અલ-કુરઆન

97

Al-Qadr

سورة القدر


اِنَّاۤ اَنۡزَلۡنٰہُ فِیۡ لَیۡلَۃِ الۡقَدۡرِ ۚ﴿ۖ۱﴾

અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ.

وَ مَاۤ اَدۡرٰىکَ مَا لَیۡلَۃُ الۡقَدۡرِ ؕ﴿۲﴾

અને તમને શું ખબર કે કદ્રની રાત શું છે?

لَیۡلَۃُ الۡقَدۡرِ ۬ۙ خَیۡرٌ مِّنۡ اَلۡفِ شَہۡرٍ ؕ﴿ؔ۳﴾

કદ્રની રાત એક હજાર મહીનાઓથી ઉત્તમ રાત છે.

تَنَزَّلُ الۡمَلٰٓئِکَۃُ وَ الرُّوۡحُ فِیۡہَا بِاِذۡنِ رَبِّہِمۡ ۚ مِنۡ کُلِّ اَمۡرٍ ۙ﴿ۛ۴﴾

તે (રાતમાં) ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ) પોતાના પાલનહારના આદેશથી દરેક કામ માટે ઉતરે છે.

سَلٰمٌ ۟ۛ ہِیَ حَتّٰی مَطۡلَعِ الۡفَجۡرِ ٪﴿۵﴾

આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને ફજરના ઉદય સુધી (રહે છે).