અલ-કુરઆન

54

Al-Qamar

سورة القمر


اِقۡتَرَبَتِ السَّاعَۃُ وَ انۡشَقَّ الۡقَمَرُ ﴿۱﴾

કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો.

وَ اِنۡ یَّرَوۡا اٰیَۃً یُّعۡرِضُوۡا وَ یَقُوۡلُوۡا سِحۡرٌ مُّسۡتَمِرٌّ ﴿۲﴾

આ (કાફિર) જો કોઇ નિશાની જોઇ લે છે, તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો જાદુ છે, જે પહેલાથી ચાલતું આવ્યું છે.

وَ کَذَّبُوۡا وَ اتَّبَعُوۡۤا اَہۡوَآءَہُمۡ وَ کُلُّ اَمۡرٍ مُّسۡتَقِرٌّ ﴿۳﴾

તેમણે તેને જુઠલાવ્યા અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કર્યું. જ્યારે કે દરેક કાર્યનો એક સમય નક્કી છે.

وَ لَقَدۡ جَآءَہُمۡ مِّنَ الۡاَنۡۢبَآءِ مَا فِیۡہِ مُزۡدَجَرٌ ۙ﴿۴﴾

નિ:શંક તેમની પાસે (પહેલાની કોમોની) ખબર પહોચી ગઈ છે, જેમાં ઘણી ચેતવણીઓ છે.

حِکۡمَۃٌۢ بَالِغَۃٌ فَمَا تُغۡنِ النُّذُرُ ۙ﴿۵﴾

(તેમાં) સંપૂર્ણ બુધ્ધીવાળી વાત છે. પરંતુ ચેતવણીઓ તેમના કોઈ કામમાં ન આવી.

فَتَوَلَّ عَنۡہُمۡ ۘ یَوۡمَ یَدۡعُ الدَّاعِ اِلٰی شَیۡءٍ نُّکُرٍ ۙ﴿۶﴾

બસ! (હે પયગંબર) તમે તેમના પરવા ન કરશો, જે દિવસે એક પોકારવાવાળો અણગમતી વસ્તુ તરફ પોકારશે,

خُشَّعًا اَبۡصَارُہُمۡ یَخۡرُجُوۡنَ مِنَ الۡاَجۡدَاثِ کَاَنَّہُمۡ جَرَادٌ مُّنۡتَشِرٌ ۙ﴿۷﴾

આ લોકો તે દિવસે પોતાની આંખો ઝુકાવી કબરોમાંથી એવી રીતે નીકળશે, જેવાકે વિખેરાયેલા તીડાં છે.

مُّہۡطِعِیۡنَ اِلَی الدَّاعِ ؕ یَقُوۡلُ الۡکٰفِرُوۡنَ ہٰذَا یَوۡمٌ عَسِرٌ ﴿۸﴾

પોકારવાવાળા તરફ દોડતા હશે, (તે દિવસે) કાફિર કહેશે કે આ દિવસ ઘણો જ સખત છે.

کَذَّبَتۡ قَبۡلَہُمۡ قَوۡمُ نُوۡحٍ فَکَذَّبُوۡا عَبۡدَنَا وَ قَالُوۡا مَجۡنُوۡنٌ وَّ ازۡدُجِرَ ﴿۹﴾

તેમના પહેલા નૂહની કોમ પણ અમારા બંદાને જુઠલાવી ચૂકી છે અને કહેવા લાગ્યા કે આ તો પાગલ છે, અને તેને ઝાટકી નાખ્યો હતો.

10

فَدَعَا رَبَّہٗۤ اَنِّیۡ مَغۡلُوۡبٌ فَانۡتَصِرۡ ﴿۱۰﴾

બસ! તેણે પોતાના પાલનહારથી દુઆ કરી કે હું લાચાર થઇ ગયો છું, હવે તું તેમનાથી બદલો લે.

11

فَفَتَحۡنَاۤ اَبۡوَابَ السَّمَآءِ بِمَآءٍ مُّنۡہَمِرٍ ﴿۫ۖ۱۱﴾

ત્યારે અમે આકાશના દ્વારને મુશળધાર વરસાદથી ખોલી નાખ્યા.

12

وَّ فَجَّرۡنَا الۡاَرۡضَ عُیُوۡنًا فَالۡتَقَی الۡمَآءُ عَلٰۤی اَمۡرٍ قَدۡ قُدِرَ ﴿ۚ۱۲﴾

અને ધરતી માંથી ઝરણાઓને વહેતા કરી દીધા. બસ! તે કાર્ય પર જેટલું પાણી મુકદ્દર કરવામાં આવ્યુ હતું તે નિમીત થઇ ગયું

13

وَ حَمَلۡنٰہُ عَلٰی ذَاتِ اَلۡوَاحٍ وَّ دُسُرٍ ﴿ۙ۱۳﴾

અને અમે તેને પાટિયા અને ખીલાવાળી (નૌકા) પર સવાર કરી દીધા.

14

تَجۡرِیۡ بِاَعۡیُنِنَا ۚ جَزَآءً لِّمَنۡ کَانَ کُفِرَ ﴿۱۴﴾

જે અમારી દેખરેખ હેઠળ ચાલી રહી હતી. આ હતો બદલો, તે લોકો માટે જેનો ઇન્કાર કરવામાં આવી રહ્યો હતો.

15

وَ لَقَدۡ تَّرَکۡنٰہَاۤ اٰیَۃً فَہَلۡ مِنۡ مُّدَّکِرٍ ﴿۱۵﴾

અને તે હોડીને અમે એક નિશાની બનાવી છોડી દીધી, શું કોઈ છે શિખામણ પ્રાપ્ત કરનાર?

16

فَکَیۡفَ کَانَ عَذَابِیۡ وَ نُذُرِ ﴿۱۶﴾

પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી?

17

وَ لَقَدۡ یَسَّرۡنَا الۡقُرۡاٰنَ لِلذِّکۡرِ فَہَلۡ مِنۡ مُّدَّکِرٍ ﴿۱۷﴾

અને નિ:શંક અમે આ કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર?

18

کَذَّبَتۡ عَادٌ فَکَیۡفَ کَانَ عَذَابِیۡ وَ نُذُرِ ﴿۱۸﴾

આદની કોમે પણ જુઠલાવ્યા, બસ! પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી?

19

اِنَّاۤ اَرۡسَلۡنَا عَلَیۡہِمۡ رِیۡحًا صَرۡصَرًا فِیۡ یَوۡمِ نَحۡسٍ مُّسۡتَمِرٍّ ﴿ۙ۱۹﴾

અમે તેમના પર સખત વાવાઝોડું, એક ભયાવહ દિવસે મોકલ્યું, જે સતત ચાલતું રહ્યું.

20

تَنۡزِعُ النَّاسَ ۙ کَاَنَّہُمۡ اَعۡجَازُ نَخۡلٍ مُّنۡقَعِرٍ ﴿۲۰﴾

જે લોકોને એવી રીતે ઉખાડી ફેંકતુ હતું, જેમકે મૂળમાંથી ઉખાડેલા ખજૂરના વૃક્ષો હોય.

21

فَکَیۡفَ کَانَ عَذَابِیۡ وَ نُذُرِ ﴿۲۱﴾

પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી?

22

وَ لَقَدۡ یَسَّرۡنَا الۡقُرۡاٰنَ لِلذِّکۡرِ فَہَلۡ مِنۡ مُّدَّکِرٍ ﴿٪۲۲﴾

નિ:શંક અમે અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર?

23

کَذَّبَتۡ ثَمُوۡدُ بِالنُّذُرِ ﴿۲۳﴾

ષમૂદની કોમે પણ ચેતવણી આપનારને જુઠલાવ્યા હતા.

24

فَقَالُوۡۤا اَبَشَرًا مِّنَّا وَاحِدًا نَّتَّبِعُہٗۤ ۙ اِنَّاۤ اِذًا لَّفِیۡ ضَلٰلٍ وَّ سُعُرٍ ﴿۲۴﴾

અને તેઓ કહેવા લાગ્યા શું અમારા માંથી જ એક વ્યક્તિની વાતોનું અનુસરણ કરીએ? ત્યારે તો અમે ગુમરાહી અને પાગલપણામાં પડી જઈશું.

25

ءَاُلۡقِیَ الذِّکۡرُ عَلَیۡہِ مِنۡۢ بَیۡنِنَا بَلۡ ہُوَ کَذَّابٌ اَشِرٌ ﴿۲۵﴾

શું અમારા માંથી ફકત તેના પર જ વહી ઉતારવામાં આવી? ના પરંતુ તે તો જુઠો અને બડાઈ મારનાર છે.

26

سَیَعۡلَمُوۡنَ غَدًا مَّنِ الۡکَذَّابُ الۡاَشِرُ ﴿۲۶﴾

આ લોકો નજીકમાં જ જાણી લે શે કે જુઠો અને બડાઈ મારનાર કોણ છે?

27

اِنَّا مُرۡسِلُوا النَّاقَۃِ فِتۡنَۃً لَّہُمۡ فَارۡتَقِبۡہُمۡ وَ اصۡطَبِرۡ ﴿۫۲۷﴾

(હે સાલિહ) અમે તેમની કસોટી માટે ઊંટણી મુકલી રહ્યા છે. બસ! તમે સાબર કરી તેમના (પરિણામ)ની રાહ જુવો.

28

وَ نَبِّئۡہُمۡ اَنَّ الۡمَآءَ قِسۡمَۃٌۢ بَیۡنَہُمۡ ۚ کُلُّ شِرۡبٍ مُّحۡتَضَرٌ ﴿۲۸﴾

હાં તેઓને ચેતવણી આપી દો કે પાણી તેમની અને ઊંટણીની વચ્ચે વહેંચાય જશે, દરેક પોતાની વારી પર હાજર થશે.

29

فَنَادَوۡا صَاحِبَہُمۡ فَتَعَاطٰی فَعَقَرَ ﴿۲۹﴾

તેમણે પોતાના એક સાથીને બોલાવ્યો, જેણે હુમલો કર્યો અને તેના પગ કાપી નાખ્યા.

30

فَکَیۡفَ کَانَ عَذَابِیۡ وَ نُذُرِ ﴿۳۰﴾

પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી?

31

اِنَّاۤ اَرۡسَلۡنَا عَلَیۡہِمۡ صَیۡحَۃً وَّاحِدَۃً فَکَانُوۡا کَہَشِیۡمِ الۡمُحۡتَظِرِ ﴿۳۱﴾

અમે તેઓના પર એક અવાજ (ભયંકર ચીસ) મોકલી. બસ! એવા થઇ ગયા જેવા કે કાંટાની છુંદાયેલી વાડ હોય.

32

وَ لَقَدۡ یَسَّرۡنَا الۡقُرۡاٰنَ لِلذِّکۡرِ فَہَلۡ مِنۡ مُّدَّکِرٍ ﴿۳۲﴾

અમે શિખામણ માટે કુરઆનને સરળ કરી દીધુ છે, બસ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે?

33

کَذَّبَتۡ قَوۡمُ لُوۡطٍۭ بِالنُّذُرِ ﴿۳۳﴾

લૂતની કોમે પણ ચેતવણી આપનારાઓને જુઠલાવ્યા.

34

اِنَّاۤ اَرۡسَلۡنَا عَلَیۡہِمۡ حَاصِبًا اِلَّاۤ اٰلَ لُوۡطٍ ؕ نَجَّیۡنٰہُمۡ بِسَحَرٍ ﴿ۙ۳۴﴾

નિ:શંક અમે તેમના પર પત્થરો નો વરસાદ મોકલ્યો. પરંતુ અમે લૂતના ઘરવાળાઓને સહરીના સમયે બચાવી નિકાળી લીધા.

35

نِّعۡمَۃً مِّنۡ عِنۡدِنَا ؕ کَذٰلِکَ نَجۡزِیۡ مَنۡ شَکَرَ ﴿۳۵﴾

આ મારા તરફથી ઉપકાર હતો, અમે દરેક આભારીને આવી જ રીતે બદલો આપીએ છીએ.

36

وَ لَقَدۡ اَنۡذَرَہُمۡ بَطۡشَتَنَا فَتَمَارَوۡا بِالنُّذُرِ ﴿۳۶﴾

નિ:શંક (લૂતે) તેઓને અમારી પકડથી ડરાવ્યા હતા. પરંતુ તેમણે ચેતવણી આપનાર સાથે (શંકા અને) ઝઘડો કર્યો.

37

وَ لَقَدۡ رَاوَدُوۡہُ عَنۡ ضَیۡفِہٖ فَطَمَسۡنَاۤ اَعۡیُنَہُمۡ فَذُوۡقُوۡا عَذَابِیۡ وَ نُذُرِ ﴿۳۷﴾

અને તેઓ (લૂત) પાસે તેમના મહેમાનોની માંગણી કરતા રહ્યા, બસ! અમે તેઓને આંધળા કરી દીધા, (અને કહી દીધુ) હવે મારો અઝાબ અને મારી ચેતવણીનો સ્વાદ ચાખો.

38

وَ لَقَدۡ صَبَّحَہُمۡ بُکۡرَۃً عَذَابٌ مُّسۡتَقِرٌّ ﴿ۚ۳۸﴾

અને પરોઢમાં જ એક જ્ગ્યા પર નક્કી કરેલ અઝાબ નષ્ટ કરી દીધા.

39

فَذُوۡقُوۡا عَذَابِیۡ وَ نُذُرِ ﴿۳۹﴾

બસ! (અમે કહ્યું) કે હવે મારા અઝાબ અને મારી ચેતવણીઓનો સ્વાદ ચાખો.

40

وَ لَقَدۡ یَسَّرۡنَا الۡقُرۡاٰنَ لِلذِّکۡرِ فَہَلۡ مِنۡ مُّدَّکِرٍ ﴿٪۴۰﴾

અને નિ:શંક અમે કુરઆનને શિખામણ માટે સરળ કરી દીધું છે, બસ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે.

41

وَ لَقَدۡ جَآءَ اٰلَ فِرۡعَوۡنَ النُّذُرُ ﴿ۚ۴۱﴾

અને ફિરઔનની કોમ પાસે પણ ચેતવણી આપનાર આવ્યા હતા.

42

کَذَّبُوۡا بِاٰیٰتِنَا کُلِّہَا فَاَخَذۡنٰہُمۡ اَخۡذَ عَزِیۡزٍ مُّقۡتَدِرٍ ﴿۴۲﴾

તે લોકોએ અમારી દરેક નિશાનીઓ જુઠલાવી દીધી . બસ! અમે તેઓને ખુબ જ વિજયી, તાકાતવાર પકડનારની માફક પકડી લીધા.

43

اَکُفَّارُکُمۡ خَیۡرٌ مِّنۡ اُولٰٓئِکُمۡ اَمۡ لَکُمۡ بَرَآءَۃٌ فِی الزُّبُرِ ﴿ۚ۴۳﴾

શું તમારા કાફિરો તેમના કરતા શ્રેષ્ઠ છે, અથવા તમારા માટે આકાશીય કિતાબોમાં નજાત લખી દેવામાં આવી છે?

44

اَمۡ یَقُوۡلُوۡنَ نَحۡنُ جَمِیۡعٌ مُّنۡتَصِرٌ ﴿۴۴﴾

શું તે લોકો એવું કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ છે.

45

سَیُہۡزَمُ الۡجَمۡعُ وَ یُوَلُّوۡنَ الدُّبُرَ ﴿۴۵﴾

નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે.

46

بَلِ السَّاعَۃُ مَوۡعِدُہُمۡ وَ السَّاعَۃُ اَدۡہٰی وَ اَمَرُّ ﴿۴۶﴾

પરંતુ તેમના વચનનો ખરેખર સમય તો કયામત છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે.

47

اِنَّ الۡمُجۡرِمِیۡنَ فِیۡ ضَلٰلٍ وَّ سُعُرٍ ﴿ۘ۴۷﴾

નિ;શંક દુરાચારી લોકો ગુમરાહી પાગલપણામાં પડેલા છે.

48

یَوۡمَ یُسۡحَبُوۡنَ فِی النَّارِ عَلٰی وُجُوۡہِہِمۡ ؕ ذُوۡقُوۡا مَسَّ سَقَرَ ﴿۴۸﴾

જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે, (અને તેમને કહેવામાં આવશે) હવે જહન્નમની આગનો મજા ચાખો.

49

اِنَّا کُلَّ شَیۡءٍ خَلَقۡنٰہُ بِقَدَرٍ ﴿۴۹﴾

નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે.

50

وَ مَاۤ اَمۡرُنَاۤ اِلَّا وَاحِدَۃٌ کَلَمۡحٍۭ بِالۡبَصَرِ ﴿۵۰﴾

અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે, જેમકે પલકવારમાં.

51

وَ لَقَدۡ اَہۡلَکۡنَاۤ اَشۡیَاعَکُمۡ فَہَلۡ مِنۡ مُّدَّکِرٍ ﴿۵۱﴾

અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે કોઇ શિખામણ ગ્રહણ કરનાર?

52

وَ کُلُّ شَیۡءٍ فَعَلُوۡہُ فِی الزُّبُرِ ﴿۵۲﴾

જે કંઇ પણ તેઓએ (કર્મો) કર્યા છે તે બધુ જ કર્મનોંધમાં લખેલ છે.

53

وَ کُلُّ صَغِیۡرٍ وَّ کَبِیۡرٍ مُّسۡتَطَرٌ ﴿۵۳﴾

(આવી જ રીતે) દરેક નાની મોટી વાત પર લખેલ છે.

54

اِنَّ الۡمُتَّقِیۡنَ فِیۡ جَنّٰتٍ وَّ نَہَرٍ ﴿ۙ۵۴﴾

નિ:શંક અમારો ડર રાખનાર જન્નતો અને નહેરોમાં છે.

55

فِیۡ مَقۡعَدِ صِدۡقٍ عِنۡدَ مَلِیۡکٍ مُّقۡتَدِرٍ ﴿٪۵۵﴾

સાચું પ્રતિષ્ઠાનું સ્થાન, તાકાતવર બાદશાહ પાસે.