Al-Anbiya
سورة الأنبياء
لَاہِیَۃً قُلُوۡبُہُمۡ ؕ وَ اَسَرُّوا النَّجۡوَی ٭ۖ الَّذِیۡنَ ظَلَمُوۡا ٭ۖ ہَلۡ ہٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثۡلُکُمۡ ۚ اَفَتَاۡتُوۡنَ السِّحۡرَ وَ اَنۡتُمۡ تُبۡصِرُوۡنَ ﴿۳﴾
તેમના દિલ તો બેદરકાર વાતોમાં પડેલા છે અને તે જાલિમ લોકો ધીમે ધીમે સલાહ સૂચન કરે છે, કે શું આ વ્યક્તિ તો તમારા જેવો જ માનવી નથી? તો પણ નારી આખે જોતા જાદુમા કેમ સપડાયેલા છો?
بَلۡ قَالُوۡۤا اَضۡغَاثُ اَحۡلَامٍۭ بَلِ افۡتَرٰىہُ بَلۡ ہُوَ شَاعِرٌ ۚۖ فَلۡیَاۡتِنَا بِاٰیَۃٍ کَمَاۤ اُرۡسِلَ الۡاَوَّلُوۡنَ ﴿۵﴾
એટલું જ નહીં પરંતુ તેઓ કહે છે કે આ કુરઆન, વિખેરાયેલા સપનાનો સંગ્રહ છે, પરંતુ તેણે પોતે ઘડી કાઢ્યું છે, પરંતુ આ તો કવિ છે. નહીં તો તે અમારી સામે કોઈ એવી નિશાની લાવી બતાવે, જેવું કે આગળના પયગંબરોને (નિશાનીઓ) લઇને મોકલવામાં આવ્યા હતાં.
اَمِ اتَّخَذُوۡا مِنۡ دُوۡنِہٖۤ اٰلِہَۃً ؕ قُلۡ ہَاتُوۡا بُرۡہَانَکُمۡ ۚ ہٰذَا ذِکۡرُ مَنۡ مَّعِیَ وَ ذِکۡرُ مَنۡ قَبۡلِیۡ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یَعۡلَمُوۡنَ ۙ الۡحَقَّ فَہُمۡ مُّعۡرِضُوۡنَ ﴿۲۴﴾
શું તે લોકોએ અલ્લાહ સિવાય બીજા ઇલાહ બનાવી રાખ્યા છે? તમે તેમને કહીદો કે આ વિશે કોઈ દલીલ લાવો, આ ઝિકર (કુરઆન) તે લોકો માટે નસીહત છે, જે મારી સાથે છે, અને આ ઝિકર (તોરાત, ઇન્જીલ વગેરે.) તે લોકો માટે પણ નસીહત છે, જે લોકો મારા કરતા પેહલા હતા, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો સત્ય વાતને જાણતા જ નથી, અને તેનાથી મોઢું ફેરવી રહ્યા છે.
یَعۡلَمُ مَا بَیۡنَ اَیۡدِیۡہِمۡ وَ مَا خَلۡفَہُمۡ وَ لَا یَشۡفَعُوۡنَ ۙ اِلَّا لِمَنِ ارۡتَضٰی وَ ہُمۡ مِّنۡ خَشۡیَتِہٖ مُشۡفِقُوۡنَ ﴿۲۸﴾
તે તેમના આગળ-પાછળના દરેક કાર્યોને જાણે છે, અને તે લોકો તેમના માટે જ શિફારીશ (ભલામણ) કરી શકે છે, જેના માટે અલ્લાહ રાજી છે, અને તે લોકો પોતે હંમેશા તેનાથી ડરતા રહે છે.
اَوَ لَمۡ یَرَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اَنَّ السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ کَانَتَا رَتۡقًا فَفَتَقۡنٰہُمَا ؕ وَ جَعَلۡنَا مِنَ الۡمَآءِ کُلَّ شَیۡءٍ حَیٍّ ؕ اَفَلَا یُؤۡمِنُوۡنَ ﴿۳۰﴾
શું કાફિરોએ એ વાત પર ધ્યાન ન આપ્યું આકાશ અને ધરતી એક-બીજા સાથે જોડાયેલા હતાં, પછી અમે તે બન્નેને અલગ કર્યા,અને દરેક જીવિત વસ્તુનું સર્જન અમે પાણી વડે કર્યું, છતાં પણ આ લોકો ઈમાન નથી લાવતા.
وَ اِذَا رَاٰکَ الَّذِیۡنَ کَفَرُوۡۤا اِنۡ یَّتَّخِذُوۡنَکَ اِلَّا ہُزُوًا ؕ اَہٰذَا الَّذِیۡ یَذۡکُرُ اٰلِہَتَکُمۡ ۚ وَ ہُمۡ بِذِکۡرِ الرَّحۡمٰنِ ہُمۡ کٰفِرُوۡنَ ﴿۳۶﴾
અને કાફિરો જ્યારે તમારી સામે જુએ છે, તો તમારી મશ્કરી કરે છે, (અને કહે છે) કે શું આ જ તે વ્યક્તિ છે, જે તમારા પૂજ્યોનું વર્ણન કરતો રહે છે? અને તે પોતે જ રહમાનની યાદના ઇન્કાર કરનારા છે.
بَلۡ مَتَّعۡنَا ہٰۤؤُلَآءِ وَ اٰبَآءَہُمۡ حَتّٰی طَالَ عَلَیۡہِمُ الۡعُمُرُ ؕ اَفَلَا یَرَوۡنَ اَنَّا نَاۡتِی الۡاَرۡضَ نَنۡقُصُہَا مِنۡ اَطۡرَافِہَا ؕ اَفَہُمُ الۡغٰلِبُوۡنَ ﴿۴۴﴾
પરંતુ અમે તે લોકોને અને તેમના પૂર્વજોને જીવન જીવવા માટે ખૂબ સામાન આપ્યો, ત્યાં સુધી કે તેમની ઉંમરનો સમય પસાર થઇ ગયો, શું તે લોકો નથી જોતા કે અમે ધરતીને તેના કિનારા પાસેથી ઘટાડી રહ્યા છે, હવે શું તે લોકો જ પ્રભુત્વશાળી છે?
وَ نَضَعُ الۡمَوَازِیۡنَ الۡقِسۡطَ لِیَوۡمِ الۡقِیٰمَۃِ فَلَا تُظۡلَمُ نَفۡسٌ شَیۡئًا ؕ وَ اِنۡ کَانَ مِثۡقَالَ حَبَّۃٍ مِّنۡ خَرۡدَلٍ اَتَیۡنَا بِہَا ؕ وَ کَفٰی بِنَا حٰسِبِیۡنَ ﴿۴۷﴾
અને અમે કયામતના દિવસે ન્યાયી ત્રાજવા વચ્ચે લાવીને મૂકીશું, પછી કોઈના પર કંઇ પણ જુલમ કરવામાં નહીં આવે અને જો એક કણ બરાબર પણ કર્મ કર્યું હશે, અમે તેને હાજર કરીશું અને અમે હિસાબ કરવા માટે પૂરતા છે.
وَ جَعَلۡنٰہُمۡ اَئِمَّۃً یَّہۡدُوۡنَ بِاَمۡرِنَا وَ اَوۡحَیۡنَاۤ اِلَیۡہِمۡ فِعۡلَ الۡخَیۡرٰتِ وَ اِقَامَ الصَّلٰوۃِ وَ اِیۡتَآءَ الزَّکٰوۃِ ۚ وَ کَانُوۡا لَنَا عٰبِدِیۡنَ ﴿ۚۙ۷۳﴾
અને અમે તેમને આગેવાન બનાવી દીધા, જેઓ અમારા આદેશોથી લોકોને માર્ગદર્શન આપતા હતા અને અમે તેમની તરફ સત્કાર્ય કરવા, નમાઝોની પાબંદી કરવા અને ઝકાત આપવાની વહી કરી. અને તે બધા જ અમારી બંદગી કરનારા બંદાઓ હતાં.
وَ لُوۡطًا اٰتَیۡنٰہُ حُکۡمًا وَّ عِلۡمًا وَّ نَجَّیۡنٰہُ مِنَ الۡقَرۡیَۃِ الَّتِیۡ کَانَتۡ تَّعۡمَلُ الۡخَبٰٓئِثَ ؕ اِنَّہُمۡ کَانُوۡا قَوۡمَ سَوۡءٍ فٰسِقِیۡنَ ﴿ۙ۷۴﴾
અમે લૂતને હિકમત અને જ્ઞાન આપ્યું અને તેમને તે વસ્તીથી છૂટકારો આપ્યો, જ્યાંના લોકો ખરાબ કૃત્ય કરતા હતાં અને તે લોકો તદ્દન પાપી હતાં.
وَ دَاوٗدَ وَ سُلَیۡمٰنَ اِذۡ یَحۡکُمٰنِ فِی الۡحَرۡثِ اِذۡ نَفَشَتۡ فِیۡہِ غَنَمُ الۡقَوۡمِ ۚ وَ کُنَّا لِحُکۡمِہِمۡ شٰہِدِیۡنَ ﴿٭ۙ۷۸﴾
અને દાઉદ અને સુલૈમાનને પણ (આ જ નેઅમત આપી હતી) જ્યારે કે તે લોકો એક ખેતર બાબતે નિર્ણય કરી રહ્યા હતાં, જેને થોડાંક લોકોની બકરીઓ રાત્રે ખેતરમાં ચારો ચરી ગઇ હતી અને તેમના નિર્ણય વખતે અમે તેમને જોઈ રહ્યા હતા.
فَفَہَّمۡنٰہَا سُلَیۡمٰنَ ۚ وَ کُلًّا اٰتَیۡنَا حُکۡمًا وَّ عِلۡمًا ۫ وَّ سَخَّرۡنَا مَعَ دَاوٗدَ الۡجِبَالَ یُسَبِّحۡنَ وَ الطَّیۡرَ ؕ وَ کُنَّا فٰعِلِیۡنَ ﴿۷۹﴾
અમે તેમની બાબતે સુલૈમાનને સાચો નિર્ણય સમજાવી દીધો, હાં! અમે બન્નેને નિર્ણય કરવાની શક્તિ અને જ્ઞાન આપી રાખ્યું હતું અને દાઉદના વશમાં પર્વતો અને પંખીઓને પણ કરી દીધા હતાં, જેઓ તેમની સાથે તસ્બીહ કરતા રહે, અને આ દરેક કામ કરનાર અમે પોતે હતા.
وَ لِسُلَیۡمٰنَ الرِّیۡحَ عَاصِفَۃً تَجۡرِیۡ بِاَمۡرِہٖۤ اِلَی الۡاَرۡضِ الَّتِیۡ بٰرَکۡنَا فِیۡہَا ؕ وَ کُنَّا بِکُلِّ شَیۡءٍ عٰلِمِیۡنَ ﴿۸۱﴾
અમે ભયંકર હવાને સુલૈમાનના વશમાં કરી દીધી હતી, જે તેમના આદેશ પ્રમાણે તે ધરતી તરફ ફૂંકાતી હતી, જ્યાં અમે બરકત આપી રાખી હતી અને અમે દરેક વસ્તુને ખૂબ સારી જાણીએ છીએ.
فَاسۡتَجَبۡنَا لَہٗ فَکَشَفۡنَا مَا بِہٖ مِنۡ ضُرٍّ وَّ اٰتَیۡنٰہُ اَہۡلَہٗ وَ مِثۡلَہُمۡ مَّعَہُمۡ رَحۡمَۃً مِّنۡ عِنۡدِنَا وَ ذِکۡرٰی لِلۡعٰبِدِیۡنَ ﴿۸۴﴾
તો અમે તેમની (દુઆ) સાંભળી લીધી અને જે દુ:ખ તેમને પહોંચ્યું હતું તેને દૂર કરી દીધું અને તેમને પત્ની અને સંતાન આપ્યા, પરંતુ તેમની સાથે તેમના જેવા જ બીજા પણ, આ અમારી ખાસ કૃપા હતી, (આમાં પણ) સાચા બંદાઓ માટે શિખામણનું કારણ હતું.
وَ ذَاالنُّوۡنِ اِذۡ ذَّہَبَ مُغَاضِبًا فَظَنَّ اَنۡ لَّنۡ نَّقۡدِرَ عَلَیۡہِ فَنَادٰی فِی الظُّلُمٰتِ اَنۡ لَّاۤ اِلٰہَ اِلَّاۤ اَنۡتَ سُبۡحٰنَکَ ٭ۖ اِنِّیۡ کُنۡتُ مِنَ الظّٰلِمِیۡنَ ﴿ۚۖ۸۷﴾
માછલીવાળા (યૂનુસ) ને, અમે તેમને પણ અમારી નેઅમત આપી. જ્યારે તેઓ ગુસ્સામાં (વસ્તી છોડી) નીકળી ગયા, તેમને અનુમાન હતું કે અમે તેમની પકડ નહીં કરી શકીએ, છેવટે તેમણે અંધકારમાં અમને પોકાર્યા, અલ્લાહ! તારા સિવાય કોઈ ઇલાહ નથી, તું પવિત્ર છે. નિ:શંક હું જ જાલિમ છું. (છેવટે તે ઉઠયા કે,)
فَاسۡتَجَبۡنَا لَہٗ ۫ وَ وَہَبۡنَا لَہٗ یَحۡیٰی وَ اَصۡلَحۡنَا لَہٗ زَوۡجَہٗ ؕاِنَّہُمۡ کَانُوۡا یُسٰرِعُوۡنَ فِی الۡخَیۡرٰتِ وَ یَدۡعُوۡنَنَا رَغَبًا وَّ رَہَبًا ؕوَ کَانُوۡا لَنَا خٰشِعِیۡنَ ﴿۹۰﴾
અમે તેમની દુઆ કબૂલ કરી, અને તેમને યહ્યા આપ્યા અને તેમની પત્નીને તેમના માટે સ્વસ્થ કરી દીધી, આ બધા પ્રભુત્વશાળી લોકો સત્કાર્ય તરફ ઉતાવળ કરતા હતાં અને અમને આશા અને ડર બન્નેની સાથે પોકારતા હતાં અને અમારી સામે આજીજી કરવાવાળા હતાં.
وَ اقۡتَرَبَ الۡوَعۡدُ الۡحَقُّ فَاِذَا ہِیَ شَاخِصَۃٌ اَبۡصَارُ الَّذِیۡنَ کَفَرُوۡا ؕ یٰوَیۡلَنَا قَدۡ کُنَّا فِیۡ غَفۡلَۃٍ مِّنۡ ہٰذَا بَلۡ کُنَّا ظٰلِمِیۡنَ ﴿۹۷﴾
અને સાચું વચન (કયામત) નજીક આવી જશે, તે સમયે કાફિરોની નજરો ફાટેલી રહી જશે, (અને તેઓ કહેશે) અફસોસ! અમે તો આ પરિસ્થિતિથી અજાણ હતાં, પરંતુ ખરેખર અમે જ જાલિમ હતાં.
یَوۡمَ نَطۡوِی السَّمَآءَ کَطَیِّ السِّجِلِّ لِلۡکُتُبِ ؕ کَمَا بَدَاۡنَاۤ اَوَّلَ خَلۡقٍ نُّعِیۡدُہٗ ؕ وَعۡدًا عَلَیۡنَا ؕ اِنَّا کُنَّا فٰعِلِیۡنَ ﴿۱۰۴﴾
તે દિવસે આકાશને અમે એવી રીતે લપેટી દઇશું, જેવી રીતે લેખક પાનાને લપેટી દે છે, જેવી રીતે અમે પ્રથમ વખત તમારું સર્જન કર્યું હતું, તેવી જ રીતે બીજી વખત કરીશું. આ અમારા શિરે એક વચન છે અને અમે તેને જરૂર પૂરું કરીશું.