سورة الإنسان
ہَلۡ اَتٰی عَلَی الۡاِنۡسَانِ حِیۡنٌ مِّنَ الدَّہۡرِ لَمۡ یَکُنۡ شَیۡئًا مَّذۡکُوۡرًا ﴿۱﴾
શું માનવી ઉપર એક એવો સમય પણ વિત્યો છે, જ્યારે તે કઇંજ નોંધપાત્ર વસ્તુ નહતો.
اِنَّا خَلَقۡنَا الۡاِنۡسَانَ مِنۡ نُّطۡفَۃٍ اَمۡشَاجٍ ٭ۖ نَّبۡتَلِیۡہِ فَجَعَلۡنٰہُ سَمِیۡعًۢا بَصِیۡرًا ﴿۲﴾
નિ:શંક અમે માનવીને મિશ્રિત વીર્યના ટીપામાંથી પૈદા કર્યો. અને તેને સાંભળવવાળો, જોવાવાળો બનાવ્યો.
اِنَّا ہَدَیۡنٰہُ السَّبِیۡلَ اِمَّا شَاکِرًا وَّ اِمَّا کَفُوۡرًا ﴿۳﴾
અમે તેને માર્ગ બતાવ્યો, હવે ચાહે તો તે આભારી બને અથવા તો કૃતધ્ની.
اِنَّاۤ اَعۡتَدۡنَا لِلۡکٰفِرِیۡنَ سَلٰسِلَا۠ وَ اَغۡلٰلًا وَّ سَعِیۡرًا ﴿۴﴾
નિ:શંક અમે કાફીરો માટે સાંકળો અને તોક અને ભભૂકતી આગ તૈયાર કરી રાખી છે.
اِنَّ الۡاَبۡرَارَ یَشۡرَبُوۡنَ مِنۡ کَاۡسٍ کَانَ مِزَاجُہَا کَافُوۡرًا ۚ﴿۵﴾
નિ:શંક સદાચારી લોકો શરાબના તે જામ પીશે. જેનું મિશ્ર્રણ કપૂરનું હશે.
عَیۡنًا یَّشۡرَبُ بِہَا عِبَادُ اللّٰہِ یُفَجِّرُوۡنَہَا تَفۡجِیۡرًا ﴿۶﴾
જે એક ઝરણું છે, જેમાંથી અલ્લાહના બંદાઓ પીશે, તેની શાખાઓ જ્યાં ઈચ્છશે, ત્યાં કાઢી લઇ જશે.
یُوۡفُوۡنَ بِالنَّذۡرِ وَ یَخَافُوۡنَ یَوۡمًا کَانَ شَرُّہٗ مُسۡتَطِیۡرًا ﴿۷﴾
આ તે લોકો હશે, જેઓ પોતાની નઝર પુરી કરે છે. અને તે દિવસથી ડરે છે, જેની આપત્તિ ચારેય બાજુ ફેલાયેલી હશે.
وَ یُطۡعِمُوۡنَ الطَّعَامَ عَلٰی حُبِّہٖ مِسۡکِیۡنًا وَّ یَتِیۡمًا وَّ اَسِیۡرًا ﴿۸﴾
અને પોતે ખાવાની મનેચ્છા હોવા છતાં તેઓ લાચાર, અનાથ અને કેદીઓને ખવડાવી દે છે.
اِنَّمَا نُطۡعِمُکُمۡ لِوَجۡہِ اللّٰہِ لَا نُرِیۡدُ مِنۡکُمۡ جَزَآءً وَّ لَا شُکُوۡرًا ﴿۹﴾
અમે તેમને કહે છે કે અમે તો ફક્ત અલ્લાહ તઆલાની પ્રસન્નતા માટે તમને ખવડાવીએ છીએ. અમે તમારી પાસે કોઈ બદલો નથી માંગતા અને ન તો કોઈ આભાર ઈચ્છીએ છીએ.
اِنَّا نَخَافُ مِنۡ رَّبِّنَا یَوۡمًا عَبُوۡسًا قَمۡطَرِیۡرًا ﴿۱۰﴾
નિ:શંક અમે પોતાના પાલનહારથી તે દિવસ નો ડર રાખીએ છીએ, જે દિવસે ચહેરા અત્યંત નાખુશ હશે.
فَوَقٰہُمُ اللّٰہُ شَرَّ ذٰلِکَ الۡیَوۡمِ وَ لَقّٰہُمۡ نَضۡرَۃً وَّ سُرُوۡرًا ﴿ۚ۱۱﴾
બસ! તેમને અલ્લાહ તઆલાએ તે દિવસની આપત્તિથી બચાવી લેશે અને તેમને તાજગી અને ખુશી પહોંચાડશે.
وَ جَزٰىہُمۡ بِمَا صَبَرُوۡا جَنَّۃً وَّ حَرِیۡرًا ﴿ۙ۱۲﴾
અને તેમને તેમના સબરના બદલામાં જન્નત અને રેશમી પોશાક આપશે.
مُّتَّکِـِٕیۡنَ فِیۡہَا عَلَی الۡاَرَآئِکِ ۚ لَا یَرَوۡنَ فِیۡہَا شَمۡسًا وَّ لَا زَمۡہَرِیۡرًا ﴿ۚ۱۳﴾
તે ત્યાં આસનો પર તકિયા લગાવીને બેઠા હશે, ન તો ત્યાં તડકો જોશે ન તો ઠંડીની ઉગ્રતા.
وَ دَانِیَۃً عَلَیۡہِمۡ ظِلٰلُہَا وَ ذُلِّلَتۡ قُطُوۡفُہَا تَذۡلِیۡلًا ﴿۱۴﴾
તે જન્નતોમાં વ્રુક્ષોના છાયા તેમના પર ઝૂકેલા હશે અને તેના (ફળ અને) ગુચ્છા નીચે લટકેલા હશે.
وَ یُطَافُ عَلَیۡہِمۡ بِاٰنِیَۃٍ مِّنۡ فِضَّۃٍ وَّ اَکۡوَابٍ کَانَتۡ قَؔوَارِیۡرَا۠ ﴿ۙ۱۵﴾
અને તેમના પર ચાંદીના વાસણો અને તે જામના પ્યાલા ફેરવવામાં આવશે, જે કાચના હશે.
قَؔوَارِیۡرَا۠ مِنۡ فِضَّۃٍ قَدَّرُوۡہَا تَقۡدِیۡرًا ﴿۱۶﴾
કાચ પણ એવા, જે ચાંદીના હશે અને તેને એક ખાસ પદ્ધતિથી બનાવ્યા હશે.
وَ یُسۡقَوۡنَ فِیۡہَا کَاۡسًا کَانَ مِزَاجُہَا زَنۡجَبِیۡلًا ﴿ۚ۱۷﴾
અને તેમને ત્યાં તે જામ પીવડાવવામાં આવશે, જેનું મિશ્રણ ઝંજબીલ (સૂઠ,સુંકુ આદુ) હશે.
عَیۡنًا فِیۡہَا تُسَمّٰی سَلۡسَبِیۡلًا ﴿۱۸﴾
આ જન્નતમાં એક ઝરણું હશે, જેનું નામ સલસબીલ છે.
وَ یَطُوۡفُ عَلَیۡہِمۡ وِلۡدَانٌ مُّخَلَّدُوۡنَ ۚ اِذَا رَاَیۡتَہُمۡ حَسِبۡتَہُمۡ لُؤۡلُؤًا مَّنۡثُوۡرًا ﴿۱۹﴾
અને તેમની એવા માટે એવા બાળકો ફરતા હશે, જેં હંમેશા બાળકો જ રહેશે. જ્યારે તમે તેમને જોશો તો એવું સમજ્શો કે તેઓ વિખેરાયેલા ખરા મોતી છે.
وَ اِذَا رَاَیۡتَ ثَمَّ رَاَیۡتَ نَعِیۡمًا وَّ مُلۡکًا کَبِیۡرًا ﴿۲۰﴾
તમે જ્યાં પણ નજર દોડાવશો, નેઅમતો જ નેઅમતો જોશો અને મહાન સત્તાને જોશો.
عٰلِیَہُمۡ ثِیَابُ سُنۡدُسٍ خُضۡرٌ وَّ اِسۡتَبۡرَقٌ ۫ وَّ حُلُّوۡۤا اَسَاوِرَ مِنۡ فِضَّۃٍ ۚ وَ سَقٰہُمۡ رَبُّہُمۡ شَرَابًا طَہُوۡرًا ﴿۲۱﴾
તેમના શરીરો પર પાતળા રેશમના લીલા કપડા હશે અને તેમને ચાંદીના કંગનના આભૂષણ પહેરાવવામાં આવશે અને તેમને તેમનો પાલનહાર શુધ્ધ પવિત્ર શરાબ પીવડાવશે.
اِنَّ ہٰذَا کَانَ لَکُمۡ جَزَآءً وَّ کَانَ سَعۡیُکُمۡ مَّشۡکُوۡرًا ﴿٪۲۲﴾
(કહેવામાં આવશે) કે આ છે, તમારા કાર્યોનો બદલો અને તમારા પ્રયાસોની કદર કરવામાં આવી.
اِنَّا نَحۡنُ نَزَّلۡنَا عَلَیۡکَ الۡقُرۡاٰنَ تَنۡزِیۡلًا ﴿ۚ۲۳﴾
(હે નબી) અમે જ આ કુરઆન તમારા પર થોડું થોડું કરીને ઉતાર્યું છે.
فَاصۡبِرۡ لِحُکۡمِ رَبِّکَ وَ لَا تُطِعۡ مِنۡہُمۡ اٰثِمًا اَوۡ کَفُوۡرًا ﴿ۚ۲۴﴾
એટલા માટે તમે પોતાના પાલનહારના આદેશ પ્રમાણે સબર કરો અને તેમાંથી કોઇ પાપી અથવા દુરાચારીનું કહયુ ન માનશો.
وَ اذۡکُرِ اسۡمَ رَبِّکَ بُکۡرَۃً وَّ اَصِیۡلًا ﴿ۖۚ۲۵﴾
અને સવાર-સાંજ પોતાના પાલનહારનું નામ યાદ કરતા રહો.
وَ مِنَ الَّیۡلِ فَاسۡجُدۡ لَہٗ وَ سَبِّحۡہُ لَیۡلًا طَوِیۡلًا ﴿۲۶﴾
અને રાતના સમયે પણ તેની સામે સિજદા કરો અને રાતનો વધુ ભાગ તેની તસ્બીહ કરતાં રહો.
اِنَّ ہٰۤؤُلَآءِ یُحِبُّوۡنَ الۡعَاجِلَۃَ وَ یَذَرُوۡنَ وَرَآءَہُمۡ یَوۡمًا ثَقِیۡلًا ﴿۲۷﴾
નિ:શંક આ લોકો ઝડપથી મળવાવાળી (દુનિયા) ને ચાહે છે. અને તેમની આગળ એક ભારે દિવસને છોડી દે છે.
نَحۡنُ خَلَقۡنٰہُمۡ وَ شَدَدۡنَاۤ اَسۡرَہُمۡ ۚ وَ اِذَا شِئۡنَا بَدَّلۡنَاۤ اَمۡثَالَہُمۡ تَبۡدِیۡلًا ﴿۲۸﴾
અમે જ તેમનું સર્જન કર્યુ અને અમે જ તેમના જોડોને અને બંધનને મજબૂત બનાવ્યા. અને અમે જ્યારે ઇચ્છીશું તેના બદલામાં તેમના જેવા બીજા લોકોને લઈ આવીશું.
اِنَّ ہٰذِہٖ تَذۡکِرَۃٌ ۚ فَمَنۡ شَآءَ اتَّخَذَ اِلٰی رَبِّہٖ سَبِیۡلًا ﴿۲۹﴾
ખરેખર આ (કુરઆન) તો એક શિખામણ છે, બસ ! જે ઇચ્છે પોતાના પાલનહારના માર્ગ પર ચાલે.
وَ مَا تَشَآءُوۡنَ اِلَّاۤ اَنۡ یَّشَآءَ اللّٰہُ ؕ اِنَّ اللّٰہَ کَانَ عَلِیۡمًا حَکِیۡمًا ﴿٭ۖ۳۰﴾
અને તમે તેની જ ઈચ્છા કરી શકો છો, જે અલ્લાહ ઈચ્છતો હોય, નિ:શંક અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને હિકમતવાળો છે.
یُّدۡخِلُ مَنۡ یَّشَآءُ فِیۡ رَحۡمَتِہٖ ؕ وَ الظّٰلِمِیۡنَ اَعَدَّ لَہُمۡ عَذَابًا اَلِیۡمًا ﴿٪۳۱﴾
જેને ઇચ્છે, તેને પોતાની કૃપામાં દાખલ કરી લે છે . અને જાલિમ લોકો માટે તેણે દુ:ખદાયી અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
મહત્વપૂર્ણ લિંક્સ
http://www.amillibrary.com
http://hajinaji.imperoserver.in/admin/important-links/create
આપણા સમુદાય સાથે જોડાવા અને એપ્લિકેશનનું અન્વેષણ કરવા માટે તમારો ફોન નંબર દાખલ કરો.
01:59 માં OTP ફરીથી મોકલો
કોડ મળ્યો નથી? ફરીથી મોકલો