અલ-કુરઆન

52

At-tur

سورة الطور


وَ الطُّوۡرِ ۙ﴿۱﴾

કસમ છે, તૂરની (એક પર્વતનું નામ).

وَ کِتٰبٍ مَّسۡطُوۡرٍ ۙ﴿۲﴾

અને તે કિતાબની, જે લખેલી છે.

فِیۡ رَقٍّ مَّنۡشُوۡرٍ ۙ﴿۳﴾

જે ખુલ્લા પાના ઉપર (લખાયેલ) છે.

وَّ الۡبَیۡتِ الۡمَعۡمُوۡرِ ۙ﴿۴﴾

અને કસમ છે, બૈતે મઅમૂરની.

وَ السَّقۡفِ الۡمَرۡفُوۡعِ ۙ﴿۵﴾

અને ઊંચી છતની.

وَ الۡبَحۡرِ الۡمَسۡجُوۡرِ ۙ﴿۶﴾

અને ભડકાવવામાં આવેલ સમુદ્રના.

اِنَّ عَذَابَ رَبِّکَ لَوَاقِعٌ ۙ﴿۷﴾

નિ:શંક તમારા પાલનહારનો અઝાબ આવીને જ રહેશે.

مَّا لَہٗ مِنۡ دَافِعٍ ۙ﴿۸﴾

તેને કોઇ રોકનાર નથી.

یَّوۡمَ تَمُوۡرُ السَّمَآءُ مَوۡرًا ۙ﴿۹﴾

જે દિવસે આકાશ થરથરાવી ઉઠશે.

10

وَّ تَسِیۡرُ الۡجِبَالُ سَیۡرًا ﴿ؕ۱۰﴾

અને પર્વતો ચાલવા લાગશે.

11

فَوَیۡلٌ یَّوۡمَئِذٍ لِّلۡمُکَذِّبِیۡنَ ﴿ۙ۱۱﴾

તે દિવસે જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

12

الَّذِیۡنَ ہُمۡ فِیۡ خَوۡضٍ یَّلۡعَبُوۡنَ ﴿ۘ۱۲﴾

જે પોતાના વિવાદમાં ઉછળકુદ કરી રહ્યા છે.

13

یَوۡمَ یُدَعُّوۡنَ اِلٰی نَارِ جَہَنَّمَ دَعًّا ﴿ؕ۱۳﴾

જે દિવસે તેમને ધક્કા મારી મારીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે.

14

ہٰذِہِ النَّارُ الَّتِیۡ کُنۡتُمۡ بِہَا تُکَذِّبُوۡنَ ﴿۱۴﴾

(અને કહેવામાં આવશે) આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા.

15

اَفَسِحۡرٌ ہٰذَاۤ اَمۡ اَنۡتُمۡ لَا تُبۡصِرُوۡنَ ﴿ۚ۱۵﴾

(હવે બતાવો) શું આ જાદુ છે? અથવા તો તમને કઈ દેખાતું જ નથી?

16

اِصۡلَوۡہَا فَاصۡبِرُوۡۤا اَوۡ لَا تَصۡبِرُوۡا ۚ سَوَآءٌ عَلَیۡکُمۡ ؕ اِنَّمَا تُجۡزَوۡنَ مَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿۱۶﴾

આમાં દાખલ થઇ જાઓ, હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે.

17

اِنَّ الۡمُتَّقِیۡنَ فِیۡ جَنّٰتٍ وَّ نَعِیۡمٍ ﴿ۙ۱۷﴾

નિ:શંક સદાચારી લોકો જન્નતો અને નેઅમતોમાં છે.

18

فٰکِہِیۡنَ بِمَاۤ اٰتٰہُمۡ رَبُّہُمۡ ۚ وَ وَقٰہُمۡ رَبُّہُمۡ عَذَابَ الۡجَحِیۡمِ ﴿۱۸﴾

જે કઈ તેમનો પાલનહાર તેમને આપશે, તેનો આનંદ લઇ રહ્યા હશે, અને તેમનો પાલનહાર તેમને જહન્નમનાં અઝાબથી બચાવી લેશે.

19

کُلُوۡا وَ اشۡرَبُوۡا ہَنِیۡٓـًٔۢا بِمَا کُنۡتُمۡ تَعۡمَلُوۡنَ ﴿ۙ۱۹﴾

(તેમને કહેવામાં આવશે) મસ્ત ખાતા પીતા રહો, આ તે કાર્યોનો બદલો છે, જે તમે કરતા રહ્યા.

20

مُتَّکِئِیۡنَ عَلٰی سُرُرٍ مَّصۡفُوۡفَۃٍ ۚ وَ زَوَّجۡنٰہُمۡ بِحُوۡرٍ عِیۡنٍ ﴿۲۰﴾

ક્રમિક પાથરેલી ઉત્તમ આસનો ઉપર તકિયા લગાવેલ બેઠા હશે અને અમે તેમના લગ્ન ગોરી-ગોરી મોટી આંખોવાળી (હૂરો) સાથે કરી દઈશું.

21

وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ اتَّبَعَتۡہُمۡ ذُرِّیَّتُہُمۡ بِاِیۡمَانٍ اَلۡحَقۡنَا بِہِمۡ ذُرِّیَّتَہُمۡ وَ مَاۤ اَلَتۡنٰہُمۡ مِّنۡ عَمَلِہِمۡ مِّنۡ شَیۡءٍ ؕ کُلُّ امۡرِیًٔۢ بِمَا کَسَبَ رَہِیۡنٌ ﴿۲۱﴾

જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, તો અમે તેમના સંતાનોને તેમની સાથે પહોંચાડી દઇશું અને અમે તેમના કર્મમાંથી ઘટાડો નહીં કરીએ, દરેક વ્યક્તિ પોતાના કર્મોમાં જકડાયેલો છે.

22

وَ اَمۡدَدۡنٰہُمۡ بِفَاکِہَۃٍ وَّ لَحۡمٍ مِّمَّا یَشۡتَہُوۡنَ ﴿۲۲﴾

અમે તેમના માટે ફળો અને મનપસંદ ગોશ્ત પુષ્કળ પ્રમાણમાં ફેલાવી દઇશું

23

یَتَنَازَعُوۡنَ فِیۡہَا کَاۡسًا لَّا لَغۡوٌ فِیۡہَا وَ لَا تَاۡثِیۡمٌ ﴿۲۳﴾

ત્યાં મોજમસ્તી સાથે જામ (શરાબ) ઝુંટવી રહ્યા હશે. જે શરાબમાં ન બકવાસ હશે અને ન તો કોઈ પાપ.

24

وَ یَطُوۡفُ عَلَیۡہِمۡ غِلۡمَانٌ لَّہُمۡ کَاَنَّہُمۡ لُؤۡلُؤٌ مَّکۡنُوۡنٌ ﴿۲۴﴾

અને તેમની આજુ બાજુ નાના નાના બાળકો ચાલી ફરી રહ્યા હશે અને તેઓ એવા સુંદર હશે, જેવા કે છુપાવીને રાખેલા મોતી.

25

وَ اَقۡبَلَ بَعۡضُہُمۡ عَلٰی بَعۡضٍ یَّتَسَآءَلُوۡنَ ﴿۲۵﴾

તે અંદર અંદર એક-બીજાથી સવાલ કરશે.

26

قَالُوۡۤا اِنَّا کُنَّا قَبۡلُ فِیۡۤ اَہۡلِنَا مُشۡفِقِیۡنَ ﴿۲۶﴾

કહેશે કે આ પહેલા આપણે પોતાના ઘરવાળાઓથી ખુબ જ ડરતા હતા.

27

فَمَنَّ اللّٰہُ عَلَیۡنَا وَ وَقٰىنَا عَذَابَ السَّمُوۡمِ ﴿۲۷﴾

બસ! આજે અલ્લાહ તઆલાએ અમારા ઉપર ખુબ જ ઉપકાર કર્યો અને અમને લૂ ના અઝાબથી બચાવી લીધા

28

اِنَّا کُنَّا مِنۡ قَبۡلُ نَدۡعُوۡہُ ؕ اِنَّہٗ ہُوَ الۡبَرُّ الرَّحِیۡمُ ﴿٪۲۸﴾

અમે આ પહેલા (દુનિયામાં) તેની જ બંદગી કરતા હતા, નિ:શંક તે ઉપકારી અને દયાળુ છે.

29

فَذَکِّرۡ فَمَاۤ اَنۡتَ بِنِعۡمَتِ رَبِّکَ بِکَاہِنٍ وَّ لَا مَجۡنُوۡنٍ ﴿ؕ۲۹﴾

તો તમે સમજાવતા રહો, કારણકે તમે પોતાના પાલનહારની કૃપાથી ન તો જ્યોતિશ છો અને ન તો પાગલ.

30

اَمۡ یَقُوۡلُوۡنَ شَاعِرٌ نَّتَرَبَّصُ بِہٖ رَیۡبَ الۡمَنُوۡنِ ﴿۳۰﴾

અથવા તેઓ કહે છે કે આ કવિ છે? અમે તેના પર જમાનાની દુર્ઘટનાની (મૃત્યુ) વાટ જોઇ રહ્યા છે.

31

قُلۡ تَرَبَّصُوۡا فَاِنِّیۡ مَعَکُمۡ مِّنَ الۡمُتَرَبِّصِیۡنَ ﴿ؕ۳۱﴾

કહીં દો! તમે પ્રતીક્ષા કરો, હું પણ તમારી સાથે પ્રતીક્ષા કરનારો છું.

32

اَمۡ تَاۡمُرُہُمۡ اَحۡلَامُہُمۡ بِہٰذَاۤ اَمۡ ہُمۡ قَوۡمٌ طَاغُوۡنَ ﴿ۚ۳۲﴾

શું તેઓને તેમની બુધ્ધી આવું જ શીખવાડે છે અથવા તો આ લોકો જ બળવાખોર છે.

33

اَمۡ یَقُوۡلُوۡنَ تَقَوَّلَہٗ ۚ بَلۡ لَّا یُؤۡمِنُوۡنَ ﴿ۚ۳۳﴾

શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન) પોતે ઘડી કાઢ્યું છે? વાત એવી છે કે તેઓ ઇમાન લાવશે જ નહિ.

34

فَلۡیَاۡتُوۡا بِحَدِیۡثٍ مِّثۡلِہٖۤ اِنۡ کَانُوۡا صٰدِقِیۡنَ ﴿ؕ۳۴﴾

જો તે લોકો (પોતાની વાતોમાં) સાચા છે તો પછી આના જેવી જ એક વાત લઈને આવે.

35

اَمۡ خُلِقُوۡا مِنۡ غَیۡرِ شَیۡءٍ اَمۡ ہُمُ الۡخٰلِقُوۡنَ ﴿ؕ۳۵﴾

શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે? અથવા તો આ પોતે સર્જન કરનારા છે?

36

اَمۡ خَلَقُوا السَّمٰوٰتِ وَ الۡاَرۡضَ ۚ بَلۡ لَّا یُوۡقِنُوۡنَ ﴿ؕ۳۶﴾

શું આકાશો અને ધરતીને તે લોકોએ પેદા કર્યા છે? સાચી વાત એ છે કે તેઓ (અલ્લાહની કુદરત પર) યકીન જ નથી રાખતા.

37

اَمۡ عِنۡدَہُمۡ خَزَآئِنُ رَبِّکَ اَمۡ ہُمُ الۡمُصَۜیۡطِرُوۡنَ ﴿ؕ۳۷﴾

અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે? અથવા (તે ખજાનાના) દેખરેખ રાખનાર છે.

38

اَمۡ لَہُمۡ سُلَّمٌ یَّسۡتَمِعُوۡنَ فِیۡہِ ۚ فَلۡیَاۡتِ مُسۡتَمِعُہُمۡ بِسُلۡطٰنٍ مُّبِیۡنٍ ﴿ؕ۳۸﴾

અથવા તો શું તેમની પાસે કોઇ સીડી છે જેના પર ચઢીને તેઓ (આકાશોની વાતો) જાણી લાવે છે? (જો આવું જ હોય) તો તેમનો કોઇ સાંભળનાર ખુલ્લી દલીલ આપે.

39

اَمۡ لَہُ الۡبَنٰتُ وَ لَکُمُ الۡبَنُوۡنَ ﴿ؕ۳۹﴾

શું તે (અલ્લાહ) માટે તો પુત્રીઓ છે? અને તમારા માટે પુત્રો છે?

40

اَمۡ تَسۡـَٔلُہُمۡ اَجۡرًا فَہُمۡ مِّنۡ مَّغۡرَمٍ مُّثۡقَلُوۡنَ ﴿ؕ۴۰﴾

શું તમે તે લોકોથી કોઇ મહેનતાણુ ઇચ્છો છો? જેથી તેના ભારથી આ લોકો દબાયેલા છે?

41

اَمۡ عِنۡدَہُمُ الۡغَیۡبُ فَہُمۡ یَکۡتُبُوۡنَ ﴿ؕ۴۱﴾

શું તે લોકો પાસે ગેબનું જ્ઞાન છે? જેને તેઓ લખી રહ્યા હોય?

42

اَمۡ یُرِیۡدُوۡنَ کَیۡدًا ؕ فَالَّذِیۡنَ کَفَرُوۡا ہُمُ الۡمَکِیۡدُوۡنَ ﴿ؕ۴۲﴾

અથવા શું આ લોકો કોઇ ચાલ રમવા ઇચ્છે છે? તમે નિશ્ર્ચિત થઇ જાવ ચાલ ચલનારા (લોકો) ઇન્કારીઓ છે.

43

اَمۡ لَہُمۡ اِلٰہٌ غَیۡرُ اللّٰہِ ؕ سُبۡحٰنَ اللّٰہِ عَمَّا یُشۡرِکُوۡنَ ﴿۴۳﴾

શું અલ્લાહ સિવાય તેઓનો કોઇ મઅબૂદ છે? (કદાપિ નહીં) અલ્લાહ તઆલા તેઓના ભાગીદારો ઠેરવવાથી પવિત્ર છે.

44

وَ اِنۡ یَّرَوۡا کِسۡفًا مِّنَ السَّمَآءِ سَاقِطًا یَّقُوۡلُوۡا سَحَابٌ مَّرۡکُوۡمٌ ﴿۴۴﴾

જો આ લોકો આકાશના કોઇ ટુકડાને (ધરતી પર) પડતો જોઇ લે, તો પણ આમ જ કહેશે કે આ તો એક પછી એક વાદળ છે.

45

فَذَرۡہُمۡ حَتّٰی یُلٰقُوۡا یَوۡمَہُمُ الَّذِیۡ فِیۡہِ یُصۡعَقُوۡنَ ﴿ۙ۴۵﴾

તમે તેઓને છોડી દો, ત્યાં સુધી કે તેઓ તે દિવસને જોઇ લે, જે દિવસે તેઓ બેહોશ કરી નાખવામાં આવશે.

46

یَوۡمَ لَا یُغۡنِیۡ عَنۡہُمۡ کَیۡدُہُمۡ شَیۡئًا وَّ لَا ہُمۡ یُنۡصَرُوۡنَ ﴿ؕ۴۶﴾

જે દિવસે તેમની કોઈ ચાલ તેમના કોઇ કામમાં નહીં આવે અને ન તો તેમને મદદ કરવામાં આવશે.

47

وَ اِنَّ لِلَّذِیۡنَ ظَلَمُوۡا عَذَابًا دُوۡنَ ذٰلِکَ وَ لٰکِنَّ اَکۡثَرَہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۴۷﴾

નિ:શંક જાલિમ લોકો માટે આખિરતના અઝાબ સિવાય (દુનિયામાં પણ) અઝાબ છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી.

48

وَ اصۡبِرۡ لِحُکۡمِ رَبِّکَ فَاِنَّکَ بِاَعۡیُنِنَا وَ سَبِّحۡ بِحَمۡدِ رَبِّکَ حِیۡنَ تَقُوۡمُ ﴿ۙ۴۸﴾

(હે નબી!) તમે પોતાના પાલનહારના આદેશની પ્રતિક્ષામાં ધૈર્ય વડે કામ લો, નિ:શંક તમે અમારી આંખોની સામે છો, અને જ્યારે તમે સવારે ઉઠો તો પોતાના પાલનહારની પવિત્રતા અને પ્રશંસા બયાન કરો.

49

وَ مِنَ الَّیۡلِ فَسَبِّحۡہُ وَ اِدۡبَارَ النُّجُوۡمِ ﴿٪۴۹﴾

અને રાત્રે પણ તેની તસ્બીહ કરો અને તારાઓ આથમવાના સમયે પણ.