سورة عبس
عَبَسَ وَ تَوَلّٰۤی ۙ﴿۱﴾
(પયગંબરે) મોઢું બનાવ્યું, અને મોં ફેરવી લીધું.
اَنۡ جَآءَہُ الۡاَعۡمٰی ؕ﴿۲﴾
(એટલા માટે) કે તેમની પાસે એક અંધ વ્યક્તિ આવી ગયો.
وَ مَا یُدۡرِیۡکَ لَعَلَّہٗ یَزَّکّٰۤی ۙ﴿۳﴾
તમને શું ખબર કદાચ તે સુધરવાની ઈચ્છા ધરાવતો.
اَوۡ یَذَّکَّرُ فَتَنۡفَعَہُ الذِّکۡرٰی ؕ﴿۴﴾
અથવા શિખામણ પ્રાપ્ત કરતો તો તેને તે શિખામણ લાભ પહોંચાડતી.
اَمَّا مَنِ اسۡتَغۡنٰی ۙ﴿۵﴾
પરંતુ જે વ્યક્તિ અવગણના કરે છે.
فَاَنۡتَ لَہٗ تَصَدّٰی ؕ﴿۶﴾
તો તમે તેની તરફ (તેમની હિદાયત માટે) પૂરતુ ધ્યાન આપી રહ્યા છો.
وَ مَا عَلَیۡکَ اَلَّا یَزَّکّٰی ؕ﴿۷﴾
જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ તેમની કોઈ જવાબદારી નથી.
وَ اَمَّا مَنۡ جَآءَکَ یَسۡعٰی ۙ﴿۸﴾
અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે.
وَ ہُوَ یَخۡشٰی ۙ﴿۹﴾
અને તે ડરી (પણ) રહ્યો છે.
فَاَنۡتَ عَنۡہُ تَلَہّٰی ﴿ۚ۱۰﴾
તમે તેની તરફ બેધ્યાન છો.
کَلَّاۤ اِنَّہَا تَذۡکِرَۃٌ ﴿ۚ۱۱﴾
આવું ઠીક નથી, આ કુરઆન તો એક ઉપદેશ છે.
فَمَنۡ شَآءَ ذَکَرَہٗ ﴿ۘ۱۲﴾
જે ઈચ્છે તેને યાદ કરી લે.
فِیۡ صُحُفٍ مُّکَرَّمَۃٍ ﴿ۙ۱۳﴾
(આ તો) પ્રતિષ્ઠિત સહીફામાં (છે).
مَّرۡفُوۡعَۃٍ مُّطَہَّرَۃٍۭ ﴿ۙ۱۴﴾
જે ઉચ્ચ કક્ષાના છે અને પવિત્ર છે.
بِاَیۡدِیۡ سَفَرَۃٍ ﴿ۙ۱۵﴾
તે એવા લખનારના હાથોમાં રહે છે,
کِرَامٍۭ بَرَرَۃٍ ﴿ؕ۱۶﴾
જેઓ આદરણીય અને પ્રામણિક છે.
قُتِلَ الۡاِنۡسَانُ مَاۤ اَکۡفَرَہٗ ﴿ؕ۱۷﴾
લઅનત થાય ઇન્સાન પર, તે કેવો કૃત્ઘની છે.
مِنۡ اَیِّ شَیۡءٍ خَلَقَہٗ ﴿ؕ۱۸﴾
અલ્લાહએ તેને કઈ વસ્તુ વડે પેદા કર્યો?
مِنۡ نُّطۡفَۃٍ ؕ خَلَقَہٗ فَقَدَّرَہٗ ﴿ۙ۱۹﴾
એક ટીપા વડે તેને પેદા કર્યો, પછી તેની તકદીર (ભાગ્ય) નક્કી કર્યું.
ثُمَّ السَّبِیۡلَ یَسَّرَہٗ ﴿ۙ۲۰﴾
પછી તેના માટે માર્ગ સરળ કર્યો.
ثُمَّ اَمَاتَہٗ فَاَقۡبَرَہٗ ﴿ۙ۲۱﴾
પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો.
ثُمَّ اِذَا شَآءَ اَنۡشَرَہٗ ﴿ؕ۲۲﴾
પછી જ્યારે ઇચ્છશે તેને ફરીવાર જીવિત કરી દેશે.
کَلَّا لَمَّا یَقۡضِ مَاۤ اَمَرَہٗ ﴿ؕ۲۳﴾
કદાપિ નહી, જે વાતનો તેને આદેશ આપવામાં આવ્યો હતો, તે આદેશનું પાલન નથી કર્યું.
فَلۡیَنۡظُرِ الۡاِنۡسَانُ اِلٰی طَعَامِہٖۤ ﴿ۙ۲۴﴾
માનવીએ પોતાના ભોજન તરફ ધ્યાન ધરવું જોઈએ.
اَنَّا صَبَبۡنَا الۡمَآءَ صَبًّا ﴿ۙ۲۵﴾
નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું.
ثُمَّ شَقَقۡنَا الۡاَرۡضَ شَقًّا ﴿ۙ۲۶﴾
પછી અમે જ ધરતીને ચીરી ફાડી.
فَاَنۡۢبَتۡنَا فِیۡہَا حَبًّا ﴿ۙ۲۷﴾
પછી અમે જ તેમાં અનાજ ઉગાવ્યું.
وَّ عِنَبًا وَّ قَضۡبًا ﴿ۙ۲۸﴾
દ્રાક્ષ અને શાકભાજીઓ.
وَّ زَیۡتُوۡنًا وَّ نَخۡلًا ﴿ۙ۲۹﴾
જૈતૂન અને ખજુરો.
وَّ حَدَآئِقَ غُلۡبًا ﴿ۙ۳۰﴾
અને હર્યા-ભર્યા બગીચા.
وَّ فَاکِہَۃً وَّ اَبًّا ﴿ۙ۳۱﴾
અને ફળો તેમજ (ઘાસ) ચારો (પણ) ઉગાવ્યો.
مَّتَاعًا لَّکُمۡ وَ لِاَنۡعَامِکُمۡ ﴿ؕ۳۲﴾
આ બધું તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે ઉગાડ્યું.
فَاِذَا جَآءَتِ الصَّآخَّۃُ ﴿۫۳۳﴾
બસ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે.
یَوۡمَ یَفِرُّ الۡمَرۡءُ مِنۡ اَخِیۡہِ ﴿ۙ۳۴﴾
તે દિવસે માનવી પોતાના સગાભાઇથી ભાગશે.
وَ اُمِّہٖ وَ اَبِیۡہِ ﴿ۙ۳۵﴾
અને પોતાની માતા તેમજ પિતાથી,
وَ صَاحِبَتِہٖ وَ بَنِیۡہِ ﴿ؕ۳۶﴾
અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે.
لِکُلِّ امۡرِیًٔ مِّنۡہُمۡ یَوۡمَئِذٍ شَاۡنٌ یُّغۡنِیۡہِ ﴿ؕ۳۷﴾
તે દિવસે દરેક વ્યક્તિની એવી પરિસ્થિતિ હશે, જે તેને (બીજાથી) અળગો કરી દેશે.
وُجُوۡہٌ یَّوۡمَئِذٍ مُّسۡفِرَۃٌ ﴿ۙ۳۸﴾
તે દિવસે કેટલાક ચહેરા ચમકતા હશે.
ضَاحِکَۃٌ مُّسۡتَبۡشِرَۃٌ ﴿ۚ۳۹﴾
(જે) હસતા તેમજ પ્રફુલ્લિત હશે.
وَ وُجُوۡہٌ یَّوۡمَئِذٍ عَلَیۡہَا غَبَرَۃٌ ﴿ۙ۴۰﴾
અને કેટલાક ચહેરાઓ પર તે દિવસે ધૂળ લાગેલી હશે.
تَرۡہَقُہَا قَتَرَۃٌ ﴿ؕ۴۱﴾
તેમના પર કાળાશ છવાયેલી હશે.
اُولٰٓئِکَ ہُمُ الۡکَفَرَۃُ الۡفَجَرَۃُ ﴿٪۴۲﴾
અને તેઓ તે લોકો હશે, જેઓ કાફિર અને દુરાચારી હતા.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો