અલ-કુરઆન

15

Al-Hijr

سورة الحجر


الٓرٰ ۟ تِلۡکَ اٰیٰتُ الۡکِتٰبِ وَ قُرۡاٰنٍ مُّبِیۡنٍ ﴿۱﴾

અલિફ-લામ્-રૉ. [1] આ અલ્લાહની કિતાબની અને તે કુરઆનની આયતો છે, જે પોતાના આદેશો સ્પષ્ટ રીતે વર્ણન કરે છે.

رُبَمَا یَوَدُّ الَّذِیۡنَ کَفَرُوۡا لَوۡ کَانُوۡا مُسۡلِمِیۡنَ ﴿۲﴾

એક સમય આવશે, જ્યારે કાફિરો એવી આશા કરશે કે કદાચ તેઓ મુસલમાન બની ગયા હોત.

ذَرۡہُمۡ یَاۡکُلُوۡا وَ یَتَمَتَّعُوۡا وَ یُلۡہِہِمُ الۡاَمَلُ فَسَوۡفَ یَعۡلَمُوۡنَ ﴿۳﴾

તમે તેઓને (તેમની હાલત પર) છોડી દો, કે કઈક ખાઈ લે, થોડોક ફાયદો ઉઠાવી લે અને લાંબી આશાઓએ તેઓને ગફલતમાં રાખ્યા છે, નજીકમાં જ તેઓને જાણ થઇ જશે.

وَ مَاۤ اَہۡلَکۡنَا مِنۡ قَرۡیَۃٍ اِلَّا وَ لَہَا کِتَابٌ مَّعۡلُوۡمٌ ﴿۴﴾

અમે જે વસ્તીને પણ નષ્ટ કરી તો તેના માટે એક સમય પહેલાથી જ નક્કી કરેલો હતો.

مَا تَسۡبِقُ مِنۡ اُمَّۃٍ اَجَلَہَا وَ مَا یَسۡتَاۡخِرُوۡنَ ﴿۵﴾

કોઈ કોમ તે નક્કી કરેલ સમય પહેલા નષ્ટ નથી થઇ શકતી અને ન તો તે સમય પછી બાકી રહી શકે છે,

وَ قَالُوۡا یٰۤاَیُّہَا الَّذِیۡ نُزِّلَ عَلَیۡہِ الذِّکۡرُ اِنَّکَ لَمَجۡنُوۡنٌ ؕ﴿۶﴾

કાફિરો કહે છે કે હે તે વ્યક્તિ! જેના પર કુરઆન ઉતારવામાં આવે છે, ખરેખર તું તો કોઈ પાગલ છે.

لَوۡ مَا تَاۡتِیۡنَا بِالۡمَلٰٓئِکَۃِ اِنۡ کُنۡتَ مِنَ الصّٰدِقِیۡنَ ﴿۷﴾

જો તમે સાચા જ છો, તો અમારી પાસે ફરિશ્તાઓને કેમ નથી લઇ આવતા?

مَا نُنَزِّلُ الۡمَلٰٓئِکَۃَ اِلَّا بِالۡحَقِّ وَ مَا کَانُوۡۤا اِذًا مُّنۡظَرِیۡنَ ﴿۸﴾

(જો કે) અમે ફરિશ્તાઓને સત્ય (નિર્ણય) ના સમયે જ ઉતારીએ છીએ અને તે સમયે તેમને મહેતલ આપવામાં નથી આવતી.

اِنَّا نَحۡنُ نَزَّلۡنَا الذِّکۡرَ وَ اِنَّا لَہٗ لَحٰفِظُوۡنَ ﴿۹﴾

ખરેખર અમે જ આ કુરઆનને ઉતાર્યું છે અને અમે જ તેની સુરક્ષા કરનાર છે.

10

وَ لَقَدۡ اَرۡسَلۡنَا مِنۡ قَبۡلِکَ فِیۡ شِیَعِ الۡاَوَّلِیۡنَ ﴿۱۰﴾

અમે તમારા પહેલાની કોમમાં પણ પોતાના પયગંબર મોકલ્યા હતા.

11

وَ مَا یَاۡتِیۡہِمۡ مِّنۡ رَّسُوۡلٍ اِلَّا کَانُوۡا بِہٖ یَسۡتَہۡزِءُوۡنَ ﴿۱۱﴾

અને જે પણ પયગંબર તેમની પાસે આવ્યા, તેઓ તેમની ઠઠ્ઠામશ્કરી જ કરતા રહ્યા.

12

کَذٰلِکَ نَسۡلُکُہٗ فِیۡ قُلُوۡبِ الۡمُجۡرِمِیۡنَ ﴿ۙ۱۲﴾

પાપીઓના હૃદયોમાં અમે આવી જ રીતે વાતો દાખલ કરીદઇએ છીએ.

13

لَا یُؤۡمِنُوۡنَ بِہٖ وَ قَدۡ خَلَتۡ سُنَّۃُ الۡاَوَّلِیۡنَ ﴿۱۳﴾

કે તેઓ તેમના પર ઇમાન નથી લાવતા અને નિ:શંક પહેલાના લોકોની પણ આજ રીત ચાલતી આવી રહી છે.

14

وَ لَوۡ فَتَحۡنَا عَلَیۡہِمۡ بَابًا مِّنَ السَّمَآءِ فَظَلُّوۡا فِیۡہِ یَعۡرُجُوۡنَ ﴿ۙ۱۴﴾

અને જો અમે તેમના માટે આકાશના કોઈ દ્વાર ખોલી પણ નાંખીએ અને આ લોકો તેના પર ચઢવા પણ લાગે.

15

لَقَالُوۡۤا اِنَّمَا سُکِّرَتۡ اَبۡصَارُنَا بَلۡ نَحۡنُ قَوۡمٌ مَّسۡحُوۡرُوۡنَ ﴿٪۱۵﴾

તો પણ તે લોકો આ પ્રમાણે જ કહેશે કે અમારી આંખો ધોકો ખાઇ રહી છે અથવા તો અમારા પર જાદુ કરી દેવામાં આવ્યું છે.

16

وَ لَقَدۡ جَعَلۡنَا فِی السَّمَآءِ بُرُوۡجًا وَّ زَیَّنّٰہَا لِلنّٰظِرِیۡنَ ﴿ۙ۱۶﴾

નિ:શંક અમે આકાશોમાં “બુરૂજ” બનાવ્યા અને જોનારાઓ માટે તેને શણગારી દેવામાં આવ્યું છે.

17

وَ حَفِظۡنٰہَا مِنۡ کُلِّ شَیۡطٰنٍ رَّجِیۡمٍ ﴿ۙ۱۷﴾

અને દરેક ધિક્કારેલા શેતાનથી તેની રક્ષા કરી.

18

اِلَّا مَنِ اسۡتَرَقَ السَّمۡعَ فَاَتۡبَعَہٗ شِہَابٌ مُّبِیۡنٌ ﴿۱۸﴾

હાં, જો કોઈ છુપી રીતે સાંભળવાનો પ્રયત્ન કરે, તો તેની પાછળ સળગેલો (ગોળો) લાગી જાય છે.

19

وَ الۡاَرۡضَ مَدَدۡنٰہَا وَ اَلۡقَیۡنَا فِیۡہَا رَوَاسِیَ وَ اَنۡۢبَتۡنَا فِیۡہَا مِنۡ کُلِّ شَیۡءٍ مَّوۡزُوۡنٍ ﴿۱۹﴾

અને ધરતીને અમે ફેલાવી દીધી અને તેના પર પર્વતોને જમાવી દીધા અને તેમાં અમે દરેક વસ્તુને એક માપસર ઊપજાવી દીધી છે.

20

وَ جَعَلۡنَا لَکُمۡ فِیۡہَا مَعَایِشَ وَ مَنۡ لَّسۡتُمۡ لَہٗ بِرٰزِقِیۡنَ ﴿۲۰﴾

અને તે જ ઝમીનામાં અમે તમારા માટે રોજી બનાવી દીધી છે અને તેમના માટે પણ, જેમને તમે રોજી આપનારા નથી.

21

وَ اِنۡ مِّنۡ شَیۡءٍ اِلَّا عِنۡدَنَا خَزَآئِنُہٗ ۫ وَ مَا نُنَزِّلُہٗۤ اِلَّا بِقَدَرٍ مَّعۡلُوۡمٍ ﴿۲۱﴾

અને જેટલી પણ વસ્તુઓ છે તે બધાંના ખજાના અમારી પાસે છે અને અમે દરેક વસ્તુને તેના માપસર જ ઉતારીએ છીએ.

22

وَ اَرۡسَلۡنَا الرِّیٰحَ لَوَاقِحَ فَاَنۡزَلۡنَا مِنَ السَّمَآءِ مَآءً فَاَسۡقَیۡنٰکُمُوۡہُ ۚ وَ مَاۤ اَنۡتُمۡ لَہٗ بِخٰزِنِیۡنَ ﴿۲۲﴾

અને અમે પાણીનો ભારે ઉઠાવેલી હવાઓ મોકલીએ છીએ, પછી આકાશ માંથી પાણી વરસાવી તેના દ્વારા તમને પાણી પીવડાવીએ છીએ અને તે પાણીનો સંગ્રહ કરનાર પણ અમે જ છીએ, તમે નથી.

23

وَ اِنَّا لَنَحۡنُ نُحۡیٖ وَ نُمِیۡتُ وَ نَحۡنُ الۡوٰرِثُوۡنَ ﴿۲۳﴾

અમે જ જીવન પ્રદાન કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ અને અમે જ (દરેક વસ્તુઓના) વારસદાર છે.

24

وَ لَقَدۡ عَلِمۡنَا الۡمُسۡتَقۡدِمِیۡنَ مِنۡکُمۡ وَ لَقَدۡ عَلِمۡنَا الۡمُسۡتَاۡخِرِیۡنَ ﴿۲۴﴾

અને તે લોકોને પણ જાણીએ છીએ, જેઓ તમારા કરતા આગળ વધી ગયા અને (તે લોકોને પણ જાણે છે) જેઓ પાછળ રહી જનારા છે,

25

وَ اِنَّ رَبَّکَ ہُوَ یَحۡشُرُہُمۡ ؕ اِنَّہٗ حَکِیۡمٌ عَلِیۡمٌ ﴿٪۲۵﴾

તમારો પાલનહાર જ બધાંને ભેગા કરશે, નિ:શંક તે ખૂબ જ હિકમતવાળો અને બધું જ જાણવાવાળો છે.

26

وَ لَقَدۡ خَلَقۡنَا الۡاِنۡسَانَ مِنۡ صَلۡصَالٍ مِّنۡ حَمَاٍ مَّسۡنُوۡنٍ ﴿ۚ۲۶﴾

નિ:શંક અમે મનુષ્યનું સર્જન, કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટીથી કર્યું.

27

وَ الۡجَآنَّ خَلَقۡنٰہُ مِنۡ قَبۡلُ مِنۡ نَّارِ السَّمُوۡمِ ﴿۲۷﴾

અને આ પહેલા અમે જિન્નાતોનું સર્જન, લૂં વાળી આગ વડે કર્યું.

28

وَ اِذۡ قَالَ رَبُّکَ لِلۡمَلٰٓئِکَۃِ اِنِّیۡ خَالِقٌۢ بَشَرًا مِّنۡ صَلۡصَالٍ مِّنۡ حَمَاٍ مَّسۡنُوۡنٍ ﴿۲۸﴾

અને (તે સમય પણ યાદ કરો) જ્યારે તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે એક મનુષ્યનું સર્જન કરવાનો છું.

29

فَاِذَا سَوَّیۡتُہٗ وَ نَفَخۡتُ فِیۡہِ مِنۡ رُّوۡحِیۡ فَقَعُوۡا لَہٗ سٰجِدِیۡنَ ﴿۲۹﴾

તો જ્યારે હું તેને સંપૂર્ણ બનાવી લઉ અને તેમાં પોતાની રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેની સામે સિજદો કરજો.

30

فَسَجَدَ الۡمَلٰٓئِکَۃُ کُلُّہُمۡ اَجۡمَعُوۡنَ ﴿ۙ۳۰﴾

છેવટે દરેક ફરિશ્તાઓએ (આદમ)ને સિજદો કર્યો.

31

اِلَّاۤ اِبۡلِیۡسَ ؕ اَبٰۤی اَنۡ یَّکُوۡنَ مَعَ السّٰجِدِیۡنَ ﴿۳۱﴾

ફક્ત ઇબ્લિસ સિવાય, કે તેણ સિજદો કરવાવાળોનો સાથ આપવાથી ઇન્કાર કર્યો.

32

قَالَ یٰۤـاِبۡلِیۡسُ مَا لَکَ اَلَّا تَکُوۡنَ مَعَ السّٰجِدِیۡنَ ﴿۳۲﴾

(અલ્લાહ તઆલાએ) તેને કહ્યું હે ઇબ્લિસ! તને શું થઈ ગયું છે કે તું સિજદો કરવાવાળોનો સાથ ન આપ્યો?

33

قَالَ لَمۡ اَکُنۡ لِّاَسۡجُدَ لِبَشَرٍ خَلَقۡتَہٗ مِنۡ صَلۡصَالٍ مِّنۡ حَمَاٍ مَّسۡنُوۡنٍ ﴿۳۳﴾

તેણે કહ્યું કે, મને યોગ્ય ના લાગ્યું કે હું એવા વ્યક્તિને સિજદો કરું, જેને તે કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે પેદા કર્યો હોય.

34

قَالَ فَاخۡرُجۡ مِنۡہَا فَاِنَّکَ رَجِیۡمٌ ﴿ۙ۳۴﴾

અલ્લ્લાહ તઆલાએ કહ્યું, હવે તું અહિયાથી નીકળી જા, કારણકે તુ ધિક્કારેલો છે.

35

وَّ اِنَّ عَلَیۡکَ اللَّعۡنَۃَ اِلٰی یَوۡمِ الدِّیۡنِ ﴿۳۵﴾

અને તારા પર મારી ફિટકાર કયામત સુધી રહેશે.

36

قَالَ رَبِّ فَاَنۡظِرۡنِیۡۤ اِلٰی یَوۡمِ یُبۡعَثُوۡنَ ﴿۳۶﴾

કહેવા લાગ્યો કે હે મારા પાલનહાર! મને તે દિવસ સુધી (જીવિત રહેવાની) મહેતલ આપી દે કે જ્યારે લોકો બીજી વાર જીવિત કરવામાં આવશે.

37

قَالَ فَاِنَّکَ مِنَ الۡمُنۡظَرِیۡنَ ﴿ۙ۳۷﴾

કહ્યું કે સારું તને મહેતલ આપવામાં આવે છે.

38

اِلٰی یَوۡمِ الۡوَقۡتِ الۡمَعۡلُوۡمِ ﴿۳۸﴾

તે દિવસ સુધી જેનો સમય નક્કી જ છે.

39

قَالَ رَبِّ بِمَاۤ اَغۡوَیۡتَنِیۡ لَاُزَیِّنَنَّ لَہُمۡ فِی الۡاَرۡضِ وَ لَاُغۡوِیَنَّہُمۡ اَجۡمَعِیۡنَ ﴿ۙ۳۹﴾

(શૈતાને) કહ્યું કે હે મારા પાલનહાર! જો કે તે મને (આદમ દ્વારા) ગેરમાર્ગે કરી દીધો છે. હું પણ સોગંદ ખાઉં છે કે હું પણ દુનિયામાં લોકોને (તેમના ગુનાહ) શણગારીને બતાવીશ, અને તે બધાને ગેર માર્ગે દોરીશ.

40

اِلَّا عِبَادَکَ مِنۡہُمُ الۡمُخۡلَصِیۡنَ ﴿۴۰﴾

તારા આજ્ઞાકારી બંદાઓ સિવાય (તેઓ બચી જાય તો બીજી વાત છે).

41

قَالَ ہٰذَا صِرَاطٌ عَلَیَّ مُسۡتَقِیۡمٌ ﴿۴۱﴾

અલ્લાહ તઆલાએ કહ્યું કે, હાં, આ તે રસ્તો છે, જે સીધો મારા સુધી પહોચે છે.

42

اِنَّ عِبَادِیۡ لَیۡسَ لَکَ عَلَیۡہِمۡ سُلۡطٰنٌ اِلَّا مَنِ اتَّبَعَکَ مِنَ الۡغٰوِیۡنَ ﴿۴۲﴾

મારા (સાચા) બંદાઓ પર તારો કોઈ પ્રભાવ નહીં પડે, પરંતુ તારો પ્રભાવ ફક્ત તે ગુમરાહ લોકો પર હશે, જે તારું અનુસરણ કરશે.

43

وَ اِنَّ جَہَنَّمَ لَمَوۡعِدُہُمۡ اَجۡمَعِیۡنَ ﴿۟ۙ۴۳﴾

અને જહન્નમ જ તટે જગ્યા છે, જેનું વચન આવા લોકોને આપવામાં આવ્યું છે.

44

لَہَا سَبۡعَۃُ اَبۡوَابٍ ؕ لِکُلِّ بَابٍ مِّنۡہُمۡ جُزۡءٌ مَّقۡسُوۡمٌ ﴿٪۴۴﴾

જેના સાત દરવાજા છે, દરેક દરવાજા માટે એક વહેંચાયેલો ભાગ હશે.

45

اِنَّ الۡمُتَّقِیۡنَ فِیۡ جَنّٰتٍ وَّ عُیُوۡنٍ ﴿ؕ۴۵﴾

(તેની વિરુદ્ધ) પરહેજગાર લોકો બગીચાઓ અને ઝરણાઓમાં હશે.

46

اُدۡخُلُوۡہَا بِسَلٰمٍ اٰمِنِیۡنَ ﴿۴۶﴾

(તેમને કહેવામાં આવશે) સલામતી અને શાંતિ સાથે તેમાં પ્રવેશ કરો.

47

وَ نَزَعۡنَا مَا فِیۡ صُدُوۡرِہِمۡ مِّنۡ غِلٍّ اِخۡوَانًا عَلٰی سُرُرٍ مُّتَقٰبِلِیۡنَ ﴿۴۷﴾

તેમના હૃદયોમાં જો કપટ અને નિરાશા હશે તો તેને કાઢી લઇશું, તેઓ ભાઇ-ભાઇ બની એક-બીજાની સામે આસનો પર બેઠા હશે.

48

لَا یَمَسُّہُمۡ فِیۡہَا نَصَبٌ وَّ مَا ہُمۡ مِّنۡہَا بِمُخۡرَجِیۡنَ ﴿۴۸﴾

ન તો ત્યાં તેમને કોઈ તકલીફ ઉઠાવવી પડશે અને ન તો તેઓને ત્યાંથી કાઢવામાં આવશે.

49

نَبِّیٔۡ عِبَادِیۡۤ اَنِّیۡۤ اَنَا الۡغَفُوۡرُ الرَّحِیۡمُ ﴿ۙ۴۹﴾

(હે નબી)! મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને અત્યંત દયાળુ છું.

50

وَ اَنَّ عَذَابِیۡ ہُوَ الۡعَذَابُ الۡاَلِیۡمُ ﴿۵۰﴾

અને સાથે સાથે એ પણ જણાવી દો કે મારો અઝાબ પણ અત્યંત દુ:ખદાયી અઝાબ છે.

51

وَ نَبِّئۡہُمۡ عَنۡ ضَیۡفِ اِبۡرٰہِیۡمَ ﴿ۘ۵۱﴾

તેઓને ઇબ્રાહીમના મહેમાનો વિશે જણાવો.

52

اِذۡ دَخَلُوۡا عَلَیۡہِ فَقَالُوۡا سَلٰمًا ؕ قَالَ اِنَّا مِنۡکُمۡ وَجِلُوۡنَ ﴿۵۲﴾

કે જ્યારે તેઓ તેમની પાસે આવ્યા તો ઇબ્રાહીમને સલામ કહ્યું, ઇબ્રાહીમે કહ્યું કે અમને તો તમારાથી ડર લાગે છે.

53

قَالُوۡا لَا تَوۡجَلۡ اِنَّا نُبَشِّرُکَ بِغُلٰمٍ عَلِیۡمٍ ﴿۵۳﴾

તેઓએ કહ્યું કે ડરો નહીં, અમે તમને એક જ્ઞાની બાળકની ખુશખબર આપીએ છીએ.

54

قَالَ اَبَشَّرۡتُمُوۡنِیۡ عَلٰۤی اَنۡ مَّسَّنِیَ الۡکِبَرُ فَبِمَ تُبَشِّرُوۡنَ ﴿۵۴﴾

ઈબ્રાહીમે કહ્યું, શું મને આ સ્થિતિમાં (બાળકની) ખુશખબર આપી રહ્યા છો, જ્યારે કે હું વૃદ્ધ થઇ ગયો છે, પછી તમે કેવી રીતે આ ખુશખબર આપી રહ્યા છો?

55

قَالُوۡا بَشَّرۡنٰکَ بِالۡحَقِّ فَلَا تَکُنۡ مِّنَ الۡقٰنِطِیۡنَ ﴿۵۵﴾

તેઓએ કહ્યું કે અમે તમને સાચી ખુશખબરી આપી રહ્યા છીએ. તમે નિરાશ ન થશો.

56

قَالَ وَ مَنۡ یَّقۡنَطُ مِنۡ رَّحۡمَۃِ رَبِّہٖۤ اِلَّا الضَّآلُّوۡنَ ﴿۵۶﴾

ઇબ્રાહીમે કહ્યું (હું નિરાશ નથી કારણકે) પોતાના પાલનહારની કૃપાથી નિરાશ તો ફકત ગુમરાહ લોકો જ થાય છે.

57

قَالَ فَمَا خَطۡبُکُمۡ اَیُّہَا الۡمُرۡسَلُوۡنَ ﴿۵۷﴾

પછી તેઓને પુછ્યું કે, અલ્લાહએ મોકલેલા (ફરિશ્તાઓ)! તમારું એવું શું અગત્યનું કામ છે?

58

قَالُوۡۤا اِنَّاۤ اُرۡسِلۡنَاۤ اِلٰی قَوۡمٍ مُّجۡرِمِیۡنَ ﴿ۙ۵۸﴾

તેમણે જવાબ આપ્યો કે અમે એક અપરાધી કોમ તરફ મોકલવામાં આવ્યા છે.

59

اِلَّاۤ اٰلَ لُوۡطٍ ؕ اِنَّا لَمُنَجُّوۡہُمۡ اَجۡمَعِیۡنَ ﴿ۙ۵۹﴾

લૂતના કુટુંબીજનો સિવાય, અમે તે સૌને જરૂર બચાવી લઇશું.

60

اِلَّا امۡرَاَتَہٗ قَدَّرۡنَاۤ ۙ اِنَّہَا لَمِنَ الۡغٰبِرِیۡنَ ﴿٪۶۰﴾

જો કે લૂતની પત્ની માટે (અલ્લાહના આદેશ પ્રમાણે) અમે નક્કી કર્યું છે કે તેઓ પાછળ રહી જનારા લોકો માંથી થઇ જશે.

61

فَلَمَّا جَآءَ اٰلَ لُوۡطِۣ الۡمُرۡسَلُوۡنَ ﴿ۙ۶۱﴾

પછી જ્યારે મોકલેલા ફરિશ્તા લૂત (અ.સ.) ના કુટુંબીજનો પાસે પહોંચ્યા.

62

قَالَ اِنَّکُمۡ قَوۡمٌ مُّنۡکَرُوۡنَ ﴿۶۲﴾

તો લૂતે તે લોકોને કહ્યું કે તમે તો કોઈ અજાણ્યા લાગો છો.

63

قَالُوۡا بَلۡ جِئۡنٰکَ بِمَا کَانُوۡا فِیۡہِ یَمۡتَرُوۡنَ ﴿۶۳﴾

તેઓ કહેવા લાગ્યા, પરંતુ અમે તમાંરી પાસે તે (અઝાબ) લઇને આવ્યા છીએ, જેના વિશે આ લોકો શંકામાં હતા.

64

وَ اَتَیۡنٰکَ بِالۡحَقِّ وَ اِنَّا لَصٰدِقُوۡنَ ﴿۶۴﴾

અમે તો તમારી પાસે (ઠોસ) વાત લઇને આવ્યા છીએ અને અમે પણ સાચા છે.

65

فَاَسۡرِ بِاَہۡلِکَ بِقِطۡعٍ مِّنَ الَّیۡلِ وَ اتَّبِعۡ اَدۡبَارَہُمۡ وَ لَا یَلۡتَفِتۡ مِنۡکُمۡ اَحَدٌ وَّ امۡضُوۡا حَیۡثُ تُؤۡمَرُوۡنَ ﴿۶۵﴾

હવે તમે પોતાના કુટુંબીજો સાથે રાત્રિના કોઈ પ્રહરમાં ચાલી નીકળો અને તમે તે સૌની પાછળ રહેજો અને (ખબરદાર) તમારા માંથી કોઈ (પાછળ) ફરીને ન જુએ. અને ત્યાં જાઓ જે જગ્યા પર જવાનો તમને આદેશ આપવામાં આવ્યો છે.

66

وَ قَضَیۡنَاۤ اِلَیۡہِ ذٰلِکَ الۡاَمۡرَ اَنَّ دَابِرَ ہٰۤؤُلَآءِ مَقۡطُوۡعٌ مُّصۡبِحِیۡنَ ﴿۶۶﴾

અને અમે લૂતને અમારો નિર્ણય સભળાવી દીધો, કે સવાર થતાં જ તે લોકોના મૂળ ઉખાડી ફેંકીશું.

67

وَ جَآءَ اَہۡلُ الۡمَدِیۡنَۃِ یَسۡتَبۡشِرُوۡنَ ﴿۶۷﴾

એટલા માંજ શહેરવાળાઓ ખુશી ખુશી લૂત પાસે આવ્યા.

68

قَالَ اِنَّ ہٰۤؤُلَآءِ ضَیۡفِیۡ فَلَا تَفۡضَحُوۡنِ ﴿ۙ۶۸﴾

લૂતે તેમને કહ્યું, આ લોકો મારા મહેમાન છે તેમની સામે મારું અપમાન ન કરશો .

69

وَ اتَّقُوا اللّٰہَ وَ لَا تُخۡزُوۡنِ ﴿۶۹﴾

અલ્લાહ તઆલાથી ડરો અને મારું અપમાન ન કરશો.

70

قَالُوۡۤا اَوَ لَمۡ نَنۡہَکَ عَنِ الۡعٰلَمِیۡنَ ﴿۷۰﴾

તેઓએ કહ્યું શું અમે તમને દુનિયાની (ઠેકેદારી) લેવાથી રોક્યા નથી?

71

قَالَ ہٰۤؤُلَآءِ بَنٰتِیۡۤ اِنۡ کُنۡتُمۡ فٰعِلِیۡنَ ﴿ؕ۷۱﴾

લૂતે કહ્યું, જો તમારે કંઈક કરવું જ હોય તો આ મારી બાળકીઓ છે.

72

لَعَمۡرُکَ اِنَّہُمۡ لَفِیۡ سَکۡرَتِہِمۡ یَعۡمَہُوۡنَ ﴿۷۲﴾

(હે નબી ﷺ) તમારી ઉંમરની કસમ! તે સમયે પોતાની મસ્તીમાં પાગલ બની ગયા હતા.

73

فَاَخَذَتۡہُمُ الصَّیۡحَۃُ مُشۡرِقِیۡنَ ﴿ۙ۷۳﴾

બસ! સૂર્ય નીકળતા જ તેમને એક મોટા અવાજે પકડી લીધા.

74

فَجَعَلۡنَا عَالِیَہَا سَافِلَہَا وَ اَمۡطَرۡنَا عَلَیۡہِمۡ حِجَارَۃً مِّنۡ سِجِّیۡلٍ ﴿ؕ۷۴﴾

છેવટે અમે તે શહેરના ઉપરના ભાગને નીચે કરી દીધો અને તે લોકો પર કાંકરીઓ જેવા પથ્થર વરસાવ્યા.

75

اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیٰتٍ لِّلۡمُتَوَسِّمِیۡنَ ﴿۷۵﴾

ખરેખર બુદ્ધિશાળી લોકો માટે આ કિસ્સામાં ઘણી નિશાનીઓ છે.

76

وَ اِنَّہَا لَبِسَبِیۡلٍ مُّقِیۡمٍ ﴿۷۶﴾

આ વસ્તી સામાન્ય માર્ગની વચ્ચે આવતી હતી.

77

اِنَّ فِیۡ ذٰلِکَ لَاٰیَۃً لِّلۡمُؤۡمِنِیۡنَ ﴿ؕ۷۷﴾

અને તેમાં ઇમાનવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે.

78

وَ اِنۡ کَانَ اَصۡحٰبُ الۡاَیۡکَۃِ لَظٰلِمِیۡنَ ﴿ۙ۷۸﴾

“અયકહ”ના લોકો પણ અત્યંત જાલિમ લોકો હતા.

79

فَانۡتَقَمۡنَا مِنۡہُمۡ ۘ وَ اِنَّہُمَا لَبِاِمَامٍ مُّبِیۡنٍ ﴿ؕ٪۷۹﴾

અમે તેમનાથી)પણ) બદલો લઈ લીધો અને આ બન્ને શહેરના સામાન્ય માર્ગ ઉપર રહેતા હતા.

80

وَ لَقَدۡ کَذَّبَ اَصۡحٰبُ الۡحِجۡرِ الۡمُرۡسَلِیۡنَ ﴿ۙ۸۰﴾

અને હિજર વાળાઓએ પણ પયગંબરોને જુઠલાવ્યા હતા.

81

وَ اٰتَیۡنٰہُمۡ اٰیٰتِنَا فَکَانُوۡا عَنۡہَا مُعۡرِضِیۡنَ ﴿ۙ۸۱﴾

અને અમે તેમને પોતાની નિશાનીઓ પણ બતાવી. પરંતુ તે લોકો તે નિશાનીઓની અવગણના જ કરતા રહ્યા.

82

وَ کَانُوۡا یَنۡحِتُوۡنَ مِنَ الۡجِبَالِ بُیُوۡتًا اٰمِنِیۡنَ ﴿۸۲﴾

આ લોકો પર્વતોને કોતરીને ઘરો બનાવી, શાંતિપૂર્વક તેમાં રહેતા હતા.

83

فَاَخَذَتۡہُمُ الصَّیۡحَۃُ مُصۡبِحِیۡنَ ﴿ۙ۸۳﴾

છેવટે સવારના સમયે તેઓને એક ધમાકાએ પકડી લીધા.

84

فَمَاۤ اَغۡنٰی عَنۡہُمۡ مَّا کَانُوۡا یَکۡسِبُوۡنَ ﴿ؕ۸۴﴾

અને જે કઈ (પથ્થરના ઘરો વગેરે) બનાવતા હતા, સહેજ પણ તેમના કામમાં ના આવ્યા.

85

وَ مَا خَلَقۡنَا السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ وَ مَا بَیۡنَہُمَاۤ اِلَّا بِالۡحَقِّ ؕ وَ اِنَّ السَّاعَۃَ لَاٰتِیَۃٌ فَاصۡفَحِ الصَّفۡحَ الۡجَمِیۡلَ ﴿۸۵﴾

અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓને યોગ્યતા પ્રમાણે પેદા કરી છે, અને કયામત જરૂર આવશે. એટલા માટે (હે નબી! આ કાફિરોની ભૂલો પર) તમે સારી રીતે તેમને દરગુજર કરી દો. .

86

اِنَّ رَبَّکَ ہُوَ الۡخَلّٰقُ الۡعَلِیۡمُ ﴿۸۶﴾

નિ:શંક તમારો પાલનહાર જ સર્જન કરનાર અને બધું જ જાણવાવાળો છે.

87

وَ لَقَدۡ اٰتَیۡنٰکَ سَبۡعًا مِّنَ الۡمَثَانِیۡ وَ الۡقُرۡاٰنَ الۡعَظِیۡمَ ﴿۸۷﴾

નિ:શંક અમે તમને સાત આયતો એવી આપી રાખી છે, જેને વારંવાર પઢવામાં આવે છે અને પ્રભાવશાળી કુરઆન પણ આપી રાખ્યું છે.

88

لَا تَمُدَّنَّ عَیۡنَیۡکَ اِلٰی مَا مَتَّعۡنَا بِہٖۤ اَزۡوَاجًا مِّنۡہُمۡ وَ لَا تَحۡزَنۡ عَلَیۡہِمۡ وَ اخۡفِضۡ جَنَاحَکَ لِلۡمُؤۡمِنِیۡنَ ﴿۸۸﴾

એટલા માટે અમે ઘણા લોકોને જે દુનિયાનો સામાન આપી રાખ્યો છે, તે તરફ નજર ઊઠાવીને પણ ન જોશો, અને ન તો તેમના માટે નિરાશ ન થશો, અને ઇમાનવાળાઓ માટે પોતાની “બાજુ” ઝૂકાવી રાખો.

89

وَ قُلۡ اِنِّیۡۤ اَنَا النَّذِیۡرُ الۡمُبِیۡنُ ﴿ۚ۸۹﴾

અને કહી દો કે હું તો સ્પષ્ટ રીતે (અઝાબથી) સચેત કરનારો છું.

90

کَمَاۤ اَنۡزَلۡنَا عَلَی الۡمُقۡتَسِمِیۡنَ ﴿ۙ۹۰﴾

જેવું કે અમે (અઝાબ) તે મતભેદ કરનારાઓ પર ઉતાર્યો.

91

الَّذِیۡنَ جَعَلُوا الۡقُرۡاٰنَ عِضِیۡنَ ﴿۹۱﴾

જેઓએ તે અલ્લાહની કિતાબના ટુકડે-ટુકડા કરી નાખ્યા હતા.

92

فَوَ رَبِّکَ لَنَسۡـَٔلَنَّہُمۡ اَجۡمَعِیۡنَ ﴿ۙ۹۲﴾

તમારા પાલનહારની કસમ! અમે તેઓને (તે કાર્યો વિશે) જરૂર પૂછીશું.

93

عَمَّا کَانُوۡا یَعۡمَلُوۡنَ ﴿ٙ۹۳﴾

દરેક તે બાબત વિશે, જે તેઓ કરતા હતા.

94

فَاصۡدَعۡ بِمَا تُؤۡمَرُ وَ اَعۡرِضۡ عَنِ الۡمُشۡرِکِیۡنَ ﴿۹۴﴾

બસ! તમને જે આદેશ આપવામાં આવી રહ્યો છે. ખુલ્લી રીતે જણાવી દો અને મુશરિકો લોકોની પરવા ન કરશો.

95

اِنَّا کَفَیۡنٰکَ الۡمُسۡتَہۡزِءِیۡنَ ﴿ۙ۹۵﴾

તમારી સાથે જે લોકો મશ્કરી કરે છે તેમની સજા માટે અમે પૂરતા છે.

96

الَّذِیۡنَ یَجۡعَلُوۡنَ مَعَ اللّٰہِ اِلٰہًا اٰخَرَ ۚ فَسَوۡفَ یَعۡلَمُوۡنَ ﴿۹۶﴾

જે અલ્લાહની સાથે બીજાને ઇલાહ નક્કી કરે છે, નજીકમાં જ તેઓને જાણ થઇ જશે.

97

وَ لَقَدۡ نَعۡلَمُ اَنَّکَ یَضِیۡقُ صَدۡرُکَ بِمَا یَقُوۡلُوۡنَ ﴿ۙ۹۷﴾

અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે તેમની વાતોથી તમારું હૃદય ખૂબ પરેશાન થાય છે.

98

فَسَبِّحۡ بِحَمۡدِ رَبِّکَ وَ کُنۡ مِّنَ السّٰجِدِیۡنَ ﴿ۙ۹۸﴾

તમે પોતાના પાલનહારના વખાણ કરતા તસ્બીહ પઢતા રહો, અને સિજદો કરો.

99

وَ اعۡبُدۡ رَبَّکَ حَتّٰی یَاۡتِیَکَ الۡیَقِیۡنُ ﴿٪۹۹﴾

અને પોતાના પાલનહારની બંદગી મૃત્યુ સુધી કરતા રહો.