾

કે અમારા પર ભાર થઇ ગયો છે.

67

بَلۡ نَحۡنُ مَحۡرُوۡمُوۡنَ ﴿۶۷﴾

પરંતુ અમારું નસીબ જ ફૂટી ગયું.

68

اَفَرَءَیۡتُمُ الۡمَآءَ الَّذِیۡ تَشۡرَبُوۡنَ ﴿ؕ۶۸﴾

હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો,

69

ءَاَنۡتُمۡ اَنۡزَلۡتُمُوۡہُ مِنَ الۡمُزۡنِ اَمۡ نَحۡنُ الۡمُنۡزِلُوۡنَ ﴿۶۹﴾

તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ?

70

لَوۡ نَشَآءُ جَعَلۡنٰہُ اُجَاجًا فَلَوۡ لَا تَشۡکُرُوۡنَ ﴿۷۰﴾

જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા?

71

اَفَرَءَیۡتُمُ النَّارَ الَّتِیۡ تُوۡرُوۡنَ ﴿ؕ۷۱﴾

હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો,

72

ءَاَنۡتُمۡ اَنۡشَاۡتُمۡ شَجَرَتَہَاۤ اَمۡ نَحۡنُ الۡمُنۡشِـُٔوۡنَ ﴿۷۲﴾

તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે?

73

نَحۡنُ جَعَلۡنٰہَا تَذۡکِرَۃً وَّ مَتَاعًا لِّلۡمُقۡوِیۡنَ ﴿ۚ۷۳﴾

અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે.

74

فَسَبِّحۡ بِاسۡمِ رَبِّکَ الۡعَظِیۡمِ ﴿٪ؓ۷۴﴾

બસ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારની તસ્બીહ કરતા રહો.

75

فَلَاۤ اُقۡسِمُ بِمَوٰقِعِ النُّجُوۡمِ ﴿ۙ۷۵﴾

બસ! હું કસમ ખાઉં છુંમ એ જગ્યાની જ્યાં તારાઓના પડે છે.

76

وَ اِنَّہٗ لَقَسَمٌ لَّوۡ تَعۡلَمُوۡنَ عَظِیۡمٌ ﴿ۙ۷۶﴾

અને જો તમને સમજતા હોય, તો આ ઘણી જ મોટી કસમ છે.

77

اِنَّہٗ لَقُرۡاٰنٌ کَرِیۡمٌ ﴿ۙ۷۷﴾

નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે.

78

فِیۡ کِتٰبٍ مَّکۡنُوۡنٍ ﴿ۙ۷۸﴾

જે એક સુરક્ષિત કિતાબમાં છે.

79

لَّا یَمَسُّہٗۤ اِلَّا الۡمُطَہَّرُوۡنَ ﴿ؕ۷۹﴾

તેને ફકત પવિત્ર લોકો જ સ્પર્શ કરી શકે છે.

80

تَنۡزِیۡلٌ مِّنۡ رَّبِّ الۡعٰلَمِیۡنَ ﴿۸۰﴾

આ સૃષ્ટિના પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે.

81

اَفَبِہٰذَا الۡحَدِیۡثِ اَنۡتُمۡ مُّدۡہِنُوۡنَ ﴿ۙ۸۱﴾

શું તમે આ વાતને સામાન્ય જાણો છો?

82

وَ تَجۡعَلُوۡنَ رِزۡقَکُمۡ اَنَّکُمۡ تُکَذِّبُوۡنَ ﴿۸۲﴾

અને તેની બાબતે તમે નક્કી કર્યું છે કે અમે ફકત જુઠલાવતા રહીશું.

83

فَلَوۡ لَاۤ اِذَا بَلَغَتِ الۡحُلۡقُوۡمَ ﴿ۙ۸۳﴾

એવું કેમ થયું કે જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.

84

وَ اَنۡتُمۡ حِیۡنَئِذٍ تَنۡظُرُوۡنَ ﴿ۙ۸۴﴾

અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો.

85

وَ نَحۡنُ اَقۡرَبُ اِلَیۡہِ مِنۡکُمۡ وَ لٰکِنۡ لَّا تُبۡصِرُوۡنَ ﴿۸۵﴾

અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે જોઇ નથી શકતા.

86

فَلَوۡ لَاۤ اِنۡ کُنۡتُمۡ غَیۡرَ مَدِیۡنِیۡنَ ﴿ۙ۸۶﴾

જો તમારો હિસાબ થવાનો જ નથી, તો આવું કેમ ન થયું?

87

تَرۡجِعُوۡنَہَاۤ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۸۷﴾

અને જો તમે (પોતાની વાતમાં) સાચા હોવ તો આ જીવને પાછે લાવી બતાઓ.

88

فَاَمَّاۤ اِنۡ کَانَ مِنَ الۡمُقَرَّبِیۡنَ ﴿ۙ۸۸﴾

હા, (મૃત્યુ પામનાર) અલ્લાહના નિકટ બંદાઓ માંથી હોય.

89

فَرَوۡحٌ وَّ رَیۡحَانٌ ۬ۙ وَّ جَنَّتُ نَعِیۡمٍ ﴿۸۹﴾

તેને તો આરામ, ખોરાક અને આરામદાયક બગીચા હશે.

90

وَ اَمَّاۤ اِنۡ کَانَ مِنۡ اَصۡحٰبِ الۡیَمِیۡنِ ﴿ۙ۹۰﴾

અને જો તે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી હશે.

91

فَسَلٰمٌ لَّکَ مِنۡ اَصۡحٰبِ الۡیَمِیۡنِ ﴿ؕ۹۱﴾

તો (તેને કહેવામાં આવશે કે) તમારા માટે સલામતી જ સલામતી છે, કે તમે જમણા હાથવાળાઓ માંથી છો.

92

وَ اَمَّاۤ اِنۡ کَانَ مِنَ الۡمُکَذِّبِیۡنَ الضَّآلِّیۡنَ ﴿ۙ۹۲﴾

પરંતુ જો કોઇ જુઠલાવનારા ગુમરાહ લોકો માંથી હશે,

93

فَنُزُلٌ مِّنۡ حَمِیۡمٍ ﴿ۙ۹۳﴾

તો તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની હશે.

94

وَّ تَصۡلِیَۃُ جَحِیۡمٍ ﴿۹۴﴾

અને તેને જહન્નમમાં નાખી દેવામાં આવશે.

95

اِنَّ ہٰذَا لَہُوَ حَقُّ الۡیَقِیۡنِ ﴿ۚ۹۵﴾

આ ખબર ખરેખર સાચી અને સત્ય છે.

96

فَسَبِّحۡ بِاسۡمِ رَبِّکَ الۡعَظِیۡمِ ﴿٪۹۶﴾

બસ (હે પયગંબર)! તમે પોતાના પાલનહારનાં નામની તસ્બીહ કરતા રહો, જે ખૂબ જ મહાનતા વાળો છે.