અલ-કુરઆન

79

An-Naziat

سورة النازعات


وَ النّٰزِعٰتِ غَرۡقًا ۙ﴿۱﴾

કસમ છે તે (ફરિશ્તાઓની) જેઓ (કાફિરોની રૂહ) સખતી સાથે ખેંચે છે.

وَّ النّٰشِطٰتِ نَشۡطًا ۙ﴿۲﴾

અને તે (ફરિશ્તાની) કસમ! જે (મોમિનોની રૂહ) નરમી સાથે ખોલી નાખે છે.

وَّ السّٰبِحٰتِ سَبۡحًا ۙ﴿۳﴾

અને તેમની કસમ! જે સૃષ્ટિમાં ઝડપથી તરે-ફરે છે.

فَالسّٰبِقٰتِ سَبۡقًا ۙ﴿۴﴾

પછી દોડીને એકબીજાથી આગળ વધનારાઓની કસમ!

فَالۡمُدَبِّرٰتِ اَمۡرًا ۘ﴿۵﴾

પછી તેમની કસમ! જેઓ આદેશ મળ્યા પછી તેને (પૂરો કરવાની) વ્યવસ્થા કરે છે.

یَوۡمَ تَرۡجُفُ الرَّاجِفَۃُ ۙ﴿۶﴾

જે દિવસ ધ્રુજવાવાળી જમીન ધ્રુજવા લાગશે.

تَتۡبَعُہَا الرَّادِفَۃُ ؕ﴿۷﴾

ત્યારપછી એકબીજો ઝટકો આવશે.

قُلُوۡبٌ یَّوۡمَئِذٍ وَّاجِفَۃٌ ۙ﴿۸﴾

તેનાથી (કેટલાક) હૃદય ધ્રુજી રહ્યા હશે.

اَبۡصَارُہَا خَاشِعَۃٌ ۘ﴿۹﴾

તેમની આંખો ઝુકેલી હશે.

10

یَقُوۡلُوۡنَ ءَاِنَّا لَمَرۡدُوۡدُوۡنَ فِی الۡحَافِرَۃِ ﴿ؕ۱۰﴾

તે મક્કાનાં કાફિરો કહેશે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું?

11

ءَ اِذَا کُنَّا عِظَامًا نَّخِرَۃً ﴿ؕ۱۱﴾

તે સમયે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું?

12

قَالُوۡا تِلۡکَ اِذًا کَرَّۃٌ خَاسِرَۃٌ ﴿ۘ۱۲﴾

કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક રહેશે.

13

فَاِنَّمَا ہِیَ زَجۡرَۃٌ وَّاحِدَۃٌ ﴿ۙ۱۳﴾

સત્ય વાત એ છે કે તે એક સખત અવાજ હશે.

14

فَاِذَا ہُمۡ بِالسَّاہِرَۃِ ﴿ؕ۱۴﴾

તેના પછી તેઓ એક સપાટ મેદાનમાં હશે.

15

ہَلۡ اَتٰىکَ حَدِیۡثُ مُوۡسٰی ﴿ۘ۱۵﴾

શું તમને મૂસા ની વાત પહોંચી છે?

16

اِذۡ نَادٰىہُ رَبُّہٗ بِالۡوَادِ الۡمُقَدَّسِ طُوًی ﴿ۚ۱۶﴾

જ્યારે પવિત્ર ઘાટી “તૂવા” માં તેમને તેમના પાલનહારે પોકાર્યો.

17

اِذۡہَبۡ اِلٰی فِرۡعَوۡنَ اِنَّہٗ طَغٰی ﴿۫ۖ۱۷﴾

(કે) તમે ફિરઔન પાસે જાઓ, તે વિદ્રોહી બની ગયો છે.

18

فَقُلۡ ہَلۡ لَّکَ اِلٰۤی اَنۡ تَزَکّٰی ﴿ۙ۱۸﴾

અને તેને કહો, શું તું તારી ઈસ્લાહ કરવા ઈચ્છે છે?

19

وَ اَہۡدِیَکَ اِلٰی رَبِّکَ فَتَخۡشٰی ﴿ۚ۱۹﴾

અને એ કે હું તને તારા પાલનહારનો માર્ગ બતાવું, જેથી તુ (તેનાથી) ડરવા લાગે.

20

فَاَرٰىہُ الۡاٰیَۃَ الۡکُبۡرٰی ﴿۫ۖ۲۰﴾

પછી તેને (મૂસાએ) મોટી નિશાની બતાવી.

21

فَکَذَّبَ وَ عَصٰی ﴿۫ۖ۲۱﴾

તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી.

22

ثُمَّ اَدۡبَرَ یَسۡعٰی ﴿۫ۖ۲۲﴾

પછી પીઠ બતાવીને યુક્તિઓ કરવા લાગ્યો.

23

فَحَشَرَ فَنَادٰی ﴿۫ۖ۲۳﴾

તેણે સૌને ભેગા કરી પોકાર્યા.

24

فَقَالَ اَنَا رَبُّکُمُ الۡاَعۡلٰی ﴿۫ۖ۲۴﴾

કહેવા લાગ્યો, હું તમારા સૌનો ઉચ્ચ પાલનહાર છું.

25

فَاَخَذَہُ اللّٰہُ نَکَالَ الۡاٰخِرَۃِ وَ الۡاُوۡلٰی ﴿ؕ۲۵﴾

તો અલ્લાહ તેને આખિરત અને દુનિયાના અઝાબમાં પકડી લીધો.

26

اِنَّ فِیۡ ذٰلِکَ لَعِبۡرَۃً لِّمَنۡ یَّخۡشٰی ﴿ؕ٪۲۶﴾

આ કિસ્સામાં નસીહત છે, તે વ્યક્તિ માટે જે (અલ્લાહની પકડથી) ડરતો હોય.

27

ءَاَنۡتُمۡ اَشَدُّ خَلۡقًا اَمِ السَّمَآءُ ؕ بَنٰہَا ﴿ٝ۲۷﴾

શું તમને પેદા કરવું વધારે મુશ્કેલ છે કે આકાશનું? જેને તેણે બનાવ્યું.

28

رَفَعَ سَمۡکَہَا فَسَوّٰىہَا ﴿ۙ۲۸﴾

તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું.

29

وَ اَغۡطَشَ لَیۡلَہَا وَ اَخۡرَجَ ضُحٰہَا ﴿۪۲۹﴾

અને તેની રાતને અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો.

30

وَ الۡاَرۡضَ بَعۡدَ ذٰلِکَ دَحٰىہَا ﴿ؕ۳۰﴾

અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી.

31

اَخۡرَجَ مِنۡہَا مَآءَہَا وَ مَرۡعٰہَا ﴿۪۳۱﴾

તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો.

32

وَ الۡجِبَالَ اَرۡسٰہَا ﴿ۙ۳۲﴾

અને પર્વતોને (સખત) ઠોસી દીધા.

33

مَتَاعًا لَّکُمۡ وَ لِاَنۡعَامِکُمۡ ﴿ؕ۳۳﴾

આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે).

34

فَاِذَا جَآءَتِ الطَّآمَّۃُ الۡکُبۡرٰی ﴿۫ۖ۳۴﴾

તો જ્યારે મોટી આફત આવી જશે.

35

یَوۡمَ یَتَذَکَّرُ الۡاِنۡسَانُ مَا سَعٰی ﴿ۙ۳۵﴾

તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે.

36

وَ بُرِّزَتِ الۡجَحِیۡمُ لِمَنۡ یَّرٰی ﴿۳۶﴾

અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ લાવવામાં આવશે.

37

فَاَمَّا مَنۡ طَغٰی ﴿ۙ۳۷﴾

તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે).

38

وَ اٰثَرَ الۡحَیٰوۃَ الدُّنۡیَا ﴿ۙ۳۸﴾

અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે).

39

فَاِنَّ الۡجَحِیۡمَ ہِیَ الۡمَاۡوٰی ﴿ؕ۳۹﴾

(તેનું) ઠેકાણું જહન્નમ જ હશે.

40

وَ اَمَّا مَنۡ خَافَ مَقَامَ رَبِّہٖ وَ نَہَی النَّفۡسَ عَنِ الۡہَوٰی ﴿ۙ۴۰﴾

હા! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે (સવાલોના જવાબ આપવા માટે) ઉભો રહેવાથી ડરતો રહ્યો, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે.

41

فَاِنَّ الۡجَنَّۃَ ہِیَ الۡمَاۡوٰی ﴿ؕ۴۱﴾

તો જન્નત જ તેનું ઠેકાણું હશે.

42

یَسۡـَٔلُوۡنَکَ عَنِ السَّاعَۃِ اَیَّانَ مُرۡسٰہَا ﴿ؕ۴۲﴾

આ લોકો તમને કયામત વિશે પૂછે છે કે તે ક્યારે આવશે?

43

فِیۡمَ اَنۡتَ مِنۡ ذِکۡرٰىہَا ﴿ؕ۴۳﴾

તમને તેની ચર્ચા કરવાની શી જરૂર?

44

اِلٰی رَبِّکَ مُنۡتَہٰىہَا ﴿ؕ۴۴﴾

તેનું જ્ઞાન તો તમારા પાલનહાર પાસે જ ખત્મ થાય છે.

45

اِنَّمَاۤ اَنۡتَ مُنۡذِرُ مَنۡ یَّخۡشٰہَا ﴿ؕ۴۵﴾

તમે તો ફકત એક ડરાવનાર છો, તે વ્યક્તિને જે તેનાથી ડરી જાય.

46

کَاَنَّہُمۡ یَوۡمَ یَرَوۡنَہَا لَمۡ یَلۡبَثُوۡۤا اِلَّا عَشِیَّۃً اَوۡ ضُحٰہَا ﴿٪۴۶﴾

જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો તેમને એવું લાગશે કે તેઓ (દુનિયામાં) ફકતએક દિવસની સાંજ અથવા તેની પહોર રોકાયા છે.