અલ-કુરઆન

53

An-Najm

سورة النجم


وَ النَّجۡمِ اِذَا ہَوٰی ۙ﴿۱﴾

સિતારાઓની કસમ! જ્યારે તે આથમવા લાગે.

مَا ضَلَّ صَاحِبُکُمۡ وَ مَا غَوٰی ۚ﴿۲﴾

તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે.

وَ مَا یَنۡطِقُ عَنِ الۡہَوٰی ؕ﴿۳﴾

તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત નથી કરતા.

اِنۡ ہُوَ اِلَّا وَحۡیٌ یُّوۡحٰی ۙ﴿۴﴾

જે કઈ તેઓ કહે છે, તે વહી હોય છે, જે તેમના પર ઉતારવામાં આવે છે.

عَلَّمَہٗ شَدِیۡدُ الۡقُوٰی ۙ﴿۵﴾

તેમને એક મજબુત શક્તિશાળી (ફરિશ્તા)એ શિક્ષા આપી છે.

ذُوۡ مِرَّۃٍ ؕ فَاسۡتَوٰی ۙ﴿۶﴾

જે શક્તિશાળી છે. પછી તે સામે આવી ઉભો થઇ ગયો.

وَ ہُوَ بِالۡاُفُقِ الۡاَعۡلٰی ؕ﴿۷﴾

અને તે ઊંચા આકાશના કિનારા પર હતો.

ثُمَّ دَنَا فَتَدَلّٰی ۙ﴿۸﴾

પછી નજીક થયો અને ઉતરી આવ્યો.

فَکَانَ قَابَ قَوۡسَیۡنِ اَوۡ اَدۡنٰی ۚ﴿۹﴾

બસ! તે બે કમાનોનાં અંતર બરાબર આવી ગયો, પરતું તેના કરતા પણ વધારે નજીક

10

فَاَوۡحٰۤی اِلٰی عَبۡدِہٖ مَاۤ اَوۡحٰی ﴿ؕ۱۰﴾

બસ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડવાનું હતું.

11

مَا کَذَبَ الۡفُؤَادُ مَا رَاٰی ﴿۱۱﴾

જે કંઇ તેણે આંખો વડે જોયું હતું, દિલે તેને જુઠ્ઠું ન સમજ્યું.

12

اَفَتُمٰرُوۡنَہٗ عَلٰی مَا یَرٰی ﴿۱۲﴾

શું તમે તે વાત વિશે ઝધડો કરી રહ્યા છો, જે તેણે આંખો વડે જોયું છે.

13

وَ لَقَدۡ رَاٰہُ نَزۡلَۃً اُخۡرٰی ﴿ۙ۱۳﴾

(જિબ્રઇલ) ને તમે બીજી વખત પણ જોયા હતા.

14

عِنۡدَ سِدۡرَۃِ الۡمُنۡتَہٰی ﴿۱۴﴾

સિદરતુલ્ મુન્તહા પાસે.

15

عِنۡدَہَا جَنَّۃُ الۡمَاۡوٰی ﴿ؕ۱۵﴾

તેની જ પાસે જન્નતુલ્ મઅવા છે.

16

اِذۡ یَغۡشَی السِّدۡرَۃَ مَا یَغۡشٰی ﴿ۙ۱۶﴾

જ્યારે કે સિદરહને છુપાવી રાખતી હતી તે વસ્તુ, જે તેના પર પડતી હતી.

17

مَا زَاغَ الۡبَصَرُ وَ مَا طَغٰی ﴿۱۷﴾

(પયગંબરની) આંખમાં ન તો ઝાંખ પડી અને ન તો હદથી આગળ વધી.

18

لَقَدۡ رَاٰی مِنۡ اٰیٰتِ رَبِّہِ الۡکُبۡرٰی ﴿۱۸﴾

નિ;શંક તેણે પોતાના પાલનહારની મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ જોઇ લીધી.

19

اَفَرَءَیۡتُمُ اللّٰتَ وَ الۡعُزّٰی ﴿ۙ۱۹﴾

શું તમે લાત અને ઉઝ્ઝાને જોયા?

20

وَ مَنٰوۃَ الثَّالِثَۃَ الۡاُخۡرٰی ﴿۲۰﴾

અને મનાત્ જે ત્રીજા છે.

21

اَلَکُمُ الذَّکَرُ وَ لَہُ الۡاُنۡثٰی ﴿۲۱﴾

શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે?

22

تِلۡکَ اِذًا قِسۡمَۃٌ ضِیۡزٰی ﴿۲۲﴾

આ તો હવે ખુબ જ અન્યાય ની વાત છે.

23

اِنۡ ہِیَ اِلَّاۤ اَسۡمَآءٌ سَمَّیۡتُمُوۡہَاۤ اَنۡتُمۡ وَ اٰبَآؤُکُمۡ مَّاۤ اَنۡزَلَ اللّٰہُ بِہَا مِنۡ سُلۡطٰنٍ ؕ اِنۡ یَّتَّبِعُوۡنَ اِلَّا الظَّنَّ وَ مَا تَہۡوَی الۡاَنۡفُسُ ۚ وَ لَقَدۡ جَآءَہُمۡ مِّنۡ رَّبِّہِمُ الۡہُدٰی ﴿ؕ۲۳﴾

ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેના માટે કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત પોતાના અનુમાનનું અનુસરણ કરી રહ્યા છે, અથવા પછી તે વસ્તુની જે તેમના દિલ ઈચ્છતા હોય, ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે હિદાયત આવી પહોંચી છે.

24

اَمۡ لِلۡاِنۡسَانِ مَا تَمَنّٰی ﴿۫ۖ۲۴﴾

શું દરેક વ્યક્તિ જે ઇચ્છે, તે તેને મળી જાય છે?

25

فَلِلّٰہِ الۡاٰخِرَۃُ وَ الۡاُوۡلٰی ﴿٪۲۵﴾

આખિરત અને દુનિયામાં અધિકાર તો ફક્ત અલ્લાહને જ છે.

26

وَ کَمۡ مِّنۡ مَّلَکٍ فِی السَّمٰوٰتِ لَا تُغۡنِیۡ شَفَاعَتُہُمۡ شَیۡئًا اِلَّا مِنۡۢ بَعۡدِ اَنۡ یَّاۡذَنَ اللّٰہُ لِمَنۡ یَّشَآءُ وَ یَرۡضٰی ﴿۲۶﴾

અને આકાશોમાં ઘણા ફરિશ્તાઓ છે, જેમની શિફારીશ કંઇ પણ ફાયદો નહીં પહોચાડી શકે, પરંતુ અલ્લાહ તઆલા જેને ઈચ્છે તેને શિફારિશ કરવાની પરવાનગી આપી શકે છે, અને તે તેના પર રાજી પણ હોય.

27

اِنَّ الَّذِیۡنَ لَا یُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَۃِ لَیُسَمُّوۡنَ الۡمَلٰٓئِکَۃَ تَسۡمِیَۃَ الۡاُنۡثٰی ﴿۲۷﴾

નિ:શંક જે લોકો આખિરત પર ઇમાન નથી લાવતા તેઓ ફરિશ્તાઓને સ્ત્રીઓના નામ આપી દે છે.

28

وَ مَا لَہُمۡ بِہٖ مِنۡ عِلۡمٍ ؕ اِنۡ یَّتَّبِعُوۡنَ اِلَّا الظَّنَّ ۚ وَ اِنَّ الظَّنَّ لَا یُغۡنِیۡ مِنَ الۡحَقِّ شَیۡئًا ﴿ۚ۲۸﴾

જો કે તેઓને આ વિશે કંઇ પણ જ્ઞાન નથી. તેઓ ફકત પોતાના અનુમાનનું અનુસરણ કરી રહ્યા છે. અને નિ:શંક અનુમાન સત્ય સામે કંઇ કામ નથી આવતું.

29

فَاَعۡرِضۡ عَنۡ مَّنۡ تَوَلّٰی ۬ۙ عَنۡ ذِکۡرِنَا وَ لَمۡ یُرِدۡ اِلَّا الۡحَیٰوۃَ الدُّنۡیَا ﴿ؕ۲۹﴾

જે લોકો મારી યાદથી મોઢું ફેરવે છે, તમે તેની પરવા ન કરશો, આવો વ્યક્તિ દુનિયાના જીવન સિવાય કઈ નથી ઈચ્છતો.

30

ذٰلِکَ مَبۡلَغُہُمۡ مِّنَ الۡعِلۡمِ ؕ اِنَّ رَبَّکَ ہُوَ اَعۡلَمُ بِمَنۡ ضَلَّ عَنۡ سَبِیۡلِہٖ ۙ وَ ہُوَ اَعۡلَمُ بِمَنِ اہۡتَدٰی ﴿۳۰﴾

આ જ તેઓના જ્ઞાનની સીમા છે. તમારો પાલનહાર તેઓને ખુબ જ જાણે છે જે તેના માર્ગથી ભટકેલા છે. અને તેને પણ ખુબ જ જાણે છે જે તેના માર્ગ પર છે.

31

وَ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الۡاَرۡضِ ۙ لِیَجۡزِیَ الَّذِیۡنَ اَسَآءُوۡا بِمَا عَمِلُوۡا وَ یَجۡزِیَ الَّذِیۡنَ اَحۡسَنُوۡا بِالۡحُسۡنٰی ﴿ۚ۳۱﴾

અને અલ્લાહનું જ છે જે કંઇ આકાશોમાં છે અને જે કંઇ ધરતીમાં છે, જેથી અલ્લાહ તઆલા ખરાબ કાર્ય કરવાવાળાને તેમના કર્મોનો બદલો આપે અને સારા કર્મ કરવાવાળાઓને સારો બદલો આપે.

32

اَلَّذِیۡنَ یَجۡتَنِبُوۡنَ کَبٰٓئِرَ الۡاِثۡمِ وَ الۡفَوَاحِشَ اِلَّا اللَّمَمَ ؕ اِنَّ رَبَّکَ وَاسِعُ الۡمَغۡفِرَۃِ ؕ ہُوَ اَعۡلَمُ بِکُمۡ اِذۡ اَنۡشَاَکُمۡ مِّنَ الۡاَرۡضِ وَ اِذۡ اَنۡتُمۡ اَجِنَّۃٌ فِیۡ بُطُوۡنِ اُمَّہٰتِکُمۡ ۚ فَلَا تُزَکُّوۡۤا اَنۡفُسَکُمۡ ؕ ہُوَ اَعۡلَمُ بِمَنِ اتَّقٰی ٪﴿۳۲﴾

જે લોકો મોટા ગુનાહો અને અશ્ર્લિલતા કાર્યોથી બચે છે, (તેઓને પણ ખુબ જાણે છે) હાં કોઇ નાના ગુનાહ સિવાય, (એટલે કે થઇ જાય) નિ:શંક તારો પાલનહાર વ્યાપક માફીવાળો છે, તે તમને ખુબ સારી રીતે જાણે છે, જ્યારે કે તેણે તમને ધરતી માંથી પેદા કર્યા અને જ્યારે કે તમે તમારી માતાઓના ગર્ભમાં બાળક હતા, બસ! તમે પોતાની પવિત્રતા પોતે જ બયાન ન કરો, તે જ ડરવાવાળાઓને ખુબ જ જાણે છે,

33

اَفَرَءَیۡتَ الَّذِیۡ تَوَلّٰی ﴿ۙ۳۳﴾

શું તમે તેને જોયો, જેણે મોઢું ફેરવી લીધું?

34

وَ اَعۡطٰی قَلِیۡلًا وَّ اَکۡدٰی ﴿۳۴﴾

ઘણું જ ઓછુ આપ્યું અને હાથ પણ રોકી લીધા.

35

اَعِنۡدَہٗ عِلۡمُ الۡغَیۡبِ فَہُوَ یَرٰی ﴿۳۵﴾

શું તેને અદ્ર્શ્યનું જ્ઞાન છે કે તે (બધુ જ) જોઇ રહ્યો છે?

36

اَمۡ لَمۡ یُنَبَّاۡ بِمَا فِیۡ صُحُفِ مُوۡسٰی ﴿ۙ۳۶﴾

શું તેની પાસે આ બધી વાત નથી પહોચી, જે મૂસાના સહિફામાં છે.

37

وَ اِبۡرٰہِیۡمَ الَّذِیۡ وَفّٰۤی ﴿ۙ۳۷﴾

અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં પણ છે.

38

اَلَّا تَزِرُ وَازِرَۃٌ وِّزۡرَ اُخۡرٰی ﴿ۙ۳۸﴾

કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે.

39

وَ اَنۡ لَّیۡسَ لِلۡاِنۡسَانِ اِلَّا مَا سَعٰی ﴿ۙ۳۹﴾

અને એ કે દરેક વ્યક્તિ માટે તે જ છે, જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે.

40

وَ اَنَّ سَعۡیَہٗ سَوۡفَ یُرٰی ﴿۪۴۰﴾

અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે.

41

ثُمَّ یُجۡزٰىہُ الۡجَزَآءَ الۡاَوۡفٰی ﴿ۙ۴۱﴾

પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે.

42

وَ اَنَّ اِلٰی رَبِّکَ الۡمُنۡتَہٰی ﴿ۙ۴۲﴾

અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે.

43

وَ اَنَّہٗ ہُوَ اَضۡحَکَ وَ اَبۡکٰی ﴿ۙ۴۳﴾

અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે.

44

وَ اَنَّہٗ ہُوَ اَمَاتَ وَ اَحۡیَا ﴿ۙ۴۴﴾

અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે.

45

وَ اَنَّہٗ خَلَقَ الزَّوۡجَیۡنِ الذَّکَرَ وَ الۡاُنۡثٰی ﴿ۙ۴۵﴾

અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે.

46

مِنۡ نُّطۡفَۃٍ اِذَا تُمۡنٰی ﴿۪۴۶﴾

ટીપા વડે જ્યારે કે (ગર્ભમાં) ટપકાવવામાં આવે છે.

47

وَ اَنَّ عَلَیۡہِ النَّشۡاَۃَ الۡاُخۡرٰی ﴿ۙ۴۷﴾

અને એ કે તેના જ શિરે બીજી વખત જીવિત કરવાનું છે.

48

وَ اَنَّہٗ ہُوَ اَغۡنٰی وَ اَقۡنٰی ﴿ۙ۴۸﴾

અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે જ લાચાર કરે છે.

49

وَ اَنَّہٗ ہُوَ رَبُّ الشِّعۡرٰی ﴿ۙ۴۹﴾

અને એ કે તે જ શિઅરા (તારાનું નામ)નો રબ છે.

50

وَ اَنَّہٗۤ اَہۡلَکَ عَادَۨ ا الۡاُوۡلٰی ﴿ۙ۵۰﴾

અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે.

51

وَ ثَمُوۡدَا۠ فَمَاۤ اَبۡقٰی ﴿ۙ۵۱﴾

અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયા.

52

وَ قَوۡمَ نُوۡحٍ مِّنۡ قَبۡلُ ؕ اِنَّہُمۡ کَانُوۡا ہُمۡ اَظۡلَمَ وَ اَطۡغٰی ﴿ؕ۵۲﴾

અને આ પહેલા નૂહની કોમને (પણ નષ્ટ કરી), નિ:શંક તેઓ ખુબ જ જાલિમ અને બળવાખોર હતા.

53

وَ الۡمُؤۡتَفِکَۃَ اَہۡوٰی ﴿ۙ۵۳﴾

અને મુઅતફીકા (શહેર અથવા ફેરવેલી વસ્તીઓને) તેણે જ ફેરવી નાખી.

54

فَغَشّٰہَا مَا غَشّٰی ﴿ۚ۵۴﴾

પછી તેમના પર (નષ્ટતા) છવાઈ ગઈ, જેણે તે વસ્તીના લોકોને સપૂર્ણ ઢાંકી લીધા.

55

فَبِاَیِّ اٰلَآءِ رَبِّکَ تَتَمَارٰی ﴿۵۵﴾

બસ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર શંકા કરીશ.

56

ہٰذَا نَذِیۡرٌ مِّنَ النُّذُرِ الۡاُوۡلٰی ﴿۵۶﴾

આ (પયગંબર) પણ પેહલા ડરાવનાર પયગંબરોની જેમ જ ડરાવનાર છે.

57

اَزِفَتِ الۡاٰزِفَۃُ ﴿ۚ۵۷﴾

કયામત નજીક આવી ગઇ.

58

لَیۡسَ لَہَا مِنۡ دُوۡنِ اللّٰہِ کَاشِفَۃٌ ﴿ؕ۵۸﴾

અલ્લાહ સિવાય તેને હટાવી શકે તેઓ કોઈ નથી.

59

اَفَمِنۡ ہٰذَا الۡحَدِیۡثِ تَعۡجَبُوۡنَ ﴿ۙ۵۹﴾

બસ! શું તમે આ વાતથી નવાઇ પામો છો.

60

وَ تَضۡحَکُوۡنَ وَ لَا تَبۡکُوۡنَ ﴿ۙ۶۰﴾

અને હસો છો. રડતા નથી.

61

وَ اَنۡتُمۡ سٰمِدُوۡنَ ﴿۶۱﴾

(પરંતુ) તમે રમત-ગમતમાં પડી તેનાથી ગાફેલ થઇ ગયા છો.

62

فَاسۡجُدُوۡا لِلّٰہِ وَ اعۡبُدُوۡا ﴿٪ٛ۶۲﴾

હવે અલ્લાહની સમક્ષ સિજદા કરો અને (તેની જ) બંદગી કરતા રહો.