અલ-કુરઆન

100

Al-Adiyat

سورة العاديات


وَ الۡعٰدِیٰتِ ضَبۡحًا ۙ﴿۱﴾

કસમ છે, તે ઘોડાઓની જે દોડતી વખતે હાંફતા હોય.

فَالۡمُوۡرِیٰتِ قَدۡحًا ۙ﴿۲﴾

પછી તેમની જેઓ ટાપ મારીને અંગારા ઉડાવે છે.

فَالۡمُغِیۡرٰتِ صُبۡحًا ۙ﴿۳﴾

પછી વહેલી સવારે છાપા મારનારની કસમ!

فَاَثَرۡنَ بِہٖ نَقۡعًا ۙ﴿۴﴾

બસ! તે વખતે ધુળ ઉડાવે છે.

فَوَسَطۡنَ بِہٖ جَمۡعًا ۙ﴿۵﴾

પછી તે જ સ્થિતિમાં લશ્કરના ટોળામાં ઘુસી જાય છે.

اِنَّ الۡاِنۡسَانَ لِرَبِّہٖ لَکَنُوۡدٌ ۚ﴿۶﴾

ખરેખર માનવી પોતાના પાલનહારનો ખુબ જ કૃતઘ્ની છે.

وَ اِنَّہٗ عَلٰی ذٰلِکَ لَشَہِیۡدٌ ۚ﴿۷﴾

અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે.

وَ اِنَّہٗ لِحُبِّ الۡخَیۡرِ لَشَدِیۡدٌ ؕ﴿۸﴾

તે માલના મોંહમાં સખત પડ્યો છે.

اَفَلَا یَعۡلَمُ اِذَا بُعۡثِرَ مَا فِی الۡقُبُوۡرِ ۙ﴿۹﴾

શું તે જાણતો નથી કે કબરોમાં જે (કંઇ) છે, જ્યારે તે કાઢી લેવામાં આવશે.

10

وَ حُصِّلَ مَا فِی الصُّدُوۡرِ ﴿ۙ۱۰﴾

અને હૃદયોની છુપી વાતો જાહેર કરવામાં આવશે.

11

اِنَّ رَبَّہُمۡ بِہِمۡ یَوۡمَئِذٍ لَّخَبِیۡرٌ ٪﴿۱۱﴾

તો તે દિવસે તેમનો પાલનહાર તેમની સપૂર્ણ સ્થિતિથી વાકેફ હશે.