سورة الليل
وَ الَّیۡلِ اِذَا یَغۡشٰی ۙ﴿۱﴾
રાતની કસમ, જ્યારે તે છવાઇ જાય.
وَ النَّہَارِ اِذَا تَجَلّٰی ۙ﴿۲﴾
કસમ છે દિવસની, જ્યારે તે પ્રકાશિત થાય.
وَ مَا خَلَقَ الذَّکَرَ وَ الۡاُنۡثٰۤی ۙ﴿۳﴾
તે હસ્તીની કસમ! જેણે નર અને માદાનું સર્જન કર્યુ.
اِنَّ سَعۡیَکُمۡ لَشَتّٰی ؕ﴿۴﴾
નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે.
فَاَمَّا مَنۡ اَعۡطٰی وَ اتَّقٰی ۙ﴿۵﴾
પછી જે વ્યક્તિએ (અલ્લાહના માર્ગમાં) માલ આપ્યો અને ડરવા પણ લાગ્યો.
وَ صَدَّقَ بِالۡحُسۡنٰی ۙ﴿۶﴾
અને સારી વાતોની પુષ્ટિ કરી.
فَسَنُیَسِّرُہٗ لِلۡیُسۡرٰی ؕ﴿۷﴾
તો અમે પણ તેને સરળ માર્ગ પર ચાલવાની સહુલત આપીશું.
وَ اَمَّا مَنۡۢ بَخِلَ وَ اسۡتَغۡنٰی ۙ﴿۸﴾
પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહ બની ગયો.
وَ کَذَّبَ بِالۡحُسۡنٰی ۙ﴿۹﴾
અને સારી વાતોને જુઠલાવી
فَسَنُیَسِّرُہٗ لِلۡعُسۡرٰی ﴿ؕ۱۰﴾
તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું.
وَ مَا یُغۡنِیۡ عَنۡہُ مَا لُہٗۤ اِذَا تَرَدّٰی ﴿ؕ۱۱﴾
અને જ્યારે તે (જહન્નમમાં) પડશે, તેનું ધન તેને કઈ કામમાં નહીં આવે.
اِنَّ عَلَیۡنَا لَلۡہُدٰی ﴿۫ۖ۱۲﴾
નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે.
وَ اِنَّ لَنَا لَلۡاٰخِرَۃَ وَ الۡاُوۡلٰی ﴿۱۳﴾
અને આખિરત તેમજ દુનિયા (બન્નેના) માલિક અમે જ છે.
فَاَنۡذَرۡتُکُمۡ نَارًا تَلَظّٰی ﴿ۚ۱۴﴾
મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે.
لَا یَصۡلٰىہَاۤ اِلَّا الۡاَشۡقَی ﴿ۙ۱۵﴾
જેમાં ફકત વિદ્રોહી જ દાખલ થશે.
الَّذِیۡ کَذَّبَ وَ تَوَلّٰی ﴿ؕ۱۶﴾
જેણે જુઠલાવ્યું અને મોઢું ફેરવી લીધું.
وَ سَیُجَنَّبُہَا الۡاَتۡقَی ﴿ۙ۱۷﴾
અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે, જે ખુબ જ સંયમી હશે.
الَّذِیۡ یُؤۡتِیۡ مَالَہٗ یَتَزَکّٰی ﴿ۚ۱۸﴾
જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે.
وَ مَا لِاَحَدٍ عِنۡدَہٗ مِنۡ نِّعۡمَۃٍ تُجۡزٰۤی ﴿ۙ۱۹﴾
તેના અપર કોઈનો કઈ અહેસાન ન હતો, જેનો તે બદલો ચૂકવતો.
اِلَّا ابۡتِغَآءَ وَجۡہِ رَبِّہِ الۡاَعۡلٰی ﴿ۚ۲۰﴾
પરંતુ તેણે પોતાના સર્વોચ્ચ પાલનહારની પ્રસન્નતા માટે (માલ ખર્ચ કર્યો.)
وَ لَسَوۡفَ یَرۡضٰی ﴿٪۲۱﴾
નિ:શંક નજીક માંજ તે ખુશ થઇ જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો