અલ-કુરઆન

75

Al-Qiyama

سورة القيامة


لَاۤ اُقۡسِمُ بِیَوۡمِ الۡقِیٰمَۃِ ۙ﴿۱﴾

હું કયામતના દિવસની કસમ ખાઉં છું

وَ لَاۤ اُقۡسِمُ بِالنَّفۡسِ اللَّوَّامَۃِ ؕ﴿۲﴾

અને ઠપકો આપનાર નફસની કસમ ખાઉં છું .

اَیَحۡسَبُ الۡاِنۡسَانُ اَلَّنۡ نَّجۡمَعَ عِظَامَہٗ ؕ﴿۳﴾

શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા નહી કરી શકીએ?

بَلٰی قٰدِرِیۡنَ عَلٰۤی اَنۡ نُّسَوِّیَ بَنَانَہٗ ﴿۴﴾

કેમ નહીં અમે આ વાત પર કુદરત ધરાવીએ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઈશુ.

بَلۡ یُرِیۡدُ الۡاِنۡسَانُ لِیَفۡجُرَ اَمَامَہٗ ۚ﴿۵﴾

પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે.

یَسۡـَٔلُ اَیَّانَ یَوۡمُ الۡقِیٰمَۃِ ؕ﴿۶﴾

સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે.

فَاِذَا بَرِقَ الۡبَصَرُ ۙ﴿۷﴾

તો (તેનો જવાબ એ છે કે)જ્યારે નજર પથરાઇ જશે.

وَ خَسَفَ الۡقَمَرُ ۙ﴿۸﴾

અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે.

وَ جُمِعَ الشَّمۡسُ وَ الۡقَمَرُ ۙ﴿۹﴾

સૂર્ય અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે.

10

یَقُوۡلُ الۡاِنۡسَانُ یَوۡمَئِذٍ اَیۡنَ الۡمَفَرُّ ﴿ۚ۱۰﴾

તે દિવસે માનવી કહેશે કે ક્યા ભાગીને જાવું?

11

کَلَّا لَا وَزَرَ ﴿ؕ۱۱﴾

ના ના તેને કોઇ પનાહની જગ્યા નહીં મળે.

12

اِلٰی رَبِّکَ یَوۡمَئِذِۣ الۡمُسۡتَقَرُّ ﴿ؕ۱۲﴾

આજે તો તારા પાલનહાર તરફ જ રુકવાનું છે.

13

یُنَبَّؤُا الۡاِنۡسَانُ یَوۡمَئِذٍۭ بِمَا قَدَّمَ وَ اَخَّرَ ﴿ؕ۱۳﴾

તે દિવસે માનવીને જણાવવામાં આવશે કે તેણે આગળ શું મોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે?

14

بَلِ الۡاِنۡسَانُ عَلٰی نَفۡسِہٖ بَصِیۡرَۃٌ ﴿ۙ۱۴﴾

પરંતુ માનવી સ્વયં પોતે પોતાને જોવાવાળો છે.

15

وَّ لَوۡ اَلۡقٰی مَعَاذِیۡرَہٗ ﴿ؕ۱۵﴾

ભલેને તે કેટલાય બહાના રજૂ કેમ ન કરે.

16

لَا تُحَرِّکۡ بِہٖ لِسَانَکَ لِتَعۡجَلَ بِہٖ ﴿ؕ۱۶﴾

(હે પયગંબર) તમે કુરઆન મજીદને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં.

17

اِنَّ عَلَیۡنَا جَمۡعَہٗ وَ قُرۡاٰنَہٗ ﴿ۚۖ۱۷﴾

તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે.

18

فَاِذَا قَرَاۡنٰہُ فَاتَّبِعۡ قُرۡاٰنَہٗ ﴿ۚ۱۸﴾

પછી જ્યારે અમે તમને પઢાવી દઈએ તો પછી તેવી જ રીતે પઢો.

19

ثُمَّ اِنَّ عَلَیۡنَا بَیَانَہٗ ﴿ؕ۱۹﴾

પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે.

20

کَلَّا بَلۡ تُحِبُّوۡنَ الۡعَاجِلَۃَ ﴿ۙ۲۰﴾

ના ના, (સાચી વાત એ છે કે) તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો.

21

وَ تَذَرُوۡنَ الۡاٰخِرَۃَ ﴿ؕ۲۱﴾

અને આખિરતને છોડી બેઠા છો.

22

وُجُوۡہٌ یَّوۡمَئِذٍ نَّاضِرَۃٌ ﴿ۙ۲۲﴾

તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે.

23

اِلٰی رَبِّہَا نَاظِرَۃٌ ﴿ۚ۲۳﴾

પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે.

24

وَ وُجُوۡہٌ یَّوۡمَئِذٍۭ بَاسِرَۃٌ ﴿ۙ۲۴﴾

અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે.

25

تَظُنُّ اَنۡ یُّفۡعَلَ بِہَا فَاقِرَۃٌ ﴿ؕ۲۵﴾

સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે.

26

کَلَّاۤ اِذَا بَلَغَتِ التَّرَاقِیَ ﴿ۙ۲۶﴾

ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.

27

وَ قِیۡلَ مَنۡ ٜ رَاقٍ ﴿ۙ۲۷﴾

અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે?

28

وَّ ظَنَّ اَنَّہُ الۡفِرَاقُ ﴿ۙ۲۸﴾

અને મૃત્યુ પામનારને યકીન થઇ જાય છે કે આ તેની જુદાઈનો સમય છે.

29

وَ الۡتَفَّتِ السَّاقُ بِالسَّاقِ ﴿ۙ۲۹﴾

અને એક પિંડલી બીજી પિંડલી સાથે ભેગી થઇ જશે.

30

اِلٰی رَبِّکَ یَوۡمَئِذِۣ الۡمَسَاقُ ﴿ؕ٪۳۰﴾

આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે.

31

فَلَا صَدَّقَ وَ لَا صَلّٰی ﴿ۙ۳۱﴾

તેણે ન તો પુષ્ટિ કરી અને ન તો નમાઝ પઢી.

32

وَ لٰکِنۡ کَذَّبَ وَ تَوَلّٰی ﴿ۙ۳۲﴾

પરંતુ સત્યને જુઠલાવ્યુ અને મોઢું ફેરવી લીધું.

33

ثُمَّ ذَہَبَ اِلٰۤی اَہۡلِہٖ یَتَمَطّٰی ﴿ؕ۳۳﴾

પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો.

34

اَوۡلٰی لَکَ فَاَوۡلٰی ﴿ۙ۳۴﴾

ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર.

35

ثُمَّ اَوۡلٰی لَکَ فَاَوۡلٰی ﴿ؕ۳۵﴾

પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે.

36

اَیَحۡسَبُ الۡاِنۡسَانُ اَنۡ یُّتۡرَکَ سُدًی ﴿ؕ۳۶﴾

શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે.

37

اَلَمۡ یَکُ نُطۡفَۃً مِّنۡ مَّنِیٍّ یُّمۡنٰی ﴿ۙ۳۷﴾

શું તે વીર્યનું એક ટીપું ન હતો, જે ટપકાવવામાં આવ્યું હતું.

38

ثُمَّ کَانَ عَلَقَۃً فَخَلَقَ فَسَوّٰی ﴿ۙ۳۸﴾

પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેને ઠીક માનવી બનાવ્યો.

39

فَجَعَلَ مِنۡہُ الزَّوۡجَیۡنِ الذَّکَرَ وَ الۡاُنۡثٰی ﴿ؕ۳۹﴾

પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા.

40

اَلَیۡسَ ذٰلِکَ بِقٰدِرٍ عَلٰۤی اَنۡ یُّحۡیَِۧ الۡمَوۡتٰی ﴿٪۴۰﴾

શું (અલ્લાહ તઆલા) તે (વાત) પર કુદરત નથી ધરાવતો કે મૃતકને ફરી જીવિત કરી દે?