Al-Muddathir
سورة المدثر
وَ مَا جَعَلۡنَاۤ اَصۡحٰبَ النَّارِ اِلَّا مَلٰٓئِکَۃً ۪ وَّ مَا جَعَلۡنَا عِدَّتَہُمۡ اِلَّا فِتۡنَۃً لِّلَّذِیۡنَ کَفَرُوۡا ۙ لِیَسۡتَیۡقِنَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ وَ یَزۡدَادَ الَّذِیۡنَ اٰمَنُوۡۤا اِیۡمَانًا وَّ لَا یَرۡتَابَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ وَ الۡمُؤۡمِنُوۡنَ ۙ وَ لِیَقُوۡلَ الَّذِیۡنَ فِیۡ قُلُوۡبِہِمۡ مَّرَضٌ وَّ الۡکٰفِرُوۡنَ مَاذَاۤ اَرَادَ اللّٰہُ بِہٰذَا مَثَلًا ؕ کَذٰلِکَ یُضِلُّ اللّٰہُ مَنۡ یَّشَآءُ وَ یَہۡدِیۡ مَنۡ یَّشَآءُ ؕ وَ مَا یَعۡلَمُ جُنُوۡدَ رَبِّکَ اِلَّا ہُوَ ؕ وَ مَا ہِیَ اِلَّا ذِکۡرٰی لِلۡبَشَرِ ﴿٪۳۱﴾
અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યાને કાફિરો માટે કસોટી બનાવી છે. જેથી અહલે કિતાબ યકીન કરવા લાગે કે ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને અહલે કિતાબ અને ઇમાનવાળા કોઈ શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, તેને ગુમરાહ કરી દે છે અને જેને ઇચ્છે, હિદાયત પર લાવી દે છે અને તમારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ (જહન્નમનું વર્ણન) ફક્ત એટલા માટે કે લોકો શિખામણ પ્રાપ્ત કરે.